________________
astedtestostestostestesa decotadosode stedadladesta stastasteste stasteste destacadastadaste se sadadestadeste testostestestostesla slasaste sladadostesleste stedestal 922
. (૧૦)
એ વખતે સુરતમાં અચલગચ્છને વિશેષ પ્રચાર હતા. એક જૈનેતર વિદ્વાન મણિલાલ વ્યાસ નેંધે છે કે સં. ૧૭૦૦ થી ૧૮૦૦ સુધીમાં સુરતના આગેવાને માટે ભાગે અચલગચ્છના પ્રભાવ હેઠળ હતા. અચલગચ્છના નાયક, આચાર્યો અને મોટા પ્રતિષ્ઠિત સાધુઓ અહીં ચાતુર્માસ રહેતા. વિસા શ્રીમાળી આગેવાને અચલગચ્છના અનુરાગી હતા. હરિપુરામાં ભવાનીના વડની પાસે અચલગચ્છનો ઉપાશ્રય બાંધવામાં આવ્યો હતે. સુરતના અગ્રેસરોનું ભરૂચ વગેરે ગામો પર સારું વર્ચસ્વ હતું.
(વિશેષ માટે જુઓ : “શ્રીમાળી વાણિયા જ્ઞાતિ ભેદ' પૃ. ૨૨૨) ગચ્છના મુનિવરેની શાખાઓ અને વિહાર :
શ્રી વિદ્યાસાગરસૂરિના વખતમાં અચલગચ્છની સાગર શાખા પાલીતાણીય શાખા, મેડપાટી શાખા વગેરેમાં અનેક મુનિવરો થઈ ગયા. મેડપાટી શાખાના મુનિવરોને રાજસ્થાન તરફ વિશેષ વિહાર હતું. ભીનમાલનગર, બાડમેર, પાલી, ગુંડ, નાડોલ, નાડલાઈ, સાદડી, જાલેર, દાસ્પા, પાદરા વગેરે સ્થળોમાં મેડપાટી શાખાના મુનિવરોને સવિશેષ ઉપકાર છે. સાગર પાલીતાણીય, લાભ વગેરે શાખાઓના મુનિવરોનો વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને પારકર તરફ હતે. વિદ્યાસાગરસૂરિના અને વા. નિત્યલાભની કૃતિઓ :
શ્રી વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી ગ્રંથદ્વાર પ્રવૃત્તિ સારા પ્રમાણમાં થયેલી. આપણે આગળ જોયું કે વિદ્યાસાગરસૂરિએ કચ્છના રાજાની સભામાં ઋષિ મૂલચંદને પરાજિત કરેલા. તે પરથી તેમની વિદ્વતાને પરિચય મળી રહે છે. દેવેન્દ્રસૂરિ કૃત સિદ્ધ પંચાશિકા” ગ્રંથ ઉપર તેમણે સં. ૧૭૮૧ માં ૮૦૦ શ્લોક પ્રમાણે ગુજરાતી વિવરણ ગ્રંથ રચ્યો. નારકી પ્રશ્નોત્તર નામને વિસ્તૃત ગ્રંથે એમણે રચ્યા હોવાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેમણે રચેલા સંસ્કૃત મિશ્ર હિંદીમાં ગોડી પાર્શ્વનાથ સ્તવન, પાર્શ્વનાથ સ્તવન પણ પ્રાપ્ત થાય છે. તેમના વખતમાં વા. વિનયલાભ, શિ. વા. મેરુલાભ, વા. સહજ સુંદર ગણિ, શિ. વા. નિત્યલાભ પણ ઉચ્ચ કોટિના કવિ થઈ ગયા. તેમણે રચેલી કૃતિઓનાં નામ આ પ્રમાણે છે : (૧) પૃથ્વીચંદ્ર રાસ, (૨) નેમનાથ બાર માસ, (૩) વિદ્યાસાગરસૂરિ રાસ, (૪) સ્તવન ચોવીસી, (૫) ચોવીસીનાં પ્રકીર્ણ સ્તવનો, (૬) ચંદનબાળા સજઝાય, (૭) ભગવાન મહાવીરદેવ પંચકલ્યાણક ચઢાળિયું તેમ જ પ્રકીર્ણ કૃતિઓ. વાચક નિત્યલાભ કૃત કચ્છી સ્તવનો પણ પ્રાપ્ત થાય છે, જે કરછી સાહિત્યમાં સૌથી પ્રાચીન માની શકાય. વિશેષ શોધ કરતાં કરછીમાં રચાયેલ સાહિત્ય કદાચ મળી રહે એ શક્ય છે.
- શ્રી આર્ય કાયાણૉતમ સ્મૃતિ ગ્રંથ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org