________________
seedstooftopsisch••••••••••• .. ••deeds.
h
હ તું. તેdessed were
[૧૫]eeded see પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ કરી સંઘે અનેરો લાભ લીધો. ત્યાંથી વિહાર કરી કચ્છના મુકુટમણિ એવા ભદ્રેશ્વર મહાતીર્થની યાત્રા કરી. આ પ્રસંગે અનેક ગામના સંઘે પોતપોતાના ગામમાં ચાતુર્માસ કરવા વિનંતિ કરવા લાગ્યા, પણ છેવટે નવાવાસ (દુર્ગાપુર)ના શાહ પાસુભાઈ વાઘજી, શાહ આસુભાઈ વાઘજી અને શાહ પુનશી આસુ આદિ સંઘના આગેવાન શ્રાવકોના અતિ આગ્રહથી સં. ૧૯૫૧ નું ચોમાસું નવાવાસ રહ્યા. માંડવી શહેરમાં ચાતુર્માસ : - પૂ. ગૌતમસાગરજી મ. સા.ની પ્રેરણાથી સં. ૧૯૫૧ ના મહા સુદ ૫ ના સાધ્વીશ્રી કનકશ્રીજી, સાધ્વીશ્રી રત્નશ્રીજીની દીક્ષા ગોધરા (કચ્છ) માં થઈ. ચિત્ર સુદ ૧૩ ના સાધ્વીશ્રી નિધાનશ્રીજીની દીક્ષા થઈ. સં. ૧૯૫ર નું ચાતુર્માસ માંડવીના ત્રણે સંઘની અતિ આગ્રહભરી વિનંતીથી માંડવીના મેટા ઉપાશ્રયમાં કર્યું. આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીને ધર્મોપદેશ સાંભળવા ખૂબ જ સંખ્યામાં લોકે એકત્રિત થતા. આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેકવિધ તપ–જપ આદિની આરાધનાઓ થયેલી. વિવિધ સ્થળે ચાતુર્માસ અને મુનિવરેની દીક્ષાઓ :
ત્યાર બાદ પૂજ્યશ્રીએ આ પ્રમાણે ચાતુર્માસ ર્યા. સં. ૧૫૩ મુંદ્રા, સં. ૧૯૫૪ નાના આસંબીઆ, સં. ૧૫૫ પાલીતાણા, સં. ૧૯૫૬ પાલીતાણા, સં. ૧૫૭ માંડલ (ગુજરાત), ત્યાર બાદ આબુ આદિ અનેક તીર્થોની યાત્રાઓ કરી. સં. ૧૯૫૮ જામનગર. બાદ હાલારમાં વિચરી ખૂબ જ ધર્મોપદેશ આપ્યો. સં. ૧૫૯ મોટી ખાવડી, સં. ૧૬૦ જખી, સં. ૧૯૯૧ ભૂજ, સં. ૧૬૨ સુથરી, સં. ૧૯૬૩ વરાડીઆ, સં. ૧૯૬૪ ભૂજ, સં૧૯૬૫ માંડલ, સં. ૧૯૬૫ ના વૈશાખ સુદ ૫ ના કચ્છ-કેટરીના નાગજી તેજપાળને અમદાવાદ પાસેના સરખેજ ગામમાં દીક્ષા આપી નીતિસાગરજી નામ રાખી પિતાના શિષ્ય કર્યા. સં. ૧૯૬૬ પાલીતાણું. અમદાવાદમાં દાનસાગરજી, મેહનસાગરજી અને ઉમેદસાગરજીને દીક્ષા આપી. તે તે સંવમાં તે તે સ્થળે ચોમાસા કર્યા. સર્વપ્રથમ વાર મુંબઈમાં પધરામણી : એક સાથે છ દીક્ષાઓ :
અચલગચ્છના સુવિહિત મુનિવરોમાં સર્વ પ્રથમ મુંબઈ પધારનાર પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. સા. હતા. સં. ૧૯૬૭ માં મુંબઈ પધાર્યા અને તે સાલનું ચાતુર્માસ પણ ક. વી. ઓ. જૈન મહાજનના ઘાટકોપર ઉપાશ્રયમાં કર્યું. તેમના સદુપદેશથી મુંબઈમાં શાસન અને ગચ્છની ખૂબ ઉન્નતિ થઈ. પૂજ્યશ્રી વ્યાખ્યાનમાં “ઉત્તરાધ્યયન સૂત્ર” અને “મલયાસુંદરી ચરિત્ર” પર પ્રભાવક પ્રવચન આપતા. સં. ૧૯૬૭ ના મહા
TO મા આર્ય કરયાણા ગૌતમ સ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org