SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૮] હહહહહહહહ હહહ . ..વાહહહહહહ.. hss seeds) કચ્છમાં જિનાલનું નિર્માણ અને પ્રતિષ્ઠાનાં કાર્યો : - શ્રી રત્નસાગરસૂરિના સમયમાં કચ્છ અબડાસાનાં શહેરો અને ગામડાઓમાં તથા મોખા, વડસર, કાંડાગરા, બાઈ, બાંડીઆ, ડુમરા, કેડાય, ચીઆસર, કાટડી મહાદેવપુરી, પત્રી ઈત્યાદિ ગામમાં જિનાલયે બંધાયાં. આ જિનાલમાં તથા તીર્થોની દેવકુલિકાઓમાં સં. ૧૯૨૧ માં પાલીતાણામાં થયેલ અંજનશલાકાનાં પ્રતિમાજીએ બિરાજીત કરવામાં આવ્યાં છે. માનકૂવા, મંજલ (નખત્રાણા), નાગલપુર, બીદડા, લાલવાડી, ભાતબજાર, ઘાટકોપર, ઉપરીઆળા, મૂછાળા મહાવીર આદિ જિનાલયોમાં પણ ઉકત પ્રતિમાજીઓ બિરાજીત છે. ઉપરોકત જિનાલયોની હકીકતથી એ નકકી થાય છે કે તે વખતે અચલગચ્છના શ્રાવક શ્રીમંત હતા. આ જિનાલયો સાથે કચ્છના પ્રત્યેક ગામડાઓમાં એક, બે અને ક્યાંક કયાંક ત્રણ પણ ઉપાશ્રયો છે. ૭૩. શ્રી વિવેકસાગરસૂરિ : કચ્છ – નાના આસંબીઆના વિશા ઓશવાળ શાહ ટોકરશીનાં પત્ની કુંતાબાઈની કુક્ષિથી સં. ૧૯૧૧માં વેલજીભાઈને જન્મ થયો હતો. તેઓ બાળવયથી રત્નસાગરસૂરિ સાથે રહ્યા હતા. સં. ૧૯૨૮માં રત્નસાગરસૂરિ કાળ કરતાં ચતિદીક્ષા લીધી. બાદ કચ્છ માંડવીમાં જ આચાર્ય અને ગચ્છનાયક પદ પામ્યા હતા. સં. ૧૯૪૮ ના ફાગણ સુદ ૩ ના ગુરુવારે મુંબઈમાં જ કાળધર્મ પામ્યા હતા. તેમણે યતિ સમુદાય સાથે સિદ્ધગિરિ–પાવાગઢની યાત્રા કરી હતી. ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા હતા. યતિ-સમુદાય વહાણ માર્ગે કચ્છ ગ. સં. ૧૯૨૮ માં અનંતનાથ જિનાલયમાં ચાતુર્માસ રહ્યા. સં. ૧૯૩૨ માં કેસરીઆઇની સંઘ સાથે યાત્રા કરી તેમને યતિ સમુદાય વાહન–વહાણ ઇત્યાદિ સાધનોનો મુસાફરીમાં ઉપયોગ કરતો હતો. સં. ૧૯૩૪ માં તેમની નિશ્રામાં ઉનડોઠની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૯૩૯ માં જામનગરમાં ચાતુર્માસ રહેલા. તે વખતે તેમના વ્યાખ્યાનમાં જામ વિભાજી પણ આવતા. સં. ૧૯૪૦ થી ૧૯૪૮ સુધી તેઓ મુંબઈમાં રહ્યા. સં. ૧૯૪૮ ના માગસરમાં ભીમજી શામજીએ કેસરીઆજીનો સંઘ કાઢેલ. ત્યાર બાદ તેઓ ઝામરાની બીમારીમાં પટકાયા. જિનેન્દ્રસાગર સમેત યતિઓએ સારી સુશ્રષા કરી. આ જીવલેણ બીમારીમાં જ તેઓ સ્વર્ગવાસ પામ્યા. કોડાય (કચ્છ) નો જૈન જ્ઞાન ભંડાર : વિવેકસાગરસૂરિના સમયમાં વિશા ઓશવાળ હેમરાજ ભીમશીએ કેડાયમાં (કચ્છ) માં સં. ૧૯૩૦ માં સદાગમ પ્રવૃતિ શરૂ કરી. સં. ૧૯૩૨ માં તેમણે ફંડ કરાવી વિશાળ જ્ઞાનભંડાર તૈયાર કરાવ્યો. અનેક પ્રાચીન ગ્રંથને સંગ્રહ પણ કરવામાં આવ્યો. ના વ શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ, A 4 - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy