________________
abs.bhaibabasa babat
behchal[૧૯૫] સ. ૧૯૮૭ માં પારેાલામાં તેમણે શાંતિનાથ પ્રભુનુ જિનાલય બંધાવ્યુ. ઉદેપુરમાં શીતલનાથ જિનાલય, સ. ૧૯૧૮ માં ળિયામાં અષ્ટાપદજીનુ ભગ્ય જિનાલય બંધાવ્યું. અમરાવતી, શિરપુર અને કુમઠામાં પણ જિનાલય-ધર્મશાળા ઇત્યાદિ બંધાવ્યાં. શેઠ નરશી નાથા દશા ઓશવાળ જ્ઞાતિમાં ‘જ્ઞાતિ શિરામણ' તરીકે કીર્તિ પામ્યા છે. શ્રી જીવરાજ રતનશીનાં ધમ કાર્યો :
સં. ૧૯૦૫ ના મહા સુદ ૫ નારાજ શેઠ જીવરાજ રતનશીએ કચ્છજખૌમાં શ્રી મહાવીર પ્રભુનુ વિશાળ જિનાલય બંધાવ્યું. તેની પ્રતિષ્ઠા પણ મુક્તિસાગરસૂરિની નિશ્રામાં કરવામાં આવી. જખૌના વિશાળ વડાના જિનાલયેાના સમૂહને જીવરાજ શ્રેષ્ઠિના પેાતાના પિતાના નામથી ‘રત્ન ટૂંક' કહેવાય છે. અબડાસાની સુથરી પંચતીથી માં આ ‘રત્ન ટૂંક' જખૌ – તીની ગણના થાય છે. જીવરાજ શેઠે કચ્છ અંજારમાં પણ સ. ૧૯૨૧ માં સુપાર્શ્વનાથ જિનાલય બંધાવ્યુ.. જામનગરમાં વિશાળ જમીન ખરીદી અજિતનાથ જિનાલય અને ઉપાશ્રય ધાવ્યાં. તે હાલ જીવરાજ રતનશીના વંડા તરીકે ઓળખાય છે.
કચ્છનુ' ગૌરવવંતું સુથરી તીથ :
મુકિતસાગરસૂરિના સમયમાં સુથરી તીર્થ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું. સં. ૧૮૯૬ માં ધૃતકલ્લાલ પાર્શ્વનાથના કાગૃહ મ ંદિર પાસે શિખરબંધ જિનાલય આંધવામાં આવ્યું અને વૈશાખ સુદ ૮ ના પ્રતિષ્ઠા કરવામાં આવી. સાવરકુંડલા, ભાવનગરમાં અચલગચ્છીય જિનાલયા :
સ. ૧૯૦૯ અચલગચ્છીય શેઠ કુટુંબના વાણુ પ્રેમજીના વશોએ સાવ૨કુંડલામાં અચલગચ્છ જિનાલય બંધાવ્યું. અચલગચ્છીય મુનિ ભાવસાગરજીના ઉપદેશથી સ. ૧૮૫૦ આસપાસમાં ભાવનગરમાં ગેાડી પાર્શ્વનાથ જિનાલય, ઉપાશ્રય અને જ્ઞાનભ'ડાર ખાંધવામાં આવ્યાં.
કચ્છનાં અનેક ગામેમાં જિનાલય-નિર્માણ :
આ જ અરસામાં કચ્છ ભુજપુરમાં અચલગચ્છીય શ્રેષ્ઠિ ચાંપશી ભીમશીએ સ. ૧૮૯૭ માં ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. તેની પ્રતિષ્ઠા ફાગણ સુદ ૩ના અચલગચ્છાધિપતિ શ્રી મુકિતસાગરસૂરિની નિશ્રામાં કરવામાં આવી. એ જ વરસેામાં નાના આસ ́બીઆ, મેાટા આસ.બીઆ, બાયડ, કુંદરાડી, વિંઝાણુ, તેરા, આધાઈ, વડાલામાં પણ શિખરબંધ જિનાલયેા બંધાયાં અને તેમની પ્રતિષ્ઠા થઈ. આ વખતમાં કચ્છ અચલગચ્છનુ મુખ્ય કેન્દ્ર બન્યું હતું. ગુજરાત, મારવાડ તરફ અચલગચ્છીય શ્રમણાના વિહાર અલ્પ હતા.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org