________________
சிக்கள்கள்ளக்க்க்க்கககககககககககக[LLs]
મહેા. શ્રી વિનયસાગરજીના સૌભાગ્યસાગરજી ગણિ આદિ અનેક શિષ્યા હતા. મહાપાધ્યાય શ્રી ધ્રુવસાગરજી:
શ્રી કલ્યાણસાગરસૂરિજીના વખતમાં થયેલા મહાપાધ્યાય દેવસાગરજી ગણિવર્ય પણ પ્રકાંડ વિદ્વાન હતા. ગચ્છનાયક શ્રી કલ્યાણસાગરસૂરિને તેમણે લખેલા સંસ્કૃત પદ્યમાં નિબદ્ધ એ ઐતિહાસિક પત્રો પ્રસિદ્ધિમાં છે. તેમની રચેલી યાદગાર કૃતિ તા છે, વ્યુત્પત્તિ રત્નાકર.’ શ્રી હેમચંદ્રસૂરિ રચિત ‘અભિધાન ચિંતામણિ કા”ની વ્યાખ્યા રૂપે ૧૮,૦૦૦ શ્લેાકપરિમાણુની આવૃત્તિ છે. આ ગ્રંથ શબ્દશાસ્ત્ર અને શબ્દોની વ્યુત્પતિ જાણવા અભ્યાસીઓ માટે અતિ ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથની અનેક હસ્તપ્રતા પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ શીઘ્ર પ્રકાશિત થાય એ જરૂરી છે.
અચલગચ્છીય શ્રમણા દ્વારા ગ્રંથચના :
કલ્યાણસાગરસૂરિના વખતમાં થયેલા અચલગચ્છીય શ્રમણેામાં શ્રી સુમતિહણ, વા. ધનરાજ ઇત્યાદિએ જ્યાતિષ પ્રથા પર ટીકાઓ રચી છે.
વા. વિજયશેખર ગણવા. વિવેકશેખર ગણના શિષ્ય હતા. તેમણે યવન્ના રાસ,’‘ત્રણ મિત્ર ચાપાઈ,’ ‘સુદર્શન રાસ,’ ‘ચલેખા રાસ,’ ચંદ્રરાજાના રાસ,’ ‘ગૌતમ સ્વામીના નાના રાસ' આદિ ગ્રંથા રચ્યા છે.
વાચક ભાવશેખર ણુએ ‘ધન્ના અણુગાર રાસ,’ ‘રૂપસેન રાસ’ ઇત્યાદિ કૃતિઓની રચના કરી છે.
શ્રો કલ્યાણસાગરસૂરિના સમયમાં અચલગચ્છીય શ્રમણી-સમુદાય :
શ્રી કલ્યાણસાગરસૂરિના સમયનાં કેટલાંક સાધ્વીજીઓનાં નામેા પ્રાપ્ત થાય છે. પ્રવર્તિની સાધ્વી કુશલલક્ષ્મી, સાધ્વી રત્નાઈ, સાધ્વી પદ્મલક્ષ્મી, સા. વિદ્યાલક્ષ્મી, સા. ગુણશ્રી, સા. લક્ષમીશ્રીજી, વિમલશ્રીજી, નયશ્રીજી, રૂપશ્રીજી, ક્ષીરશ્રીજી, યશશ્રીજી, સુવર્ણ શ્રીજી, રત્નશ્રીજી, ઇંદિરાશ્રીજી, વાહાશ્રીજી, લીલાશ્રીજી, સુમતલમીશ્રીજી, દેમાશ્રીજી આદિ અનેક સાધ્વીજીએ વિદ્યમાન હતાં.
શ્રી કલ્યાણસાગરસૂરિનો વિહાર–પ્રદેશ :
શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી નિર્મિત જિનાલયેા અને જિનપ્રત્તિમાએના પ્રશસ્તિ લેખા, શિલાલેખા પ્રાપ્ત થાય છે. તે દ્વારા તેમના વિહારપ્રદેશેા અંગે અનુમાન કરી શકાય છે. તે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર ભારત યારાણસી, આગ્રા, લખનૌ ઇત્યાદિ પ્રદેશામાં વિચર્યા હતા અને જૈનશાસનની અપૂર્વ શાસન-પ્રભાવના કરી હતી.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org