________________
[૧૨૮] gooseboooooooooooooooooooooooooooooooooooooooooooooofessodestitutese see the cocootos seconds
ઋષિ મૂલચંદ કચ્છ દેશમાં. દેવ-ગુરુનો પ્રયનીક, કુમતિ મોટો કદાગ્રહી, પ્રમેથાપક તહકીક; તેહને તિહાંથી કાઢીઓ, તેડી રાય હજૂર,
શાસ્ત્ર તણી ચરચા કરી, માન ર્યા ચકચૂર કચ્છમાં અને પાટણમાં ધર્મપ્રભાવના :
- કરછમાં તે વખતે જે આ ઘટના ન બનને તે રોમેર મૂર્તિ અને મૂર્તિપૂજાનો વિરોધ પ્રસરી ઊઠતે. ઋષિ મૂલચંદજી પણ પોતાનો પરાજય થવાથી કચ્છમાં રહી શક્યા નહિ. વિદ્યાસાગરસૂરિ કચ્છના વિહાર દરમ્યાન કચ્છનાં મુખ્ય શહેરોમાં પણ ચાતુર્માસ કર્યા. તેમના ઉપદેશથી અંજારમાં સં. ૧૭૭૬ માં તેઓશ્રીની નિશ્રામાં શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા થઈ. ત્યાર બાદ તેઓએ ગોડીજી તીર્થની પણ યાત્રા કરી. સં. ૧૭૮૧ માં તેઓ ખંભાત અને સુરત તરફ વિચરતા હતા. સં. ૧૭૮૫ માં શાલવીઓના આગ્રહથી વિદ્યાસાગરસૂરિ પાટણ પધાર્યા હતા. શાલવીઓએ સૂરિજીની ખૂબ ભકિત કરી. મંત્રી વિમલના સંતાનીય શ્રેષ્ઠિ વલભદાસે તથા માણેકચંદ પણ સૂરિજીની ખૂબ જ ભકિત કરી. એ જ વર્ષે માગસર સુદ ૫ ના દિવસે ઉત શ્રેષ્ઠિઓએ સૂરિજીના ઉપદેશથી જિનબિંબો ભરાવી પ્રતિષ્ઠાદિ મહોત્સવ કર્યા. દક્ષિણ ભારતમાં ધર્મપ્રચાર અને સુરતમાં અચલગચ્છને પ્રભાવ:
ત્યારબાદ વિદ્યાસાગરસૂરિ દક્ષિણ ભારતમાં પણ વિચર્યા. ત્યાંના વિહારોથી અને ધર્મોપદેશથી અનેક શાસન પ્રભાવનાનાં શુભ કાર્યો થયાં. જાલના, બુરહાનપુર વગેરે શહેરોમાં પણ તેમના ધર્મોપદેશની અસર દીર્ઘ સમય પર્યત રહી. બુરહાનપુરમાં વિદ્યાસાગરસૂરિની પધરામણીથી સ્થાનકવાસી ઋષિ રણછોડ ત્યાંથી વિહાર કરી ગયા. બુરહાનપુરના સંઘની વિનંતિથી સૂરિજી તે સાલ ત્યાં જ ચાતુર્માસ રહ્યા અને વ્યાખ્યાનમાં વિશેષાવશ્યક ગ્રંથ પર વિવરણ કર્યું. ત્યાંના સંઘના મુખ્ય શ્રેષ્ઠિ કસ્તુર શાહ, ભેજા શાહ, દોશી દુર્લભ વગેરે પ્રતિબોધ પામ્યા. સં. ૧૭૮૭ નું ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું. સં. વિદ્યાસાગરસૂરિએ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થની યાત્રા કરી. ત્યાંથી ઔરંગાબાદ પણ પધાર્યા. ઔરંગાબાદમાં અનેક ધર્મ પ્રવૃત્તિઓ થઈ. આ વિહાર દરમ્યાન સુરતના સંઘની વિનંતીઓ ઉપરાઉપરી આવ્યા જ કરતી હતી. ત્યાંના સંઘની વિનંતિથી સૂરિજી સુરત પધાર્યા. શ્રેષ્ઠિ ખુશાલ શાહે ભવ્ય પ્રવેશ મહોત્સવ ઉજવ્યો. સુરતના સંઘના આગ્રહથી મુનિશ્રી જ્ઞાનસાગરજીને સં. ૧૭૯૭ ના કારતક સુદ ૩, રવિવારે સૂરિપદથી અલંકૃત કરવામાં આવ્યા. નતન સૂરિવર્યનું નામ ઉદયસૂરિ રાખવામાં આવ્યું. આ પ્રસંગે શ્રેષ્ઠિ ખુશાલચંદ, મંત્રી બંધુ ગેડીદાસ આદિએ ઘણું ધન ખર્ચ્યુ.
) અમ આર્ય કલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org