________________
besteste stedestesteste deste deste teste testosteste destes doise destaste kostestesteste sese skestestestetstest testostesteskestosteste testosteskestestostestasites[l e ] અને ગચ્છનાયકોમાં “સાગર” શબ્દ કાયમ રહ્યો છે. આ એક હકીકત છે, અને તેઓશ્રીની યુગે સુધી જળવાઈ રહે તેવી આ એક સ્મૃતિ છે. તેમને આથી વિશેષ કઈ શ્રદ્ધાંજલિ હોઈ શકે ?
શ્રી કલ્યાણસાગરસૂરિના કાળધર્મ વખતે શેઠ વર્ધમાન શાહના પુત્ર જગડુશાહે પાંચ હજાર મુદ્રિકાએ ઉછાળી દાન કર્યું હતું. ભુજના તથા બીજા અનેક શહેરો તથા ગામના સંઘએ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. અગ્નિસંસ્કારને સ્થળે શ્રી અમરસાગરસૂરિના ઉપદેશથી ભવ્ય સ્તૂપ (ભ) અને ચરિત્રનાયકશ્રીની ચરણપાદુકાઓની સ્થાપના કરવામાં આવી. આ સ્તૂપના સ્થળે પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા.ની પ્રેરણાથી સં. ૧૯૭૩ ના મહા વદ આઠમના ભવ્ય ગુરુમંદિર અને દાદાશ્રીની ભવ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં છે. શ્રી કલ્યાણસાગરસૂરિ પછીની વિદ્યમાન પરંપરા :
તેઓશ્રીના શિષ્ય મહોપાધ્યાય રત્નસાગરજી પણ ખૂબ જ સમર્થ અને ક્રિયાપાત્ર મહાપુરુષ હતા. કુશળ મંત્રીની જેમ ગચ્છ અને સમુદાયની વ્યવસ્થામાં તેઓ સક્રિય રહેતા. વિદ્યમાન શ્રમણ સમુદાય પણ તેઓની પરંપરાનેં જ છે. તે આ પ્રમાણે છેઃ (૧) મહોપાધ્યાય રત્નસાગરજી (૨) ઉપાધ્યાય મેઘસાગરજી (૩) ઉપાધ્યાય વૃદ્ધિસાગરજી (૪) ઉપાધ્યાય હીરસાગરજી (૫) ઉપાધ્યાય સહજસાગરજી (૬) માનસાગરજી ગણિ (૭) રંગસાગરજી ગણિ (૮) ફતેહસાગરજી (૯) દેવસાગરજી (૧૦) સ્વરૂપસાગરજી (૧૧) ગૌતમસાગરસૂરિ. (જેમણે જિદ્ધાર કરી ગચ્છના ઉદયમાં પોતાનો અદ્વિતીય ફાળે નોંધાવ્યો.) પ. પૂદાદાશ્રી કલ્યાણસાગરસૂરિનાં ગુરુમંદિરે :
(૧) શ્રી સિદ્ધગિરિ પર શ્રી આદીશ્વરજીની ટૂંકમાં અષ્ટાપદજીના દેરાસર પાસે ટાંકા પર દેરી નં. ૧૫૧ માં પાદુકા જેડી છ છે. (૨) આગલા મંડપની ઉત્તર બાજુ શ્રી ગૌતમ સ્વામીજીની દેરી છે. તેમાં ગોખલામાં પાદુકાઓ છે. (૩) સિદ્ધગિરિની તળેટી પર બાબુના દેરાસરની પાછળ ભમતીની દેરીઓમાં કચ્છ-વરાડીઆની શા ગેલા માણેક તથા દેવજી માણેકે નીચેના ચોકમાં આરસની દેરી કરાવી તેમાં આ આચાર્યશ્રીની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી છે. (૪-૫) નવાનગર (જામનગર)માં શેઠ વર્ધમાનના અને
શેઠ રાયશીના બને દેરાસરોમાં પાદુકાઓની સ્થાપના છે. (૬-૭) મીઠડી આ વોરા - અજરામલના દેરાસરમાં દક્ષિણ તરફની આરસની દેરીમાં તથા અચલગચ્છ ઉપાશ્રયમાં
આરસની દેરીમાં એમ બે ઠેકાણે ભવ્ય પ્રતિમાઓની સ્થાપના છે. (ઉપાશ્રયની દેરીમાં
શ્રીઆર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ ક),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org