________________
1775'edaste destes festes
de beste estudostosostebestosteste testosteste testostestedodeseda se dodedesteste deste deste deste de deste stedeste de dode!
જ ઉલ્લેખ પરથી અનુમાન કરી શકાય છે કે, રાજા લાખાજી આ સૂરિજી અને જન ધર્મથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. શ્રી કલ્યાણસાગરસૂરિના શ્રમણ પરિવાર : - શ્રી કલ્યાણસાગરસૂરિના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં અને આજ્ઞાવતી સમુદાયમાં અમરસાગરસૂરિ, મહે. રત્નસાગરજી, મહો. દેવસાગરજી, પં. ભાવશેખરગણિ, વા. વિજયશેખરગણિ, વા. વિજયમૂર્તિગણિ, મહો. હેમમૂર્તિ, સુમતિહર્ષગણિ, પં. ભુવનરાજ, મુનિ થાજુ, વા. મતિચંદ્ર, પં. ગુણવર્ધન, વાચક મેરુલાભ, વાચક ગુણમૂર્તિ, વાચક સુપવસાગર, યાદવ મુનિ, પં. વિનયશેખર, પં. રવિશેખર, વા. દયાશીલ, જશકીર્તિ, ગુણસાગરજી, મુનિ શિવચંદ્ર, જયસાગર, ઉદયસાગર, ઉત્તમચંદ્ર, ક્ષીરસાગર, જ્ઞાનસાગર, કુશલલાભ, મુનિ ગુણશીલ, સેમસાગર, ઘનમૂર્તિ, કમલસાગર, ચંદ્રસાગર, લબ્ધિસાગર, સૌભાગ્યસાગર, વા. રત્નસિંહ, લાવણ્યસાગર આદિ અનેક નામે પ્રાપ્ત થાય છે. શ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રૌઢ પ્રતિભા અને પ્રભાવક નેતૃત્વથી તે વખતે ગચ્છમાં સાધુ સમુદાય વિશાળ હતું. તેમના શિષ્યોએ રચેલાં ગ્રંથરચનાનાં સ્થળોથી જાણ શકાય છે કે અચલગચ્છીય શ્રમણ પણ તે વખતે ભારતના મુખ્ય પ્રદેશના વિસ્તારમાં વિચરતા હતા. પ્રકાંડ વિદ્વાન શ્રી વિનયસાગરસૂરિ :
શ્રી કલ્યાણસાગરસૂરિના શિષ્ય શ્રી વિનયસાગરજી પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે જ રચેલા વિદ્વચિંતામણિ ગ્રંથની પ્રશસ્તિના “તેષાં શિષ્યઃ વરાચાર્યે સૂરિવિનય સાગરેઃ ” આવા ઉલ્લેખ પરથી લાગે છે કે તેઓ સૂરિપદધારક હશે... પટ્ટાવલી સમેત પ્રમાણગ્રંથમાં તેમને “સૂરિ' તરીકે ઉલ્લેખ પ્રાપ્ત થતું નથી. જેથી આ હકીકત સંશોધનીય છે. તેમની કૃતિઓ આ પ્રમાણે છે : (૧) “વૃદ્ધ ચિંતામણી” યાને “વિદ્વચિંતામણિ ગ્રંથ, (૨) અનેકાર્થ રત્નાકેષ' ગૂર્જર પદ્યમાં, (૩) “ભેજ વ્યાકરણ સંસ્કૃત પદ્મમાં. કચ્છના મહારાજા ભારમલ્લના (પ્રથમ) કુંવર ભોજરાજની તુષ્ટિ માટે એની વિનંતિથી ૨૦૨૮ શ્લેક પ્રમાણને આ પદ્યબદ્ધ વ્યાકરણ ગ્રંથ છે. (૪) વિધિપક્ષગચ્છ બૃહસ્પટ્ટાવલી. આ ગ્રંથ અલ્પ સમય પહેલાં જ પ્રાપ્ત થયા છે. પ્રાયઃ અમને મળેલ પ્રત પ્રથમદર્શ પ્રત હોય. આ પ્રતની અન્ય નકલો શેઘવી ખૂબ જ જરૂરી છે. આ ગ્રંથે પાંચ ઉ૯લામાં વિભક્ત છે અને સંસ્કૃત પદ્યબદ્ધ છે. ગચ્છપ્રવર્તક શ્રી આર્ય રક્ષિતસૂરિથી માંડી શ્રી કલ્યાણસાગરસૂરિ સુધીના ગચ્છનાયકોનાં જીવનવૃત્ત એમાં વર્ણવાયેલાં છે. (૫) “હિંગુલ પ્રકરણ, (૬) “નામમાલા પૂતિ.” * પૂ૦ મહા. રત્નસાગરજી મ. સ. માટે જુઓ-આ ગ્રંથના આ જ વિભાગમાં ગૌતમસાગરસૂરિનું જીવનચરિત્ર
શા છે
શ્રી આર્ય ક યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org