________________
Isbadededededoso desbosestede desistabdostoso dostootedastelesedtestosteste detestostestobobobobsbadesestostestesboodledegedestesbastustades
ન થાય. અમારા શિષ્ય બને તે જ સારું થાય અને જે શિષ્ય તરીકે ન રહેવા ઈચ્છતા હો તે એકલા વિચરો.” સંઘના આગેવાન સુશ્રાવકની સલાહ :
આ ઘટના બાદ પૂ. ગૌતમસાગરજી મ. સા. નાના આસંબઆ આવ્યા. અહીંના સંઘના આગેવાન – શ્રી વેરશી નથુ તથા શ્રી ઉમરશી કેશવજીને બધી હકીકત કહીને
એકલ વિહારી” અંગે પૂછયું. જવાબમાં ઉકત શ્રેષ્ઠિઓએ કહ્યું: “આપને ગચ્છ અને ગુરુનું નામ ન લેપવું જોઈએ. ગુરુનું નામ લોપનારને ગુરુદ્રોહી કહ્યા છે. તમે અલગ વિચરશે તે તમે અચલગચ્છનો ઉદ્ધાર કરી શકશે તથા સાધુ-સાધ્વી સમુદાયની વૃદ્ધિ કરી શકશો. સાધુ–સાવીઓની વૃદ્ધિ થતાં ભારતભરના અચલગચ્છના શ્રાવક-શ્રાવિકાઓમાં ધર્મની વૃદ્ધિ થશે.” જન સંઘના પ્રૌઢ આગેવાનોની સલાહને શુભ શુકન માની તેઓ મુંદ્રા આવ્યા. ત્યાં જેન પાઠશાળામાં અભ્યાસ કરતાં અને એકાંતરા ઉપવાસ કરતાં તેઓ થોડો સમય સ્થિર રહ્યા. અન્ય ગચ્છના મુનિશ્રી દ્વારા પ્રશસિત :
- સં. ૧૯૪૮ ના ફાગણ સુદમાં ખરતર ગચ્છના મયાચંદજી વિહાર કરતા કચ્છ પધાર્યા. મુનિ ગૌતમસાગરજીને તપ - કિયાપાત્ર જાણીને તેમને ખૂબ જ અભ્યાસ કરવા જણાવ્યું. મુનિ મયચંદજી માંડવી, સુથરી ઈત્યાદિ થઈ વૈશાખ વદમાં ભૂજ પધાર્યા. ત્યાં તેમણે ભૂજના શ્રાવકો સમક્ષ પૂ. દાદા શ્રી કલ્યાણસાગરસૂરિજી તથા અચલગચ્છના સુવિહિત મુનિ શ્રી ગૌતમસાગરજીના ગુણોની પ્રસંશા કરી. આથી ભુજના સંઘે શા ગોવિંદજી જેરાજ મપારા સાથે ચાતુર્માસ માટે મુનિ શ્રી ગૌતમસાગરજીને વિનતિ પત્ર મોકલ્યો. કચ્છના પાટનગર ભૂજ નગરમાં યાદ મા ચાતુર્માસ :
મુનિ શ્રી ગૌતમસાગરજી મુંદ્રાથી વિહાર કરી માનકૂવા પધાર્યા. અહીં ભૂજના સંઘે જિનાલયમાં પૂજા ભણાવી. સ્વામીવાત્સલ્ય કર્યું. માનકૂવાના પ્રત્યેક ના ઘરે સાકરની લહાણી કરી. ત્યાંથી વિહાર કરી મુનિશ્રી ગૌતમસાગરજી ભૂજ પધાર્યા. વરસો બાદ કચ્છના પાટનગરમાં અચલગચ્છના સુવિહિત મુનિની પધરામણી થતી હોઈ ત્યાંના સંઘે ઉમળકાભેર સામૈયું કર્યું. અચલગચ્છના મોટા ઉપાશ્રયમાં સં. ૧૯૪૯ નું ચોમાસું ભૂજમાં કર્યું. દાદા શ્રી કલ્યાણસાગરસૂરિનો પાટ કે જે સં. ૧૬૫૪ માં પ્રથમ ભારમલજીએ અચલગચ્છ જૈન સંઘને ભેટ આપેલો, તે પાટ પર બિરાજી મુનિશ્રી ગૌતમસાગરજી મધુર ધ્વનિથી વ્યાખ્યાન આપતા.
કરયાણ ગૌતમસ્મૃતિગ્રંથ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org