________________
ft૧૮] Moroceded deted ... boosted.do be t tej.. ઇ ... ક.bitond... sts....s esp . શ્રી કલ્યાણસાગરસૂરિ રચિત સાહિત્ય અને સ્તોત્ર :
શ્રી કલ્યાણસાગરસૂરિની કૃતિઓ ઠીક પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તેઓ આદર્શ જિનભક્ત હતા. તેમણે પ્રસંગોપાત રચેલ લગભગ વીસ જેટલાં સ્તોત્રો જે સંસ્કૃત ભાષામાં નિબદ્ધ છે, તે પ્રાપ્ત થાય છે. ઉપરાંત, “શ્રી પાર્શ્વનાથ અષ્ટોત્તરશતનામ,” “લિંગનિર્ણય ગંથ.” “મિશ્રલિંગ કોષ” આ ગ્રંથના પણ શ્રી કલ્યાણસાગરસૂરિ જ રચયિતા છે. આ કૃતિઓ સંસ્કૃત પદ્યમાં છે. “લિંગનિર્ણય ગ્રંથ વિવરણ, “શાંતિનાથ ચરિત્ર.” “વીશ વિરહમાન સ્તવન ઈત્યાદિ ગ્રંથે પણ તેમણે રચ્યાનો પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. કલ્યાણસાગરસૂરિ કૃત ગૂર્જર પદ્યમાં “સ્તુતિ ચોવીશી” અને “સ્તવનાદિ કૃતિઓ પણ પ્રાપ્ત થાય છે. કલ્યાણસાગરસૂરિએ અન્ય પણ ભક્તિ સાહિત્ય રચેલ હશે. તેમના ગ્રંથોની શોધ કરવી ઘટે. તેમની રચનાઓમાં સરળતા, સુબોધતા એ ગુણ મુખ્ય તરી આવે છે. શ્રી કલ્યાણસાગરસૂરિનું અંતિમ જીવન:
મહાપ્રભાવક, યુગપ્રધાન, આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિ ભારતના મુખ્ય નગરો અને ગામોમાં અપ્રતિહત વિચર્યા. તેમના ધર્મોપદેશથી અનેકવિધ શાસન પ્રભાવક એતિહાસિક શુભ કાર્યો થયાં.
સં. ૧૭૧૭ માં તેઓ કચ્છ પધાર્યા. તે સાલનું ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું. પંચ્યાસી વરસની મેટી વયે પહોંચેલા શ્રી કલ્યાણસાગરસૂરિ જીવનના છેડલા શ્વાસ સુધી પિતાની આરાધના અને આવશ્યક ક્રિયામાં કુશળ હતા. આ વૃદ્ધ વયમાં પણ તેઓ શિષ્યોને વાચના આપતા. શ્રી કલ્યાણસાગરસૂરિનું સ્વર્ગગમન :
કચ્છ ભુજમાં જ ચાતુર્માસ દરમ્યાન આ સુદ ૧૩ ગુરુવારના તેઓશ્રી કાળધર્મ પામ્યા. વાચક લાવણ્યચંદ્ર કૃત “કલ્યાણસાગર સૂરિ નિર્વાણ રાસ” પ્રાપ્ત થાય છે. સંભવતઃ લાવણ્યચંદ્ર ગણિ ચરિત્રનાયકના કાળધર્મ વખતે કચ્છ ભુજમાં જ ઉપસ્થિત હતા. મોટી પટ્ટાવલિમાં તેમની સ્વર્ગતિથિ વૈશાખ સુદ ૩ નિર્દેશાઈ છે, પણ “શ્રી કલ્યાણસાગરસૂરિ નિર્વાણ રાસ' પ્રાપ્ત થતાં આસો સુદ ૧૩ એ તેમની સ્વગતિથિ છે. શ્રી કલ્યાણસાગરસૂરિની સ્મૃતિ :
શ્રી કલ્યાણસાગરસૂરિની વિદાયથી શ્રી સંઘે એક યુગવીર, મહાસમર્થ, મહાવૈરાગ્યવંત પ્રભાવક આચાર્યને ગુમાવ્યા. તેમની શાનદાર અંત્યેષ્ટિ કાઢવામાં આવી.
તેઓશ્રીના કાળધર્મ શતાબ્દીઓ વહી જવા છતાં તેઓશ્રીનું મંગલ–પવિત્ર નામ આજે પણ અનેરો આહલાદ જન્માવે છે. તેઓશ્રી પછી આ ગચ્છના શ્રમણસમુદાયમાં
તા
RDS શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org