________________
is bikind.seesdoorbesceboosbedied o
seedsdose [૨] ઉપરોક્ત વિગતોથી જાણી શકાશે કે શતાબ્દીઓ વહી જવા છતાં દાદાશ્રી કલ્યાણસાગરસૂરિનું નામ આ ગચ્છમાં કેવું આહલાદક અને અક્યતાપ્રેરક છે! દાદાશ્રી કલ્યાણસાગરસૂરિની વિદાય પછી ગચ્છની સ્થિતિ ધીમે ધીમે પલટાઈ રહી હતી. પણ
વર્તમાનમાં શાસન અને ગરછની દિનપ્રતિદિન ઉન્નતિ થઈ રહેલ છે. વિર્ય શ્રી અમરસાગરસૂરિ :
મેવાડના ઉદયપુર નગરમાં શ્રીમાલી ચૌધરી ચોધાની પત્ની સેનાની કુક્ષીથી સં. ૧૬૯૪ માં અમરચંદ્રને જન્મ થયો હતો. સં. ૧૭૦૫ માં અમરચંદ્ર શ્રી કલ્યાણસાગરસૂરિ પાસે દીક્ષા સ્વીકારી હતી. સં. ૧૭૧૫ માં ખંભાતમાં મુનિ શ્રી અમરસાગરજીને સૂરિપદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સં. ૧૭૧૮ માં ગચ્છનાયક શ્રી કલ્યાણસાગરસૂરિ કચ્છ-ભૂજમાં કાળધર્મ પામતાં શ્રી અમરસાગરસૂરિ ગણેશપદે આરૂઢ થયા હતા. સૂરિજીના ઉપદેશથી ધર્મકાર્યો :
શ્રી અમરસાગરસૂરિની પ્રેરણાથી સં. ૧૭૧૬ ના મહા વદ ચોથના દીવબંદરના પ્રાગ્વટ મંત્રી માલજીએ પોતાની સ્ત્રી સાથે ચતુર્થ વ્રત સ્વીકાર્યું. આ પ્રસંગે મંત્રી માલજીએ સ્વામી-વાત્સલ્યાદિ સુકૃતોમાં ઘણું જ ધન ખચ્યું. તેમણે શ્રી શાંતિનાથ પ્રભુની રૂપાની તથા ઉત્તમ પાષાણની ૧૧ પ્રતિમાજીઓ ભરાવી અને શ્રી અમરસાગરસૂરિના ઉપદેશથી શ્રી શત્રુંજય તીર્થ પર નાનકડું ભવ્ય જિનાલય બંધાવી સં. ૧૭૧૭, માગશર વદ ૧૩ ના પ્રતિષ્ઠા કરાવી સૂરિજીની પ્રેરણાથી સંઘ સહિત શત્રુંજય મહાતીર્થની યાત્રા પણ કરી. મંત્રી માલજીએ ધર્મકાર્યોમાં એક લાખ દ્રમ્મને સદ્વ્યય કર્યો. બાહડમેરના જિનાલયને જીર્ણોદ્ધાર ચાતુર્માસ :
- સં. ૧૭૨૩ માં ગચ્છનાયક શ્રી અમરસાગર સૂરિ બાહડમેર પધાર્યા અને ત્યાંના સંઘના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યા. બેહડ ગેત્રીય શ્રી શ્રી જોરાવરમલે ગુરુની સુંદર ભક્તિ કરી. ધર્મકાર્યોમાં ઘણું ધન ખર્યું. અમરસાગરસૂરિના ઉપદેશથી બાહડમેરના ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર પણ થ. પાલીતાણામાં ગુરુપાદુકાની પ્રતિષ્ઠા :
સં. ૧૭૨૫ માં તેઓ પાલીતાણા પધાર્યા. ત્યાં લાલન ગોત્રીય વર્ધમાન શાહના પુત્ર ભારમલે કુટુંબ સહિત યાત્રા કરી અને સૂરિના ઉપદેશથી શત્રુંજય તીર્થ પર કલ્યાણસાગરસૂરિની ચરણપાદુકાની દેવકુલિકામાં સ્થાપના કરી.
એ શ્રી આર્ય કયાણા ગામસ્મૃતિ ગ્રંથ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org