________________
[૧૫] હeposted ed. eeeeeeceitencessessed. Medies 1st tree શિષ્ય કરવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ રવિચંદ્રનું નામ રવિસાગરજી તથા રવિચંદ્રના શિષ્યનાં નામ કપુરસાગર અને ભક્તિસાગર રાખ્યાં. રવિસાગરજીને પોતાના શિષ્ય કર્યા અને કપુરસાગરજી, ભક્તિસાગરજીને રવિસાગરજીના શિષ્ય કર્યા. પણ સાત દિવસ બાદ રવિસાગરજી શિષ્યો સાથે ત્યાંથી વિહાર કરી ગયા અને પોતાનું નામ રવિચંદ રાખી અચલગચ્છના સમુદાય તરીકે વિચરવા લાગ્યા. શાસન પ્રભાવનાના અનેકવિધ પ્રસંગે :
સં. ૧૯૭૦ નું ચોમાસું કચ્છ ભૂજમાં કર્યું. આ વખતે સંઘે પણ દાદાશ્રી કલ્યાણસાગરસૂરિના ભૂજના સ્તૂપમંદિરનો બાકી રહેલ જીર્ણોદ્વાર શરૂ કરાવ્યું. દાદા શ્રી કલ્યાણસાગરસૂરિની આરસની ભવ્ય મૂર્તિનું કામ પણ કારીગરને અપાયું. સં. ૧૯૭૧ નું ચાતુર્માસ માંડવી કર્યું. ત્યાર બાર મૈત્ર માસમાં ગઢશીશામાં ઉજમણા પ્રસંગે પધાર્યા. તે વખતે ગઢશીશા સંઘે જિનાલય આગળના ચોકમાં દેવકુલિકા બંધાવી. તેમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. સં. ૧૯૭૨ નું ચાતુર્માસ સુથરી કર્યું. માસા બાદ વૈશાખમાં જિનાલયની તથા નૂતન દેવકુલિકાની પ્રતિષ્ઠા પ્રસંગે ગોધરા પધાર્યા. પ્રતિષ્ઠા પ્રસંગે તેઓશ્રીનાં પ્રવચનનું આકર્ષણ રહ્યું. ખૂબ જ દબદબાપૂર્વક આ મહોત્સવ સુંદર રીતે ઉજવાયો. સં. ૧૯૭૩ નું ચાતુર્માસ તેરા ગામમાં કર્યું. પૂજ્યશ્રીના સદુપદેશથી તેરા સંઘમાં કુસંપ હતો, તે દૂર થયો. ભજમાં શ્રી કહાણસાગરસૂરિ ગુરુ મંદિરની પ્રતિષ્ઠા :
ભૂજ સંઘની વિનંતિથી પૂજ્યશ્રી ભૂજ પધાર્યા. અહીં મહા વદ ૮ ને ગુરુવારે જીર્ણોદ્વાર થયેલા વિશાળ સ્તૂપમંદિર (ગુરુમંદિર)માં પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિજીની ભવ્ય પ્રતિમા બિરાજમાન કરવામાં આવી. આ પ્રસંગે ચારિત્રનાયકશ્રીના ગુરુ તિ શ્રી સ્વરૂપસાગરજી ઉપસ્થિત રહેલા અને પ્રતિષ્ઠાદિ ક્રિયા પણ તેમણે કરાવેલી. ગુરુ પ્રતિમાની પ્રતિષ્ઠા અનેરા ઠાઠથી ઉજવાઈ. આ ગુરુમંદિર ભૂજના રાજમાર્ગ પર આવેલ ભવાળી શેરીમાં આવેલું છે. થોભનું દેરુ” એ નામે પણ આ ગુરુમંદિર ઓળખાય છે. પાલીતાણામાં પ્રતિષ્ઠાઓ :
સં. ૧૯૭૪ માં સુથરી અને સં. ૧૯૭૫ માં ગેધરા ચાતુર્માસ કર્યા. ત્યાર બાદ ભૂજ તાલુકા, ભચાઉ તાલુકામાં વિચરતાં રણ ઊતરી પાલીતાણા પધાર્યા. સં. ૧૯૭૫ના વૈશાખ વદ ૧૧ ને રવિવારના બાબુ ધનપતસિંહની ટૂંકમાં દેવકુલિકાઓમાં જિનબિંબો તથા દાદાશ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. સં. ૧૯૭૬ નું ચાતુર્માસ પાલીતાણું કર્યું. દરમ્યાનમાં મુનિ નીતિસાગરજી, મુનિ દાનસાગરજી અને મુનિ ધર્મ
ગ)S માં શ્રી આર્ય કહ્યાગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org