________________
સુરતના સંઘે સં. ૧૭૯૭ ના માગશર સુદી ૧૩ ના દિવસે ઉદયસાગરસૂરિને ગચ્છનાયક પદે બિરાજમાન કર્યા. તેઓ પ્રથમ હાલારી પટ્ટધર થયા. જામનગરનાં જિનાલયોનો ઉદ્ધાર :
ઉદયસાગરસૂરિના ઉપદેશથી જામનગરના વર્ધમાન શાહ– પદ્ધસિંહ શાહ કારિત જિનાલયો તથા અન્ય જિનાલયોનો સં. ૧૭૮૭ માં લાલન ગોત્રીય તલકશીએ જીર્ણોદ્ધાર કરાવ્યો અને સં. ૧૭૮૮ ના શ્રાવણ સુદ 9 ના ગુરુવારે સર્વે જિનબિંબની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ કાર્યમાં મંત્રી તલકશીએ એક લાખ કેરી ખરચી. અડધો લાખ કરી કરછ માંડવીથી વલમજી લાલને પણ મોકલાવેલી. ઉક્ત બન્ને શ્રેષ્ટિવર્યો વર્ધમાન શાહ અને પદ્ધસિંહ શાહના વંશજ હતા. મંત્રી તલકશીએ જામનગરમાં એક પૌષધશાળા પણ બંધાવી. ઉદયસાગરસૂરિ નવસારી પણ પધારેલા. ત્યાંના પારસીઓને પણ તેમણે જૈન ધર્મનું તત્વજ્ઞાન સમજાવી પ્રભાવિત કરલા. ગુજરાતમાં ધર્મની શાસન - પ્રભાવના :
ઉદયસાગરસૂરિની પ્રેરણાથી સુરતના આગેવાન શ્રષ્ટિ ખુશાલ શાહે શત્રુંજય તીર્થને સંધ કાઢઢ્યો હતે. તીર્થની યાત્રા બાદ સૂરિજીએ પાલીતાણામાં અલ્પ સમય સ્થિરતા કરી. પાલીતાણાના શ્રાવકે તથા ઝવેરીએ સૂરિજીના અનન્ય ભક્ત બન્યા. સૂરિજીએ પાલીતાણાના સ્થાનકવાસીઓને પ્રતિબધી જિનપ્રતિમાનાં દર્શન-પૂજન કરતા કર્યા. સુરત સંઘના આગ્રહથી ઉદયસાગરસૂરિ પાછા સુરત પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. વડેદરાના શ્રેષ્ઠિ શ્રી તેજપાળે સૂરિજીના ઉપદેશથી ધર્મકાર્યોમાં ખૂબ ધન ખર્ચ્યુ. ગોધરા (પંચમહાલ)ની ચાતુર્માસ માટે વિનંતિ હતી, પણ અમદાવાદ સંઘના અતિ આગ્રહથી તેઓ અમદાવાદ પધાર્યા. અમદાવાદના સંઘે સૂરિજીનું ભવ્ય સામૈયું કર્યું. ત્યાંના સંઘની આગ્રહભરી વિનંતીથી તેઓ ત્યાં જ ચાતુર્માસ રહ્યા. શ્રષ્ટિવર્યો ખુશાલચંદ, જગજીવનદાસ, હરખચંદ, પ્રેમચંદ, હીરાચંદ આદિએ નવાંગ પૂજા, પ્રભાવનાદિમાં ખૂબ ધન ખર્યુ.
અમદાવાદ બાદ કરછના સંઘની આગ્રહભરી વિનંતિથી ઉદયસાગરસૂરિ કચ્છ પધાર્યા અને કચ્છમાં ધર્મોપદેશ આપી અનેકવિધ શાસન પ્રભાવનાનાં કાર્યો કર્યા. ઉપાધ્યાય શ્રી દર્શનસાગરજી :
- ઉદયસાગરસૂરિના શિખ્યામાં કીર્તિસાગરસૂરિ, ઉપાધ્યાય કીર્તિસાગરજી, ઉપાધ્યાય દર્શનસાગરજી આદિ મુખ્ય હતા. ઉપા. દર્શનસાગરજીએ આદિનાથ રાસ, પંચકલ્યાણક સ્તવન ચોવીસી સમેત ગ્રંથો રચ્યા. ઉપા. દર્શનસાગરજી નળિયાના ઔદિચ્ય બ્રાહ્મણ
ગ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રાંચ 2DEE!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org