________________
este stedentestestostestestostestostestostestesedtestostestestestostestestosteste sesodeslastestestostadas estasestestostestadestastasestestostestesestodestestestostestes
ભૂજના શ્રી કલ્યાણસાગરસૂરિ સ્તુપ (દાદાવાડી)ને જીર્ણોદ્ધારની પ્રવૃતિ:
ચરિત્રનાયકશ્રી સુથરી તથે આવ્યા. ભૂજથી શાહ માણેકચંદ રંગાજી સાથે જ હતા. ભૂજના દાદાશ્રી કલ્યાણસાગરસૂરિના સ્તૂપના જીર્ણોદ્ધાર માટે ગામેગામ ટીપમાં રકમ લખાવવાનું ચાલુ જ હતું. સુથરી પહોંચ્યા ત્યાં સુધીમાં ૮૫૦ કેરીની રકમ એકત્રિત થયેલી. તે રકમ ભૂજના માણેકચંદભાઈ લઈ ગયા અને ત્યાં સ્તૂપમંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય ચાલુ થયું. સુથરીથી મુનિશ્રી ગૌતમસાગરજી સાંધાણ પધાર્યા. ત્યાં વૈશાખ સુદ ૧૫ ના ત્યાંના રામઈયા ભગતની સુપુત્રી અને કચ્છ કોઠારાના શાહ પત્રામલની વિધવા સેનબાઈને પૂ. ગૌતમસાગરજીએ કહ્યું : “તમે દીક્ષા લે.” ત્યારે સનબાઈએ કહ્યું: ‘મારી અવરથા પચાસ વરસની છે. બીજી કોઈ સાધ્વીની સહાય હોય તે હું દીક્ષા લેવા તૈયાર છું.” ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “તમને સહાય કરવા માટે તમારે યોગ્ય મુમુક્ષુ ઉમરબાઈ છે. તેઓ હાલ સુથરીમાં સાધ્વીશ્રી દયાશ્રીજી પાસે જ્ઞાનાભ્યાસ કરી રહ્યાં છે.” પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા.ના સમુદાયના મુખ્ય સાધ્વી શ્રી શિવશ્રીજી ઇત્યાદિનો દીક્ષા મહોત્સવ :
ચરિત્રનાયકશ્રી પુનઃ સુથરી પધાર્યા. અહીં બંને મુમુક્ષુ બહેનો સેનબાઈ અને ઉમરબાઈ એકબીજાને મળીને આનંદ પામી. ગવરભાઈ તથા બંને મુમુક્ષુ બેનની દીક્ષાનું મુહૂત જેઠ સુદી ૧૦ નું આવ્યું. દીક્ષાની ચર્ચામાં સુથરીના આંગણે લાખબાઈને પણ સાધ્વીશ્રી દયાશ્રીજી પાસે દીક્ષા લેવાની ભાવના જાગી. આમ સુથરીના આંગણે સં. ૧૯૪૯ ના જેઠ સુદ ૧૦ ના એક સાથે ચાર મુમુક્ષુઓએ દીક્ષા લીધી. ગોવરભાઈને
ગુણસાગરજી” નામ આપી ચરિત્રનાયકે પોતાના શિષ્ય ર્યા અને સોનબાઈ તથા ઉમરબાઈને દીક્ષા આપી. તેમનાં “શિવશ્રીજી,” “ઉત્તમશ્રીજી” નામ રાખી પોતાનાં શિષ્યાનું અર્થાત આજ્ઞાવતી સાધ્વીજી તરીકે સ્થાપ્યાં તેમ જ લાખનબાઈને “લફમીશ્રીજી નામ આપી સાદવીશ્રી દયાશ્રીજીના શિષ્યા કર્યા. દીક્ષાના આ મહોત્સવ પ્રસંગે શાહ ડોશાભાઈ ખીયશી કરમણે ધન ખરચી ખૂબ જ લાભ લીધે. સં. ૧૯૫૧નું દુર્ગાપુર (નવાવાસ)માં ચાતુર્માસ:
સં. ૧૯૫૦ નું ચાતુર્માસ નળિયા રહ્યા. સાધ્વીશ્રી દયાશ્રીજી આદિ ચારે ઠાણાએ પણ નળિયામાં ચોમાસું કર્યું. ચાતુર્માસ બાદ પૂજ્યશ્રી ચતુર્વિધ સંઘ સાથે તેરા પધાર્યા. મેટા સામૈયા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અહીં મુનિશ્રી ગુણસાગરજી તથા સાધ્વીશ્રી શિવશ્રીજી અને ઉત્તમશ્રીજીને યોગ કરાવી વડી દીક્ષા આપી. આ
ચી શ્રી આર્ય કયાણાગામ સ્મૃતિગ્રંથ હE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org