SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ dovedeste dosedades de cabelo dedededodesede soos obete sodbe testostetstestostestostestaldestado de dodedesudedeslasedlostestadesesteded પ્રથમ શિષ્યને દીક્ષાની તાલીમ : આ સમયે અચલગચ્છ નાયક શ્રી મુક્તિસાગરસૂરિનાં શિષ્યા સાધ્વી શ્રી દેવશ્રીજીનાં શિષ્યા સાધ્વી શ્રી દયાશ્રીજી સુથરીમાં ચાતુર્માસ હતાં. તેમની પાસે સુથરીના શ્રી ઉભાઈચાભાઈએ (વય ૩૦ ) “પતાને દીક્ષા લેવી છે એવી વાત કરી. આથી દયાશ્રીજીએ પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી ઉપર પત્ર લખી આપે. ઉભાઈયાભાઈ ભૂજ આવ્યા અને મુનિશ્રી ગૌતમસાગરજી પાસે રહી દીક્ષાની તાલીમ લેવા લાગ્યા. સંઘના આંગણે વરસે બાદ સુવિહિત દીક્ષા મહોત્સવ: - ચાતુર્માસ બાદ ભૂજના શ્રેષ્ઠિ શ્રી મૂળચંદ ઓધવજીનાં પત્ની પુત્રીબાઈએ સંઘને કહ્યું: “પૂ. ગૌતમસાગરજી મહારાજ સાહેબ એકલા છે. મુમુક્ષુ ભાઈયાભાઈની દીક્ષા ભૂજના આંગણે થતી હોય તો દીક્ષાના મહોત્સવમાં પાંચસે કેરી આપું.” સંઘને પણ આ વાત ઉપર્યુકત લાગી. મુનિશ્રી ગૌતમસાગરજીએ પણ માંડવી બિરાજતા મુનિશ્રી મયાચંદજીને ભૂજ પધારવા વિનંતી કરી. આથી મુનિશ્રી મયાચંદજી ભૂજ પધાર્યા. | મુનિશ્રી મયાચંદજીએ મુનિશ્રી ગૌતમસાગરજીને કહ્યું: “તમે યોગો દ્વહન કરો અને વડી દીક્ષા સ્વીકારો, તે તમારા સાધુ-સાધ્વી પરિવારને પણ દીક્ષા–વડી દીક્ષા ઈત્યાદિ આપવામાં તમને અનુકૂળતા થશે.' આ રીતે મુનિશ્રી ગૌતમસાગરજીએ યોગદ્વહન શરૂ કર્યા અને માગસર વદ ૧૦ ના વડી દીક્ષા સ્વીકારી. કચ્છની ભૂમિ પર છેલ્લાં કેટલાંયે વસેમાં સુવિહિત મુનિશ્રીની દીક્ષાના મહત્સવને અને જિનાજ્ઞા વિરુદ્ધ વર્તતી ગોરજીઓની સંસ્થા સામે આ પડકાર રૂપ આ વિરલ પ્રસંગ હતે. ઉભાઈયાભાઈનો દીક્ષા મહોત્સવ પણ શાનદાર રીતે ઉજવાયો. ગચ્છના ઉદયનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. મહા સુદ ૧૦ ના મુનિશ્રી મયચંદજીએ ઉભાઈયાભાઈને દીક્ષા આપી, મુનિશ્રી ગૌતમસાગરજીના શિષ્ય કર્યા. ભાવિ અચલગચ્છ નાયકના પ્રથમ શિષ્યનું નામ “મુનિ શ્રી ઉત્તમસાગરજી” રાખવામાં આવ્યું. ગામેગામ ધર્મને પ્રચાર : પૂ. મુનિ શ્રી ગૌતમસાગરજી મ. સા. પોતાના શિષ્ય સાથે વિહાર કરી દેવપુર પધાર્યા. અહીંનાં ઉમરબાઈ મુલાને દીક્ષા લેવાની ભાવના થઈ. ત્યાંથી તેઓશ્રી ચીઆસર પધારતાં ત્યાંના શ્રી ગેલાભાઈ લખુના પુત્ર ગવરભાઈને દીક્ષાની ભાવના જાગી. ગોવર પણુ ગૌતમસાગરજી મ. સા. સાથે ચાલ્યો. રા) ની ગ્રાઆર્ય કરયાણાગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy