________________
.......
- d.......del.ible
viewists.vtvised sa
l t.best solosses ••••••••••••••••••••••
જિનાલયો અને દેવકુલિકાએ બંધાવી. જાણે એક મોટો પહાડ ઊભો કરાયો ન હોય, એવી ઘટ્ટ બાંધણીનું આ જિનાલય સમગ્ર કચ્છમાં વિશાળતા, ભવ્યતામાં પ્રથમ નંબરે છે. આ તીર્થ રૂપ જિનાલય અબડાસા – સુથરીની પંચતીથી માં ગણાય છે.
કોઠારાની પ્રતિષ્ઠા વખતે શ્રેષ્ઠિ કેશવજી નાયકે સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરેલી. તે વખતે જ ગિરિરાજ પર બે ટૂકો અને ગામમાં કોટ બહાર ઘર્મશાળા કરવા મનોરથ જાગતાં તે માટે તે તે સ્થળે જમીન લઈ ખાતમુહૂર્ત કર્યું હતું. મકરાણાથી સુંદર આરસ મંગાવી હજારો જિન પ્રતિમાજીઓ તૈયાર કરાવી. અન્ય શ્રેષ્ઠિઓએ પણ જિનબિંબો ભરાવ્યાં. પાલીતાણામાં આ પ્રસંગે બાર દિવસનો ભવ્ય મહોત્સવ ઉજવાયો. સં. ૧૯૨૧, મહા સુદ ૭ ને ગુરુવારે એક ઘટી ચોવીસ પળે સાતેક હજાર જિનબિંબને શ્રી રત્નસાગરસૂરિએ સેનાના અમીથી અંજન કરી પ્રાણપ્રતિષ્ઠા કરી. મહા સુદ ૧૩ ને બુધવારે “નરશી કેશવજી” નામથી શત્રુંજય તીર્થ ઉપર બંધાયેલ ટૂંકમાં શ્રી અભિનંદન સ્વામી આદિ જિનબિંબને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં તથા પાલીતાણામાં કેશવજી નાયક ધર્મશાળામાં પણ જિનાલયમાં ઋષભાનન, ચંદ્રાનન, વિદ્ધમાન અને વારિણ – આ ચાર શાશ્વતા ચતુર્મુખ જિનબિંબની પ્રતિષ્ઠા કરવામાં આવી. સં. ૧૯૨૮ માં એ જ તીર્થ ઉપર વાઘણપોળ પાસે શ્રી અનંતનાથ ટૂંક બંધાવી પ્રતિષ્ઠા કરવામાં આવી. આ ટૂંક “કેશવજી નાયક’ની ટૂંક તરીકે પણ પ્રસિદ્ધ છે. કેશવજી શેઠે અંજન શલાકામાં ૧૫ લાખ રૂપિયા ખર્ચા. આ પ્રસંગની સ્મૃતિ માટે તેમણે આણંદજી કલ્યાણજી પેઢીમાં એક લાખ રૂપિયા સાધારણ ખાતામાં ભરી સૌને આશ્ચર્યચક્તિ કરી દીધા. મહા વદ ૧ ના કેશવજી શેઠને સંઘપતિની માળ પહેરાવી તિલક કરવામાં આવ્યું.
સંઘ સહિત કેશવજી નાયકે ગિરનાર મહાતીર્થના જીર્ણોદ્ધારની આવશ્યકતા હોઈ રૂ. ૪૫,૦૦૦ ના ખર્ચે તે કામ પૂરું કરાવી આપ્યું. કેસરીઆજી તીર્થન સંઘ કાઢયો. સમેતશિખરજીમાં બે દેવકુલિકા અને જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરાવી. તેમણે વાલકેશ્વરમાં પિતાના બંગલા પાસે જિનમંદિર બંધાવ્યું. મોટી ખાવડી તથા જશાપુરમાં જિનાલયઉપાશ્રય બંધાવ્યું. અચલગચ્છીય શ્રાવક શ્રેષ્ઠિશ્રી ભીમશી માણેકે જન સાહિત્યના મુદ્રણમાં ખૂબ જ પ્રયત્નો કર્યા. તેમાં કેશવજી નાયકે તેમને આર્થિક રીતે ખૂબ જ સહાયતા કરી. કેશવજી શેઠનાં પત્ની વીરબાઈનાં નામથી વીરબાઈ પાઠશાળા, જ્ઞાનભંડાર, વીરજિન-જિનાલય આદિ બંધાયાં. કેશવજી શેઠના પુત્ર નરશીભાઈ એ પણ ધર્મોન્નતિમાં ઘણું ધન ખર્યું.
શ્રી શ્રી આર્ય કયાણ ગોતમ સ્મૃતિગ્રંથ કઈE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org