________________
peste dekkestestostesteste toate testestesteste testostestostestostestosteste stedestesteste destestostestestestesteste testosteste de testeste testesteste stedestestesteste 24 41 સાગરજીને પૂજ્યશ્રીએ ‘ઉત્તરાધ્યયન” અને “શ્રી આચારાંગ સૂત્રના ચોગ કરાવ્યા. મુનિ ધર્મસાગરજીએ નવાણું યાત્રા કરી. તીર્થયાત્રા સાથે હાલારમાં ધર્મજાગૃતિ :
- પૂજ્યશ્રી પોતાના શિષ્ય નીતિસાગરજી, પ્રશિષ્ય ધર્મસાગરજી સહિત વિહાર કરી શિહોર, વરતેજ, ભાવનગર, ઘોઘા, તળાજા, દાઠા, મહુવા ઈત્યાદિની યાત્રા કરી સાવરકંડલા પધાર્યા. અહીં નીતિસાગરજી, ધર્મસાગરજીને ઉવવાઈ સૂત્ર આદિ ઉપાંગેના વેગ કરાવ્યા. ત્યાર બાદ જૂનાગઢ અને ગિરનાર તીર્થની યાત્રા કરી. ત્યાંથી સોરઠ વંથલી, છત્રાશા, વાડોદર, ધોરાજી, મેટી મારડ, ઉપલેટા, પાનેલી ઈત્યાદિ જગ્યાએ વિહાર કર્યા. ફાગણ વદ ૭ ના ગોરખડી પધાર્યા. ફાગણ વદ ૧૨ ના વિહાર કરી વડાલા, ખરબા, લાલપુર થઈ રૌત્ર સુદ ૨ ના હાલારના દબાસંગ ગામમાં પધાર્યા. અહીં સાધ્વી મંગલશ્રીજીનો દીક્ષા મહોત્સવ ખૂબ જ ભવ્યતાથી ઉજવાયો. ત્યાંથી નવાગામ થઈ જામનગર પધાર્યા. લાખાબાવળ થઈ પુન: નવાગામ પધાર્યા. અહીં ચંદ્રપ્રભુ જિનાલયની ખૂબ જ દબદબાપૂર્વક પ્રતિષ્ઠા થઈ. આ સમયે તેઓ હાલાર પ્રદેશમાં વિચર્યા. સં. ૧૯૭૭ માં જામનગરમાં ચાતુર્માસ કર્યું. બાદ કનસુમરા, ચેલા, ભલાસણ, જામવણથળી, ધ્રોળ, ટંકારા, મોરબી, માળિયા થઈ કચ્છ વાગડમાં પધાર્યા. કટારીઆ, લાકડીઆ, આઈ, ભચાઉ ઇત્યાદિ થઈ ભદ્રેશ્વર તીથે પધાર્યા. અહીં કચ્છના સંઘેએ મળી ગચ્છાધિપતિ પૂજ્યશ્રીનું ભવ્ય સામૈયું કર્યું. ત્યાંથી ગાંગજી ખીમરાજ કારિત નવપદના ઉજમણામાં મોટા આસંબીઆ પધારી નિશ્રા આપી. સં. ૧૯૭૮ નું ચાતુર્માસ માંડવી કર્યું. ઉજમણું અને પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગોએ પધરામણું ;
- ચાતુર્માસ બાદ સુથરી પંચતીર્થની યાત્રા કરી. વેજબાઈ દેવજી વેલજી કારિત નવપદના ઉજમણા પ્રસંગે મંજલ રેલડીઆ પધાર્યા. ત્યાંથી જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે વૈશાખમાં દેવપુર પધાર્યા. સં. ૧૯૭૯ નું ચાતુર્માસ સાંયરા ગામે કર્યું. બાદ સંવત ૧૯૭૯ ના મહા સુદ ૮ ના લાયજા જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પધાર્યા. અહી શ્રેષ્ઠિશ્રી રવજી સેજપાળ સમેત સંઘના આગેવાનોએ પૂજ્યશ્રીની ખૂબ જ ભક્તિ કરી. અહીંથી માંકબાઈ પદુ પાંચારીઆ કારિત નવપદજીના ઉજમણુ પ્રસંગે રાયણ પધાર્યા. અનુક્રમે વિહાર કરતાં તેઓ વૈશાખ વદ ૧૩ ના ડુમરા પધાર્યા. જામનગર અને હાલારમાં ચાતુર્માસ અને ધર્મજાગૃતિ :
સં. ૧૯૮૦ નું ચોમાસું સુથરી કર્યું. બાદ ભૂજ થઈવાગડના ગામડાઓમાં વિહાર કરતા રણ ઊતર્યા અને વાલંભા ગામે ચિત્રી ઓળી કરી. બાદ ડીઆ ઈત્યાદિ
થીઆર્ય કલ્યાણા ગૌતમસ્મૃતિગ્રંથ કહીએEE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org