________________
eed possessessedecessacression of sub kal Assessesses »[૧૫] જો ત્યાગમય જીવન જીવતે તે અનેક દીક્ષાઓ, છરી સંઘો, તપ, ત્યાગ, આરાધના આદિ અનેક ધર્મ અને આધ્યાત્મની શુભ પ્રવૃત્તિઓ થતું અહીં આ વાતનો વિસ્તાર આટલે જ બસ થશે.
શ્રી અમરસાગર સૂરિ જિનાગમમાં પારગામી હતા તથા અધ્યાપન કાર્યમાં ઉદ્યમી હતા. સમેતશિખરજી આદિ મહાતીર્થોની યાત્રા કરી હતી. આથી સૂચિત થાય છે કે તેઓ ઉગ્રવિહાર કરી ભારતનાં મુખ્ય કેન્દ્રોમાં વિચર્યા હતા.
શ્રી અમરસાગર સૂરિ કચ્છ પધાર્યા હતા. તે વખતે તેમના શ્રમણ પરિવારનો વિહાર કચ્છ તરફ વિશેષ હતે. વાચય પુણ્યસાગરજી અને તેમની કૃતિઓ :
તેમના વખતમાં ધર્મમૂર્તિસૂરિ, શિ. ભાગ્યમૂતિ, શિષ્ય ઉદયસાગરજી, શિષ્ય ઉપ૦ દયાસાગરજી, વા૦ પુણ્યસાગરજીએ “જયઈનવનલિકા કુવલય...” નામક વીર જિન સ્તોત્ર અપર નામ ‘ત્રીજા સ્મરણ ઉપર તથા મેરૂતુંગસૂરિ કૃત “જીરાવલા પાર્શ્વનાથ સ્તોત્ર “ૐ નમે દેવદેવાય” નામક છઠ્ઠા સ્મરણ ઉપર ટીકાઓ રચી. ઉક્ત પુણ્યસાગરજીના શિષ્ય પદ્મસાગરજી કૃત ‘જીવાભિગમ સૂત્ર” ઉપર ટીકા પ્રસિદ્ધ છે. ગછના મુનિવરોની રચનાઓ :
ગજસાગરસૂરિ શિષ્ય લલિતસાગરજી, શિષ્ય માણિકયસાગરજીના શિષ્ય જ્ઞાનસાગરજીએ ગૂર્જર ભાષામાં ૧૭ જેટલા રાસ ચરિત્ર રચ્યાં. ચૈત્ય પરિપાટી,” “સ્તવન ચોવીસી' ઇત્યાદિ ગ્રંથ પણ રચ્યા. વા. નેમસાગરજી, શિષ્ય શીલસાગરજી, શિષ્ય અમૃતસાગરજીએ “રાત્રિ ભોજન પરિહાર રાસ રચ્યો. ચંદ્રશાખાના માનચંદ્રગણિ
જ્યોતિષના પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે જ્યોતિષ વિષયક ગ્રંથ પણ રચ્યા. શ્રી લાવણ્યચંદ્ર ગણિ અને તેમની કૃતિઓ :
અમરસાગર સૂરિના વખતમાં વાઇ લક્ષ્મીચંદ્ર ગણિના શિષ્ય લાવણ્યચંદ્ર ગણિ થયા. તેમણે રચેલ વીરવંશાનુક્રમ સંસ્કૃતિ પટ્ટાવલી,” “ગોડી પાર્શ્વનાથનો રાસ,” “સાધુગુણભાસ” અને “કલ્યાણસાગર સૂરિ નિર્વાણ રાસ” ઈત્યાદિ કૃતિઓ રચી. અચલગચ્છની પાલીતાણીય શેખર શાખામાં થયેલા જ્ઞાનશેખર ગણિ શિષ્ય નયનશેખરજીએ ૯,૦૦૦ કલેક પરિમાણને “યોગ રત્નાકર ચોપાઈ” નામક વિદ્યક ગ્રંથ રચ્ચે. રાધનપુરમાં અચલગરછીય જિનાલય-ઉપાશ્રયે :
તેમના વખતમાં થયેલા મુનિશ્રી હીરસાગરજીના ઉપદેશથી રાધનપુરમાં શામળા પાધર્વનાથનું અચલગરછીય જિનાલય તથા અચલગરછના ત્રણ ઉપાશ્રય બંધાયા.
મિ શ્રી આર્ય કcહ્યાણા ગૌતમ સ્મૃતિગ્રંથ 3છE.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org