________________
Gy1
months of death of foods
who hashdoodhood.
2014
આવ્યા. ત્યાંથી પાટણ આવ્યા. પાટણમાં ફફલીઆ પાડામાં આવેલા અચલગચ્છના ઉપાશ્રયમાં પણ રહેલા. તે વર્ષનું ચાતુર્માસ પણ પાટણ કર્યું. ચાતુર્માસ દરમ્યાન અચલગચ્છનાયક વિવેકસાગરસૂરિએ મુનિશ્રી ગૌતમસાગરજીને પત્ર લખેલ. મુનિ શ્રી ગૌતમસાગરજીએ પણ સંતોષજનક પ્રત્યુત્તર લખ્યો. ગુરુ-શિષ્યનું મિલન અને ગુરુના આશીર્વાદ :
ચાતુર્માસ બાદ મુનિ શ્રી ભાઈચંદજી સાથે ચરિત્રનાયક સિદ્ધગિરિ આવ્યા. અહીં યાત્રા કરી એકલા જ કચ્છ આવ્યા અને સં. ૧૯૪૭ ના ફાગણ માસની અમાસના કચ્છ દુર્ગાપુર (નવાવાસ) પહોંચ્યા. સં. ૧૯૪૭ ના વૈશાખમાં પોતાના ગુરુ સ્વરૂપસાગરજીને મળવા નાના આસંબી આ તરફ વિહાર કર્યો અને મોટા આસંબીઓ આવ્યા. પિતાને સંવેગી શિષ્ય પોતાને મળવા આવે છે, એ સમાચાર મળ્યા ત્યારે યતિ સ્વરૂપસાગરજી સ્વયં જ નાના આસંબીઆથી વિહાર કરી મોટા આસંબીઓ આવ્યા.
દીર્ઘ સમય બાદ ગુરુ-શિષ્યનું મિલન થતાં બંનેનાં નેત્રો હર્ષાશ્રુથી છલકાઈ ગયાં. પિતાના શિષ્યને સંવિજ્ઞ મુનિ તરીકે જોઈ સ્વરૂપસાગરજી ખૂબ જ હર્ષિત થયા. મુનિ ગૌતમસાગરજીએ કહ્યું : “પૂજ્ય ! આપ અંશે ખેદ મા કરશે. મેં ગુરુ તરીકે આપનું નામ અને ગ૭ તરીકે અચલગચ્છનું નામ રાખ્યું જ છે.” - ગુરુદેવે મુનિશ્રી ગૌતમસાગરજીની પીઠ થાબડી અને વધારામાં કહ્યું: “તમે ચારિત્રમાં સફળતા મેળવજો.” સ્વરૂપસાગરજી પણ શાંત પ્રકૃતિવાળા, દયાળુ અને ભવભીરુ મહાત્મા હતા. પોતાના શિષ્ય ગૌતમસાગરજીને સંવેગી સાધુજીવનમાં અંશે પણ વિન પાડ્યું નહીં. સવેગી મુનિ તરીકે કરછમાં પ્રથમ ચાતુર્માસ :
પૂ. મુનિશ્રી ગૌતમસાગરજીએ સં. ૧૯૪૮ નું ચાતુર્માસ કોડાયમાં કર્યું. આ ચાતુર્માસમાં ખૂબ જ સુંદર વિદ્યાભ્યાસ કર્યો તથા એકાંતરા ઉપવાસ કર્યા. ચોમાસા બાદ તેમણે સુથરીની યાત્રા કરી. પાર્ધચંદ્રગથ્વીય મુનિશ્રી કુશલચંદ્રજી પણ કચ્છ આવ્યા છે, એ સાંભળી ચરિત્રનાયક તેમને બીદડામાં મળ્યા ત્યારે કુશલચંદ્રજીએ પૂછયું : “શું તમે અમારી સાથે રહેશે ?” ત્યારે પૂ. ગૌતમસાગરજીએ કહ્યું : “હું તમારી આજ્ઞા પ્રમાણે તમારી સાથે વિચરીશ; અને જ્યાં સુધી તમારી સાથે વિચરીશ, ત્યાં સુધી તમારી ક્રિયા કરીશ; અને કોઈ પણ પ્રસંગે અલગ વિચરીશ, ત્યારે હું અચલગચ્છની સમાચારી પ્રમાણે ક્રિયા કરીશ.” ત્યારે કુશલચંદ્રજીએ કહ્યું: “આ રીતે
હમ શીઆર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org