________________
testeste de detestostestosteste testosterodostestes de dedestesleste deste testostestosteste destustestostestestostestostestade
dedestestosteste
edhe
ગામોમાં ધર્મોપદેશ આપતા પૂજ્યશ્રી જામનગર પધાર્યા અને સં. ૧૯૮૧ અને સંવત ૧૯૮૨ નું ચાતુર્માસ પણ જામનગર રહ્યા. ખંડવા સંઘના અતિ આગ્રહથી પૂજ્યશ્રીએ પોતાના સુવિનીત શિષ્ય પૂ. મુનિશ્રી નીતિસાગરજીને ખંડવા ચાતુર્માસ મોકલ્યા. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજીએ ચાતુર્માસ બાદ કચ્છમાં દિક્ષિત થયેલા મુનિ મતિસાગરજીને પિતાની નિષ્ઠામાં વડી દીક્ષા આપી તથા મુનિ ક્ષાંતિસાગરજીને પણ દીક્ષિત કર્યા. દબાસંગ ગામથી સં. ૧૯૮૨ ના માગસર સુદ ૫ થી એક મહિનામાં દશ તિથિઓના ઉપવાસ શરૂ કર્યા, પણ પછીથી એકાંતરા ઉપવાસ શરૂ કર્યા. ચેલા ગામમાં ચિત્રી ઓળી કરી. સં. ૧૯૮૨ ના વૈશાખ સુદ ૩ થી વીસ સ્થાનક તપની શરૂઆત કરી. સં. ૧૯૮૩ નું ચોમાસું પણ જામનગર રહ્યા. ચાતુર્માસ બાદ ખંડવાથી પોતાના શિષ્ય નીતિસાગરજીને પિતાની પાસે બોલાવ્યા અને ખંડવા સંઘની આગ્રહભરી વિનંતીથી મુનિશ્રી ધર્મસાગરજીને ખંડવા મોકલ્યા. સં. ૧૯૮૪ નું ચાતુર્માસ પણ જામનગર કર્યું. હાલારમાં ચાતુર્માસ : પડાણામાં જિનાલય નિર્માણ :
ચાતુર્માસ બાદ ઘર્મસાગરજી પણ ખંડવાથી વિહાર કરી પોતાના દાદાગુરુ અને ગુરુદેવશ્રીને હાલારના નવાગામમાં મળ્યા. નવાગામમાં જ પૂજ્યશ્રીએ પૂ. નીતિસાગરજી તથા પૂ. ધર્મસાગરજીને સૂયગડાંગ સૂત્રના યોગ કરાવ્યા. એગ પૂરા થયા બાદ મોટી ખાવડી થઈ પડાણા પધાર્યા. અહીં પૂ. મુનિરાજશ્રી ગૌતમસાગરજીની પ્રેરણાથી જિનાલય બંધાવ્યું. પડાણથી મોટી ખાવડી, નવાગામ, લાખાબાવળ અને નાગાડી થઈ જામનગર પધાર્યા. અહીં મુનિશ્રી નીતિસાગરજી, મુનિશ્રી ધર્મસાગરજીને ઠાણુગ સમવાયાંગ-રાયપણું જીવાભિગમ, પન્નવણ અને મહાનિશીય સૂત્રના મેટા યોગ કરાવ્યા. સં. ૧૯૮૫ નું ચાતુર્માસ પણ જામનગર જ કર્યું. બાદ પુનઃ કચ્છ પધાર્યા અને સં. ૧૯૮૬ નું ચાતુર્માસ ભૂજમાં કર્યું. સં. ૧૯૮૭ નું ચાતુર્માસ જામનગર કર્યું. સં. ૧૯૮૮ – ૮૯ અને ૯૦ ના ચાતુર્માસ પણ જામનગર કર્યા. સં. ૧૯૯૧ માં મોટી ખાવડી અને સં. ૧૯૯૨ – ૯૩ – ૯૪ ના ચાતુર્માસ જામનગર રહ્યા. યુનિ શ્રી ગુણસાગરજીની દીક્ષા - વડી દીક્ષા :
સં. ૧૯૯૩ ના ચિત્ર વદ ૮ ના કચ્છ દેઢીઆમાં મુમુક્ષુ ગાંગજી લાલજીએ દક્ષા સ્વીકારી. તેમનું નામ ગુણસાગરજી રાખવામાં આવ્યું અને તેમને નીતિસાગરજીના શિષ્ય જાહેર કરવામાં આવ્યા. સં. ૧૫ ના જેઠ સુદ ૩ના જામનગરમાં મુનિશ્રી ગુણસાગરજીની વડી દીક્ષા પૂ. મુનિશ્રી ગૌતમસાગરજીની નિશ્રામાં થઈ. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી સં. ૧૯૫ અને સં. ૧૯૬ માં પણ જામનગર ચાતુર્માસ રહ્યા.
રા) આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org