________________
dessfees sessessingsssssssssssssssessed
T
આપણે આગળ જોયું કે મહાપાધ્યાય રત્નસાગરજીની પરંપરામાં યતિ દેવસાગરજી, યતિ સ્વરૂપસાગરજી થયા. તેમણે પાલી (મારવાડ)થી શ્રીમાળી બ્રાહ્મણના પુત્ર ગુલાબમલને જ્ઞાનચંદ્ર તરીકે પોતાની પાસે રાખે, એ પણ આપણે જોઈ ગયા. યતિથી દેવસાગરજીને કાળધર્મ :
ભક્ટ્રિક સ્વભાવી યતિશ્રી દેવસાગરજી પાસે તેરાના યતિ તારાચંદ શિષ્યોની માંગણી કરી. ત્યારે દેવસાગરજીએ સં. ૧૯૨૭ નું ચાતુર્માસ ઊતરતાં પુનઃ મારવાડ જવાનું નકકી કર્યું. પાવાગઢની યાત્રા કરી દેવસાગરજી પાલનપુર પહોંચ્યા, પણ બીમાર થતાં કારતક સુદ ૧૩ ના કાળધર્મ પામ્યા. આ વખતે સ્વરૂપસાગરજી પોતાના બન્ને શિષ્યો સાથે કાકાગુરુ ફેમસાગરજી પાસે સાભરાઈની પિશાળમાં હતા. ગુરુના આકસ્મિક અવસાનથી તેમને ખૂબજ દુઃખ લાગ્યું.
યતિ દેવસાગરજી પ્રત્યે નાના આસંબીઆ સંઘ ખૂબજ માન રાખતો. પ્રયાણ વખતે દેવસાગરજીએ પિતાના શિષ્ય-પ્રશિષ્ય સાચવવા સંઘના વ્રતધારી શ્રાવક નથુ ખીંઅરાજ તથા ગેલા દેશર વગેરે આગેવાનોને ભલામણ કરેલી. સંઘના આગ્રહથી સ્વરૂપસાગરજી પોતાના શિષ્યોને લઈ નાના આસંબી આવ્યા. અહીં સંઘ તેમનું સારી રીતે બહુ ભાવથી લાલન-પાલન કરવા લાગ્યો. જ્ઞાનચંદ સ્વભાવથી શાંત અને આરાધક આત્મા હતા. તેમણે ગુરુની પ્રીતિ ખૂબ પ્રાપ્ત કરી. સં. ૧૯૨૮ સુધી સ્વરૂપસાગરજી શિષ્યો સાથે ભૂજ અને નાના આસંબઆ રહ્યા. દરમ્યાનમાં ગચ્છનાયક શ્રી રત્નસાગરસૂરિ સં. ૧૯૨૮ ના શ્રાવણ સુદ ૨ ના સુથરીમાં સ્વર્ગવાસ પામ્યા. તેમના શિષ્ય વેલજીભાઈએ દીક્ષા લીધી. ત્યાર બાદ માંડવીમાં ગચ્છનાયકપદ પ્રાપ્ત થતાં તેઓ વિવેકસાગરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. ગોધરા (કચ્છ)ના શ્રી કેસરીઆજ દાદાની માનતા ફળી :
વિવેકસાગરસૂરિના માગસર સુદ ૫ ના પાટ મહત્સવ પ્રસંગે સ્વરૂપસાગરજી શિષ્ય સાથે માંડવી આવ્યા. આ બધા યતિઓને આગ્રહ કરતાં, તેઓ વિવેકસાગરસૂરિ સાથે સૌ શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા. ત્યાંથી સૌ પાવાગઢ ગયા અને ત્યાંથી સૌ મુંબઈ ગયા. સ યતિઓ સાથે સ્વરૂપસાગરજી તથા જ્ઞાનચંદ (ગૌતમસાગર) પણ સાથે હતા. વિવેકસાગરસૂરિનું મુંબઈ ચાતુર્માસ નક્કી થતાં ઘણખરા યતિએ વહાણ માગે સં. ૧૯૨૯ ના વૈશાખ માસમાં કચ્છ પાછા આવ્યા. રસ્તામાં સમુદ્રમાં તોફાન જાગ્યું. વહાણું જાણે હમણું જ ભાંગી પડશે, એ રીતે મેજાં વહાણ સાથે અથડાવા લાગ્યાં! આ વખતે સ્વરૂપસાગરજી પણ જ્ઞાનચંદ અને કલ્યાણજી સાથે એ જ વહાણમાં હતા. સમુદ્રના
આ શ્રી આર્ય કહ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org