________________
12soosethodsted posts what did-stetrogested-sess-sessode
.coosebestoboose
[૧૧]
શ્રી રેવશી શાહ દ્વારા ધર્મપ્રવૃત્તિ
વચ્ચે સં. ૧૬૯૭માં ફાગણ સુદ ૩ ને શુક્રવારે સૂરિજીના ઉપદેશથી રાયશી શાહે જામનગરમાં દ્વિતીય પ્રતિષ્ઠા કરાવેલી. રાયશી શાહે ગોડી પાર્શ્વનાથ તીર્થનો સંઘ પણ કાઢ્યો અને આ પ્રસંગે ભારતના અચલગરછીય સંઘનાં પ્રત્યેક ઘરોમાં લહાણુઓ
ર્યા. રાયશી શાહનાં પની સીરીયાદેએ ગિરનાર તીર્થને સંઘ કાઢો. સંઘવી લીલાધર પારેખ દ્વારા ધર્મ-પ્રવૃત્તિ :
સં. ૧૬૯૦ માં અમદાવાદમાં ઓશવાળ વડેરા જસુ પારેખના પુત્ર લીલાધર શાહે શ્રી કલ્યાણસાગર સૂરિના ઉપદેશથી શાંતિનાથ પ્રભુની સુવર્ણ પ્રતિમા ભરાવી તથા જયશેખરસૂરિ રચિત “કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણ”ની સચિત્ર પ્રત સુવર્ણાક્ષરે લખાવી. સં. ૧૭૧૨ માં સંઘવી લીલાધર પારેખે શત્રુજય થઈ ઉના, દેલવાડા, અજાહરા, કોડીનાર, માંગરોળ, જૂનાગઢ, ગિરનાર, ત્યાંથી અનુક્રમે શંખેશ્વર, માંડલ, વીરમગામ થઈ પાછા અમદાવાદઆ રીતે ઊભી સેરઠને સંઘ કાઢયો. સંઘવી લીલાધરના પુત્ર શ્રી ગોડીજી તીર્થના સંઘ કાઢ્યો હતો. અબુદ દાદાજીના જિનાલયને જીર્ણોદ્ધાર :
કલ્યાણસાગરસૂરિની પ્રેરણાથી શ્રીમાલી લઘુશાખીય શ્રેષ્ઠી હાસુજી તુકજીએ શત્રુંજય તીર્થ પરના અબુદજીના વિશાળ જિનમંદિરોને કોટ સહિત જીર્ણોદ્ધાર કરાવ્યો. શ્રેષ્ઠી શ્રી નાગજી શાહની ધર્મપ્રવૃત્તિ :
ખંભાતના શ્રેષ્ઠી નાગજી, પદ્મસિંહ સમેત અનેક શ્રેષ્ઠીઓ શ્રી કલ્યાણસાગરસૂરિના પરમ ભક્ત હતા. શ્રેષ્ઠી મંત્રી નાગજી શાહે ખંભાતમાં મુનિસુવ્રત પ્રભુનું વિશાળ જિનાલય તથા ધર્મમૂર્તિસૂરિ થોભ ઈત્યાદિ કરાવ્યાં હતા. ભીનમાલના ચાતુર્માસ દરમ્યાન ઉપાધ્યાય દેવસાગર ગણિયે ખંભાતમાં ચાતુર્માસ બિરાજમાન શ્રી કલ્યાણસાગરસૂરિજીને સંસ્કૃતમાં શ્લેકબદ્ધ વિસ્તૃત પત્ર લખ્યો હતે. તેમાં ભીનમાલ, ગોડીજી તીર્થ અને ખંભાત અંગેનાં વર્ણન અને ગચ્છને પ્રચાર ખાસ ધ્યાન ખેંચે છે. શ્રેષ્ઠી શ્રી નાગજી શાહ અંગે તેમાં વર્ણન છે, કે તેમની કીર્તિ પારકર, મેવાડ, માળવા આદિમાં ગૂંજતી હતી. ઉક્ત શ્રેષ્ઠીઓએ ખંભાતમાં જિનબિંબ પ્રતિષ્ઠા, ઉપાશ્રયનિર્માણ, ગ્રંથલેખન આદિ કાર્યોમાં અઢળક ધન ખચ્યું હતું. રાજા લાખાજીને પ્રતિબંધ :
જામનગરના રાજા લાખાજી કલ્યાણજીસાગરસૂરિના પરમ ભક્ત હતા. વિનયસાગરજી કૃત પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે જામ લાખાજીએ સૂરિજીની નવાંગ પૂજા કરી હતી. એટલા
મા શ્રી આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથો DS
જ શાખ
Iણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org