________________
હest series
ofesofthee.hotect offendsfestassessssstessessesses of doset 1st see.digest. {૧૫થી
જ્ઞાનની ખૂબ જ આરાધના :
જામનગરના ઉપરોક્ત ચાતુર્માસ દરમ્યાન પૂ. મુનિશ્રી ગૌતમસાગરજીની પ્રેરણાથી અનેક ગ્રંથો લખાયા. જામનગરમાં મોટું જ્ઞાન ભંડાર સ્થપાવ્યું, તેમ જ ગચ્છાપગી અનેક ગ્રંથ પ્રકાશિત કરાવ્યા. આ ગ્રંથના સંપાદનમાં મુનિશ્રી ધર્મસાગરજીએ ખૂબ રુચિ અને શ્રમ લીધાં. મુનિશ્રી ધર્મસાગરજી પોતાના દાદા ગુરુદેવ પૂ. મુનિરાજશ્રી ગૌતમસાગરજીની આજ્ઞાથી બાડમેર (રાજસ્થાન) ચાતુર્માસ પધારેલા. બાડમેરના ચાતુર્માસ પછી તેઓશ્રીએ જેસલમેર અને બીકાનેરની યાત્રા પણ કરેલી, પણ તેઓશ્રી એ જ અરસામાં રાજસ્થાનમાં કાળધર્મ પામ્યા. અચલગચ્છના આ મુનિશ્રી જે વધારે સમય રહ્યા હોત તો અનેક સંશોધિત સાહિત્ય સવિશેષ પ્રકાશમાં આવત. આશાસ્પદ શિષ્યોની વસમી વિદાય :
સં. ૧૯૯૬ ના જામનગર ચાતુર્માસ બાદ પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. કચ્છ પધાર્યા અને સં. ૧૯૯૭ નું ચાતુર્માસ ભૂજ રહ્યા, અને ભૂજમાં જ પોતાના સવિનીત શિષ્ય શ્રી નીતિસાગરજી અને તેમના શિષ્ય શ્રી ગુણસાગરજીના શિષ્ય શ્રી ચંદ્રસાગરજી તથા મારવાડમાં શ્રી ધર્મસાગરજી – આ ત્રણે મુનિવરોને અ૫ અલ્પ સમયના આંતરે કાળધર્મ થવાથી પૂ. ગૌતમસાગરજી મ. સા.ને ઘણો જ આઘાત લાગ્યો. આ વખતે શ્રી નીતિસાગરજીના શિષ્ય શ્રી ગુણસાગરજી (હાલ આચાર્યશ્રી)એ પૂજ્યશ્રીને ખૂબ જ સાંત્વન આપ્યું અને તેઓશ્રીના મનને શાતા ઉપજાવી.
સં. ૧૯૭ના પોષ વદ ૧૨ ના નળિયા જિનાલયના શતાબ્દી મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રી ઉપસ્થિત રહ્યા. સં. ૧૯૮નું ચોમાસું ગોધરા ગામમાં કર્યું. મુનિ શ્રી ગુણસાગરજીને ઉપાધ્યાયપદ : - સં. ૧૯૮ ના મહા સુદ ૫ ના મેરાઉ ગામે પૂજ્યશ્રીએ પિતાના સેવાભાવી વિદ્વાન, પ્રખર વક્તા પ્રશિષ્ય મુનિશ્રી ગુણસાગરજીને ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યા. ફાગણ સુદિ ૩ને મંગળવારે તેઓશ્રીની નિશ્રામાં મુંદ્રાથી ભદ્રેશ્વર તીર્થનો છ'રી પાળ સંઘ નીકળે. સં. ૧૯૯ નું ચોમાસું મેટા આસંબીઆ કર્યું. સં. ૨૦૦૦ નું ચાતુર્માસ નળિયામાં થયું. સં. ૨૦૦૧ માં નળિયા અને સં. ૨૦૦૨ માં દેવપુર ચાતુર્માસ થયા. સંયમ અને તપમાં લીનતા :
પૂજ્યશ્રી હવે અતિ વૃદ્ધ થયા હતા. તેમને દહ અતિ અશક્ત બન્યો હતે. છેક લધુ વયમાં દીક્ષિત થઈ, ઉગ્ર વિહાર કરી તેમણે અભિતઃ શ્રી જિનશાસન અને ગરછનો જયજયકાર કરાવ્યો હતો. તેમના ભગીરથ પ્રયાસો અને ઉત્તમ પ્રેરણાથી અનેક સાધુ
" શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ કDિE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org