________________
હતું. તેનેe.. besi.sees -enessess test severe propept.
s e esee [૧૩] વિદ્યાને બળે આગરા પહોંચ્યા. આ વિદ્યા અને અદશ્યરૂપકારિણી વિદ્યા તેમના ગુરુદેવ પૂ. આચાર્ય શ્રી ધર્મમૂર્તિસૂરિએ તેમને આપેલી.
ચેતવણીના શબ્દો પ્રમાણે દશમે દિવસે જહાંગીર બાદશાહ જિનાલયમાં આવી પહોંચ્યો. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું: ‘તમે નમન કરે, તે આ દેવ તરતજ ચમત્કાર બતાવશે.” બાદશાહે હાથ જોડીને શિર ઝુકાવ્યું કે આચાર્યશ્રીના પ્રભાવથી ગચ્છાધિષ્ઠાચિકા શ્રી મહાકાલીદેવીએ જિનપ્રતિમામાં પ્રવેશી હાથ ઊંચા કરી બાદશાહને “ધર્મલાભ આપે. આ ચમ કાર જતાં બાદશાહના મુખમાંથી શબ્દો નીકળ્યાઃ “જૈનકા દેવ સચ્ચા, જિનકા સેવડા ઈલમકી ખાણ.” આચાર્યશ્રીના પ્રભાવને જોઈ બાદશાહે દશ હજાર સેનામહોર મંત્રી બાંધવોને આપી. મંત્રી બાંધવોએ આ સોનામહોરોનો ધર્મના કાર્યમાં સદ્વ્ય ય કર્યો. યુગપ્રધાન પદ:
કાશીથી વિહાર કરતા અનુક્રમે પૂ. આચાર્ય શ્રી ઉદયપુર પધાર્યા. ત્યાંના સંઘની અતિ આગ્રહભરી વિનંતિથી સં. ૧૬૭૨ માં ત્યાં ચાતુર્માસ રહ્યા. એમની મહાનતાથી આકર્ષાઈ ભારતના વિવિધ જન સંઘેએ મળીને એમને યુગપ્રધાન પદથી વિભૂષિત કર્યા. અનેક જિનાલયની પ્રતિષ્ઠા :
સં. ૧૬૭૩ નું ચોમાસુ અમદાવાદ કર્યું. ત્યાર બાદ સં. ૧૬૭૪ નું ચોમાસું તેઓશ્રીએ વઢવાણ કર્યું. ત્યાંથી વિહાર કરી શ્રી શત્રુંજય તીર્થ પર સંઘવી શ્રી વર્ધમાન– પદ્વસિંહ શાહ કારિત જિનાલયોની આચાર્યશ્રીએ પ્રતિષ્ઠા કરી.
સં. ૧૬૭૫ માં રાયશી શાહની વિનંતિથી આચાર્યશ્રી જામનગર પધાર્યા. ત્યાં રાયશી શાહે ભરાવેલ ૩૦૨ જિનબિંબોની અંજનશલાકા કરાવીને પોતે બંધાવેલ જિનાલય–દેરીઓમાં પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૭૬, વૈશાખ સુદ ૩ બુધવારના આચાર્યશ્રીએ મંત્રી બાંધવ વર્ધમાન–પસિંહ શાહ કારિત મહાન જિનાલમાં શાંતિનાથ પ્રભુ આદિ ભવ્ય જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૭૮ માં આચાર્યશ્રી પુનઃ જામનગર પધાર્યા, ત્યારે ઉકત બાંધાએ ૭૨ દેરીઓમાં ૫૦૧ જિનબિંબની અંજનશલાકાપ્રતિષ્ઠા કરાવી. આ જિનાલયમાં બન્ને બાંધવોએ મળી સાત લાખ મુદ્રિકાઓ ખચી. સૂરિજીની પ્રેરણાથી ઉકત બાંધવોએ મોડપુર અને છોકરીમાં પણ જિનમંદિરો બંધાવ્યાં. જામનગરનાં ચોરીવાલા જિનાલય :
રાયશી શાહના ભાઈ નેણશી શાહે આચાર્યશ્રીના ઉપદેશથી જામનગરમાં એક ઊંચા શિખરનું ભવ્ય ચૌમુખ જિનાલય બંધાવ્યું. તેમાં સંભવનાથ પ્રભુ આદિ ભવ્ય જિન
ની શઆર્ય કલ્યાણગૌતસ્મૃતિગ્રંથ
'
';
T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org