________________
sestustestustest sestudados estadostostostestata dodanuteste stedededededos dedoso destestoste de doctodestosteste deste de desto stoso desde
૭૧. શ્રી મુક્તિસાગરસૂરિ :
માળવા દેશની ઉજૈની નગરીના ઓશવાળ શાહ ખીમચંદનાં પત્ની ઉમેદબાઈ એ સં. ૧૮૫૭માં મેતીચંદને જન્મ આપ્યો હતો. મોતીચંદને સં. ૧૮૬૭ ના વૈશાખ સુદ ૩ ના દીક્ષા અને સં. ૧૮૯૨, વૈશાખ સુદ ૧૨ ના પાટણમાં આચાર્યપદ સાથે ગચ્છનાયક પદ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠિ નથુ ગોકુળજીએ મહોત્સવ કર્યો હતે. ત્યાર બાદ તેઓ મુક્તિસાગરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા હતા. જિનબિંબની અંજનશલાકા અને પ્રતિષ્ઠા:
મુક્તિસાગરસૂરિ સં. ૧૮૯૩ માં પાલીતાણા પધાર્યા. અહીં તેમના ઉપદેશથી શ્રેષ્ઠિ ખીમચંદ મેતીચંદે શત્રુંજય તીર્થ ઉપર ટૂંક બંધાવી તથા મુક્તિસાગરસૂરિના હાથે સાત સે જિનબિંબની અંજનશલાકા સહ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યાંથી વિહાર કરતાં તેઓ નળિયા (કચ્છ) પધાર્યા. અહીં નાગડા ગોત્રીય દશા ઓશવાળ જ્ઞાતિના શ્રેષ્ઠિ શ્રી નરશી નાથા રહેતા હતા. આ શ્રેષ્ઠિએ નળિયામાં શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનું વિશાળ શિખરબંધ જિનાલય બંધાવ્યું. સં. ૧૮૯૭ના મહા સુદ ૫ ના સૂરિજીની નિશ્રામાં ઉક્ત જિનાલયમાં જિન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. શેઠ નરશી નાથાએ સમસ્ત લઘુ વૃદ્ધ ઓશવાળ જ્ઞાતિમાં ઘર દીઠ સાકર ભરેલી એક થાળી તથા એક રૂપિયાની પ્રભાવના કરી. તેમણે બે મેળાએ કરી બાવન ગામના મહાજનેને જમાડયા. શ્રી નરશી નાથાનાં ધર્મકાર્યો:
- શેઠ નરશી નાથાએ શત્રુંજય તીર્થ પર ભવ્ય ટૂંક બંધાવી. તેમાં ચરિત્રનાયકની નિશ્રામાં ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. નળિયા તથા સુથરીના જિનાલયોમાં રૂપાનાં કમાડો ચઢાવ્યાં. મુંબઈમાં ખારેક બજારમાં આવેલ શ્રી અનંતનાથ પ્રભુના જિનાલયના વિકાસમાં શેઠ નરશી નાથાની ભાવનાઓ ભરાયેલી પડી છે. સં. ૧૮૯૦ ને શ્રાવણ સુદ ૯ના અનંતનાથ જિનાલયની પ્રતિષ્ઠા મુક્તિસાગરસૂરિની નિશ્રામાં કરવામાં આવી. તે વખતે ચરિત્રનાયક સૂરિપદ ધારક ન હતા. શ્રમિઠ નરશી નાથાએ માંડવીમાં ધર્મશાળા અને જિનાલય બંધાવ્યાં. પાલીતાણામાં ઉક્ત શ્રેષ્ઠિની સ્મૃતિમાં વીરજી શેઠે “નરશી નાથા ધર્મશાળા બંધાવી. આ ધર્મશાળામાં ચંદ્રપ્રભુ જિનાલય પણ બાંધવામાં આવ્યું. શેઠ શ્રી નરશી નાથાએ પાલીતાણામાં ગેડી પાર્શ્વનાથ જિનાલય સામેના અચલગચ્છીય ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો.
તેમના વંશજ હરભમ શેઠે નરશી નાથાની જેમ ધર્મકાર્યોમાં વિપુલ ધન ખર્ચી.
ગાય છે તેમાં શ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ
GSEB
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org