________________
baaaaaaaaaad aa d [૧૨૭] ઉપદેશથી ભગવાનદાસ શ્રેષ્ઠિએ શ્રી સ‘ભવનાથ આદિ સાત મા ભરાવી સ’. ૧૭૭૩, વૈશાખ સુદ ૫ ના મહાત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ભગવાનદાસે સંઘ્ર સહિત શંત્રુજય મહાતીર્થની યાત્રા કરી અને સાતે ક્ષેત્રોમાં ખૂબ જ ધન બચ્યું,
ત્યાર બાદ કચ્છના પ્રથમ પટ્ટધર શ્રી વિદ્યાસાગરસૂરિ કચ્છ પધાર્યા, ત્યારે કચ્છની પ્રજાએ સૂરિજીના ઉમંગભેર પ્રવેશ-મહેાત્સવ ઉજવ્યેા. આ પ્રસગે કચ્છ ભૂજના શ્રેષ્ઠિ ઠાકરશી ટાડરમલે ધન ખરચી લહાવા લીધા.
કચ્છના મહારાવ ગોડજી અને સૂરિજીના સમાગમ-કચ્છમાં અમારી પાલન :
આપણે આગળ જોઈ ગયા કે પરમત્યાગી યુગપ્રધાન શ્રી કલ્યાણસાગરસૂરિએ કચ્છના મહારાવ ભારમલ ( પ્રથમ ) ને પ્રતિબેાધેલા. ત્યાર બાદ રાજાએ સૂરિજીના ઉપદેશથી કચ્છમાં અમારી પાલન ઇત્યાદિનાં ફરમાના પણ બહાર પાડેલાં. શ્રી વિદ્યાસાગરસૂરિજીએ પણુ કચ્છના મહારાવ ગાડજીની રાજસભામાં માનવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું. મહારાવ ગેાડજીને પ્રતિબેાધી અહિંસામય જૈન ધર્મ સમજાવ્યા. સૂરિજીની પ્રેરણાથી પર્યુષણના પંદર દિવસા દરમ્યાન રાજાએ અમારિ ( અહિંસા )ની ઉદ્યાષણા કરાવી. વાચક નિત્યલાભ ગણિ વિદ્યાસાગરસૂરિ રાસમાં લખે છેઃ
જૈન ધર્મ ચાજૂલવા, દેશના ધર્મની દીધ, પ્રતિમાધ્યા એ ગાડા, જીવદયા ગુણ લીધ; પત્ર પૂજૂસણું પાલવી, પનર દિવસની અમાર, ધ શાસ્ત્ર દેખાડી ને, કીધા એ ઉપગાર;
જાહેરમાં સૂરિજી દ્વારા સ્થાનકવાસીઓ પરાજીત :
તે વખતે કચ્છમાં સ્થાનકવાસી સ'પ્રદાયને પ્રચાર વિશેષ હતા. કચ્છમાં મૂર્તિપૂજક સ'પ્રદાયના સાધુઓના વિહાર અલ્પ હતા. આવા સમયમાં લેાકાગચ્છીય ઋષિ મૂલચંદ કચ્છ આવ્યા હતા. સ્થાનકવાસી સ`પ્રદાયના ધર્મદાસજીના બાવીસ શિષ્યા જુદા જુદા પ્રદેશામાં વિચરવા લાગ્યા અને ‘ ખાવીસ ટાળા ' એવા નામથી ઓળખાયા. આ બધામાં મૂલચંદ ઋષિ મુખ્ય હતા.
વિદ્યાસાગરસૂરિએ ઋષિ મૂલચંદને મહારાઓ ગેાડજીની સભામાં ખાલાવ્યા અને અને તેમની સાથે શાસ્ત્રાર્થ કર્યાં. જનાગમેામાંથી અનેક પાઠા બતાવી વિદ્યાસાગરસૂરિજીએ પ્રતિમા સ્થાપના અંગે સિદ્ધિ કરી બતાવી. ઋષિ મૂલચંદ આ ચર્ચામાં ટકી શકથા નહિ. તેમના ઘેાર પરાજય થયા. આ સવાદ સ. ૧૭૭૫ માં થયા હેાવાનુ અનુમાન કરી શકાય છે. વાચક નિત્યલાભ આ પ્રમાણે રાસમાં જણાવે છે :
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org