________________
ooooooooooooooooobsubsbe stoboosboycereasesbrowship.tcgsssb exposes [૧૭] પગરખાં ન પહેરવાં, એક વખત ભોજન કરવું, ભૂમિ પર શયન કરવું ઈત્યાદિ અભિગ્રહો લીધા અને ખૂબ સુંદર જીવન જીવવા લાગ્યા. આ વખતે અન્ય ગચ્છના સાધુઓ તેમને પોતાનો શિષ્ય કરવા અનેક પ્રયત્નો કરતા પણ ગૌતમસાગરજી પોતાના મનમાં દેવસાગરજી – સ્વરૂપસાગરજીના ઉપકારોને કદી પણ ભૂલતા નહિ.
સં. ૧૯૪૬ નું ચાતુર્માસ બીદડા ગામમાં કર્યું. ત્યારે ગૌતમસાગરજીએ વિચાર્યું કે યતિનો માર્ગ–ગોરજીનો માર્ગ ન યોગીને અને ન ભેગીનો છે; તે અસત્ય માર્ગ છે. તેમના ગુરુને તેમના પર ખૂબ જ મહ હતો. સ્વરૂપસાગરજી સુથરી તરફ ગયા, ત્યારે ગૌતમસાગરજી માંડવી બંદરેથી આગબેટથી જામનગર ગયા. ત્યાં તીર્થયાત્રા કરી પાછા કરછ આવ્યા અને સ્વરૂપસાગરજીનાં દર્શન કરી બીદડા આવ્યા. યતિપણાના પરિગ્રહથી મુક્તિ :
- હવે તેઓ સંવેગી દીક્ષા લેવા થનગની રહ્યા હતા. પોતાની પાસે રહેલ પરિગ્રહ તેમને હૈયામાં ખૂંચવા લાગ્યો. અંતે પિતાની પાસે રહેલી પિશાળનો બધો કબજે અને પટારાની ચાવીઓ ઈત્યાદિ પોતાના ગુરુભાઈ લાલજીને આપી, પરિગ્રહથી મુક્ત થયા. ત્યાંથી દુર્ગાપુર થઈ ગોધરાના ઋષભદેવ કેસરીઆજીની યાત્રા કરી અને એક કેરીની કેસર ચડાવી. ત્યાંથી પાછા દુર્ગાપુર આવી શ્રેષ્ઠિ શ્રી આસુભાઈ વાઘજી પાસેથી પાત્રોની જોડી લીધી. સ્થાપનાજી ઈત્યાદિ પોતાનાં – સાધુનાં ઉપકરણે લીધાં. માંડવી બંદરથી આગબોટમાં બેસી વેરાવળ-પ્રભાસ પાટણ અને શત્રુંજય તીર્થની યાત્રાઓ કરી. ત્યાંથી માંડલ આવ્યા. અહીં અચલગચ્છના ઉપાશ્રયમાં ઊતર્યા. ત્યાં કેટલાક દિવસ સ્થિરતા કરી. પોતાની જન્મભૂમિ પાલી (રાજસ્થાન)માં કિયોદ્ધા :
સં. ૧૯૪૬ ના ફાગણ સુદ ૮ ના પાલી આવ્યા. અહીં પાર્ધચંદ્રગથ્વીય મુનિ ભાઈચંદજીએ અલ્પ સમય પહેલાં જ ક્રિોદ્ધાર કર્યો હતો. તેમની સાથે ગૌતમસાગરજીએ પિતાને ક્રિોદ્ધાર કરવો છે એવો પ્રસ્તાવ મૂક્યો. ગચ્છ અને ગુરુનું નામ બદલાવવા તેમના પર ઠીક ઠીક દબાણ કરવામાં આવ્યું, પણ તેઓ મકકમ રહ્યા. અંતે મુનિશ્રી ભાઈચંદજીએ ક્રિોદ્ધાર કરાવવા હા પાડતાં, સં. ૧૯૪૬ ના ફાગણ સુદ ૧૧ ના ગૌતમસાગરજીએ પોતાની જ જન્મભૂમિ પાલી શહેરમાં નવલખ પાર્શ્વનાથ પ્રભુના બાવન જિનાલય મંદિરમાં નાણ સમક્ષ કિયોદ્ધાર કર્યો અને પોતાના ગચ્છ અને ગુરુના નામથી વાસક્ષેપ નંખાવ્યો. ત્યારથી તેઓ સંવેગી મુનિ ગૌતમસાગરજી” બન્યા. મુનિશ્રી ગૌતમસાગરજીએ આ બધી હકીકત પોતાના ગુરુદેવ શ્રી સ્વરૂપસાગરજીને લખી. ત્યાંથી વિહાર કરતાં મુનિ શ્રી ગૌતમસાગરજી મુનિ શ્રી ભાઈચંદજી સાથે પાલનપુર
ની શઆર્ય ક યાણગૌતમ સ્મૃતિગ્રંથહDS,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org