________________
T9X
besteshdestastasestuestosteste destestasto desteste destesteste testes sestestestitate
daccessed sestdestedet testochasteded stesso de
ઉપદ્રવને શાંત કરવા તેમણે (કચ્છ) ગોધરાના શ્રી ઋષભદેવ કેસરીઆજી ( હાલ મૂળનાયક)નું સ્મરણ કર્યું. આ માનતા ફળી પણ ખરી અને ઉપદ્રવ શાંત થયો. જાણે ને જન્મ પ્રાપ્ત કર્યો હોય એ રીતે સૌ આનંદિત થયા. અઠ્ઠાવીસમા દિવસે સૌ યતિઓ કચ્છના માંડવી બંદરે આવ્યા અને સૌ પોતપોતાની પિશાળ–સ્થાનમાં ગયા. સ્વરૂપસાગરજી પણ શિષ્ય સાથે ગોધરાના ઋષભદેવ દાદાનાં દર્શન કરી નાના આસંબીઆ આવ્યા. સં. ૧૨-૩૦ નાં આ બંને ચાતુર્માસે સાંધાણમાં કર્યા. ચોમાસામાં કલ્યાણજી ખૂબ જ બીમાર થયો, પણ ગચ્છાધિષ્ઠાયિકા મહાકાળીની માનતાથી પાછો સ્વસ્થ થયો.
સં. ૧૯૩૧ માં ભુજપુર, સં. ૧૯૩૨ માં કેપ્યારા, સં. ૧૯૩૩ માં ગેધરા (કચ્છ) આ રીતે ચાતુર્માસ કર્યા. સં. ૧૯૪૦ ના બાડાના ચાતુર્માસ દરમ્યાન સ્વરૂપસાગરજીને સાત વરસને બીજો એક શિષ્ય જેનું નામ લાલજી હતું, તે માંદો પડ્યો; પણ ગચ્છાધિષ્ઠાયિકાની માનતાથી સ્વસ્થ થયે. ગૌતમસાગરજીની યતિ દીક્ષા અને આત્મમંથન :
હવે માનતા ઉતારવાની ઈચ્છાથી સ્વરૂપસાગરજીએ પોતાના શિષ્યો સાથે પાવાગઢની યાત્રા કરી. ત્યાંથી મુંબઈ ગયા. ત્યાં ગચ્છનાયક વિવેકસાગરસૂરિએ સ્વરૂપસાગરજીને કહ્યું: “આ તમારા શિષ્ય જ્ઞાનચંદને હવે દીક્ષા આપ.” જ્ઞાનચંદની ઈચ્છા થતાં તેની ચતિદીક્ષા સં. ૧૯૪૦ ના વૈશાખ સુદ ૧૧ ના મુંબઈના માહીમ ઉપનગરમાં થઈ જ્ઞાનચંદનું નામ “ગૌતમસાગરજી” રાખવામાં આવ્યું. ગૌતમસાગરજીએ દીક્ષા વખતે રાત્રિભેજન અને કંદમૂળ ત્યાગ એવી પ્રતિજ્ઞાઓ સ્વીકારી. તે વખતે યતિઓ, ગોરજીએ રાત્રિભજન કે કંદમૂળ ભક્ષણની પ્રવૃત્તિ કરતા હશે. દીક્ષા બાદ ગૌતમસાગરજીનું મન સંવેગી દીક્ષા લેવા ઉત્સુક હતું. પોતાના ગુરુ સ્વરૂપસાગરજીના મુખેથી વ્યાખ્યાને સાંભળતાં ગૌતમસાગરજી જન ધર્મનું અને સર્વવિરતિ (દીક્ષા)નું સ્વરૂપ સમજ્યા અને ગુરુ સાથે દરેક સ્થળે ધર્મોપદેશ આપવા લાગ્યા. સં. ૧૯૪૧ નું ચાતુર્માસ દેવપુર થયું. ત્યાં ગૌતમસાગરજીની ત્યાગ રૂપ મનવૃત્તિ જાણ સંઘમાં હર્ષ થયો. સં. ૧૯૪૨ નું ચાતુર્માસ મુંદ્રા નગરમાં ગૌતમસાગરજીએ એકાકીપણે કર્યું. ત્યાર બાદ શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ પણ કરી. ત્યાગી બનવા થનગનતા કી ગૌતમસાગરજીઃ
સં. ૧૯૪૩ માં ગોધરામાં અને સં. ૧૯૪૪-૪૫ માં શેરડી ચોમાસા કર્યા. ત્યાર બાદ પુનઃ શત્રુંજય તીર્થની નવાણું યાત્રા કરી. તેઓ પાછા કચ્છ આવ્યા, ત્યારે
)S માં શ્રી આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org