________________
verb spotted sessionidosophie booksbp.bp.b.edsMeshodbesides these [૧૩] ગોરજીના સ્વાંગ ધરી રહ્યા હતા. કચ્છની સેંકડો પોષાળામાં સ્થિરવાસ કરી તેઓ લૌકિક પ્રવૃત્તિઓમાં પડી ગયા હતા. ગુજરાતમાં અચલગચ્છીય જિનાલયે – ઉપાશ્રયો ઇત્યાદિ :
કીતિસાગરસૂરિના વખતમાં અમદાવાદના શેખપાડામાં અચલગચ્છીય શ્રાવકેએ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું. અમદાવાદની રતનપોળમાં આવેલું શાંતિનાથ જિનાલય પણ અચલગચ્છીય શ્રાવકોએ બંધાવ્યું છે. ગુજરાતમાં માંડલ પણ અચલગચ્છનું કેન્દ્ર હતું અને હાલ પણ છે. ત્યાં અચલગચ્છીય સાધુઓનો ઉપાશ્રય કીર્તિસાગરસૂરિના ઉપદેશથી બંધાયેલ છે. દ૯. શ્રી પુણ્યસાગરસૂરિ
વડોદરાના પ્રાગ્વાટ શાહ રામસીનાં પતિન મીઠીબાઈની કુક્ષિએ સં. ૧૮૧૭ માં પાનાચંદનો જન્મ થયો હતો. સં. ૧૮૨૪ માં પાનાચંદ કીર્તિ સાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા અને સં. ૧૮૩૩ માં કચ્છ-ભુજપુરમાં દીક્ષા લીધી. નામ “પુણ્યસાગર રાખવામાં આવ્યું. સં. ૧૮૪૩ માં કીર્તિસાગરસૂરિ કાળધર્મ પામતાં સુરતમાં જ તેઓ સૂરિ અને ગણેશપદ ધારક બન્યા. આ પ્રસંગે લાલચંદે દ્રવ્ય ખરચી મહોત્સવ કર્યો. સં. ૧૮૭૦ માં કારતક સુદ ૧૩ ના પાટણમાં તેઓ કાળધર્મ પામ્યા.
પુણ્યસાગરસૂરિ કૃત સ્તવને અને પ્રતિષ્ઠા લેખો પ્રાપ્ત થાય છે. ૭૦. શ્રી રાજેન્દ્રસાગરસૂરિ :
તેઓશ્રી અંગે વિશેષ માહિતી ઉપલબ્ધ બની શકી નથી. તેઓ સુરતમાં જન્મ્યા હતા અને સં. ૧૮૯૨ માં કચ્છ માંડવીમાં કાળધર્મ પામ્યા હતા. પણ અનુમાન કરી શકાય છે કે પુણ્યસાગરસૂરિ સં. ૧૮૭૦ માં કાતરક સુદ ૧૩ ના કાળધર્મ પામ્યા હતા. ત્યાર બાદ તેઓ સૂરિ અને ગઝેશપદ ધારક બન્યા હતા. તેમના અજ્ઞાત શિષ્ય દ્વારા રચિત “શ્રી રાજેન્દ્રસાગરસૂરિ ભાસ” પ્રાપ્ત થાય છે. અનેક જિનાલની પ્રતિષ્ઠાઓ :
રાજેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી મંજલ (નખત્રાણા)ના જિનાલયનું નિર્માણ અને પ્રતિષ્ઠા થઈ. હાલ આ શિલાલેખ મંજલના જિનાલયના નીચેના હોલમાં છે. તેમના વખતમાં ભુજના અચલગચ્છીય ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો તથા સં. ૧૮૮૯ ને શ્રાવણ સુદ ૯ ના મુંબઈના ખારેક બજાર (કાથા બજારોમાં ક. દ. ઓ. શેઠશ્રી નરશી નાથા આદિ અચલગચ્છીય શ્રાવકોએ શ્રી અનંતનાથજી જિનાલયની પ્રતિષ્ઠા કરાવી.
એ શ્રી આર્ય કલ્યાણગોતHસ્મૃતિગ્રાંથી
' 3 '
'
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org