________________
osestados dedadas deste sastostesleste deste slastesh dasteste de dadestadestastada de decadadadadadadadadadadadadadadados dos
dados dad
રિલેક તીર્થ મૂળનાયક :
વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી ખંભાતમાં પ્રતિષ્ઠિત થયેલી ગોડી પાર્શ્વનાથની પ્રતિમા હાલ રિલેદ્ર તીર્થના જિનાલયમાં મૂળનાયક તરીકે છે. આ મૂર્તિ ચમત્કારી છે.
કચ્છના પ્રથમ અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિદ્યાસાગરસૂરિ સં. ૧૭૯૭ ના કાતિક સુદ ૫ ના મંગળવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ૨૭. સમભાવી શ્રી ઉદયસાગરસૂરિ
જામનગરમાં ઓશવાળ વ્યવહારી શાહ કલ્યાણની ભાર્યા જયવંતીની કુક્ષિથી સં. ૧૭૬૩ ના ચૈત્ર સુદી ૧૩ના દિને ગોવર્ધનકુમારનો જન્મ થયો હતે. સં. ૧૭૭૭ માં વિદ્યાસાગરસૂરિ કચ્છ ભૂજમાં બિરાજમાન હતા, ત્યારે ગોવર્ધન સહ માબાપ સૂરિજીનાં દર્શને ઉપાશ્રયમાં આવ્યાં. બાળકને તેજસ્વી ભાલપ્રદેશ જેઈ સૂરિજીએ કહ્યું કે આ બાળક ભાવિમાં મહાન થશે. ગુરુની વાણી સાંભળી માતા-પિતા આનંદિત થયા. તેઓએ ગુરુને જણાવ્યું કે આ બાળક આપને જ વહેરાવીએ છીએ. ગુરુવાર સાથે દક્ષિણ ભારતમાં વિહાર :
સં. ૧૭૭૭ માં સૂરિજીએ આ બાળકને દીક્ષા આપીને “જ્ઞાનસાગરજી” નામાભિધાન કર્યું. દીક્ષા બાદ મુનિ જ્ઞાનસાગરજીએ જ્ઞાનયજ્ઞ આરંભ્યો. અ૮૫ સમયમાં તેઓ અનેક શાસ્ત્રોના અભ્યાસી બની ગયા. આગળ આપણે જોઈ ગયા, તેમ મુનિ જ્ઞાનસાગર પિતાના ગુરુ વિદ્યાસાગરસૂરિ સાથે દક્ષિણ ભારતમાં જાલના, ઔરંગાબાદ, બુરહાનપુર વગેરે પ્રદેશોમાં વિચર્યા. સુરતમાં પણ વિચર્યા. ગુરુની સાથે તેઓએ પણ સર્વત્ર ધર્મોપદેશ આપી યશકીર્તિ સંપાદિત કરી.
બુરહાનપુરના શ્રેષ્ઠિઓ કસ્તુરભાઈ, ભેજાભાઈ, દેશી દુર્લભભાઈ વગેરેના આગ્રહથી મુનિ જ્ઞાનસાગરજીએ સં. ૧૭૮૬-૮૭ માં “ભાવપ્રકાશ” અપર નામ “છ ભાવ સજઝાય” તથા “સમક્તિ સજઝાય” અપર નામ “વીર જિન સ્તવન” – આ તત્ત્વગર્ભિત કૃતિઓ રચી. તેમણે હિંદી અને મરાઠીમાં નેમનાથ ભગવાનનાં ગીતો રચ્યાં.
સુરતમાં વિદ્યાસાગરસૂરિએ સં. ૧૭૯૭ના કાતિક સુદિ ૩ ને રવિવારે મુનિશ્રી જ્ઞાનસાગરજીને સૂરિ પદવી આપી. સાથે નામ પણ “ઉદયસાગરસૂરિ” રાખ્યું. આ પ્રસંગે સુરતના સંઘે ખૂબ ધન ખ. કારતક સુદ 3 ના પદ મહોત્સવ ઉજવાયો અને કારતક સુદ ૫ ના વિદ્યાસાગરસૂરિ કાળધર્મ પામ્યા. ગુરુની સ્મૃતિ નિમિત્તે સુરતના હરિપુરામાં આવેલા ભવાનીવડ પાસેના અચલગરછીય ઉપાશ્રયમાં વિદ્યાસાગરસૂરિની ચરણ પાદુકાઓ સ્થાપવામાં આવી.
સDC ગ્રી આર્ય ક યાણાગતમ સ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org