SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ IUt e stedestesteste stedetestaseedastoestestostestestostestedateste destestes dadestestadetestede stedestestestestastestostestesadastadestacadetestetstested પાલનપુરના નવાબને પ્રતિબંધ: સં. ૧૬૬૯ માં આચાર્યશ્રી પોતાના વયેવૃદ્ધ ગુરુદેવ આચાર્યશ્રી ધર્મમૂર્તિસૂરિને વંદન કરવા માટે પાલનપુર પધાર્યા અને ગુરુદેવ સાથે જ ચાતુર્માસ રહ્યા. ત્યાંના નવાબની વિનંતિથી નવાબની પત્ની કરીમાં બેગમ જે જવર રોગથી સંતપ્ત હતી, તેનો રોગ નિવારવા આચાર્યશ્રીએ મહોપાધ્યાય રત્નસાગરજીને રાજમહેલે મોકલ્યા. મંત્રપ્રભાવથી બેગમ રોગરહિત થઈ. નવાબ અને બેગમ અને સંસાર–ત્યાગી બન્યાં. નવાબે ત્યાં એક ઉપાશ્રય પણ બંધાવી આપ્યો. ગચ્છનાયક પદ : સં. ૧૯૭૦ માં યુગપ્રધાન દાદાશ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરજી કાળધર્મ પામતાં પાટણના સંઘે શ્રી કલ્યાણસાગરસૂરિને પોષ વદ ૧૧ ના “ ગશ” પદથી અલંકૃત કર્યા. આચાર્યશ્રી સંઘના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યા. આગરામાં છરી સંઘ : સં. ૧૬૭૧ માં વૈશાખ સુદના આગરામાં યુગપ્રધાન આચાર્ય શ્રી ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી લેઢા ગોત્રીય શ્રી કુંરપાલ–સોનપાલ મંત્રી બાંધવોએ નિર્મિત કરેલાં બે જિનમંદિરમાં શ્રી કલ્યાણસાગરસૂરિએ ૪૫૦ નૂતન જિનપ્રતિમાજીઓની અંજનશલાકા સહ પ્રતિષ્ઠા કરીને, ત્યાં જ ચાર્તુમાસ રહેવાનું સ્વીકાર્યું. આચાર્યશ્રીની પ્રેરણાથી આગરામાં બને બાંધવોએ ઉપાશ્રય બંધાવ્યો. ચોમાસા બાદ આચાર્યશ્રી સાથે આ મંત્રી બાંધવાએ સમેતશિખર, પાવાપુરી આદિ તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરેલ. સમેતશિખરાદિ તીર્થોના જીર્ણોદ્ધારમાં સાત લાખ સેનૈયા ખચી મહાન લાભ ઉપાર્જિત કરેલ. બાદ આચાર્યશ્રી વારાણસી (કાશી) પધાર્યા. ઉકત મંત્રી બાંધવોએ શત્રુંજય તીર્થનો સંપૂર્ણ સંઘ કાઢેલ. આગરામાં ચમકાર, જહાંગીર બાદશાહને પ્રતિબોધ : આ બાજુ દુર્જનથી ભંભેરાયેલા દિલ્હીના મુગલ બાદશાહ જહાંગીરે પોતાના મંત્રીએ લોઢાવંશી, કુરપાલ બાંધવોને કહ્યું: ‘તમારા જિનમંદિરમાં રહેલા દેવ જે દશ દિવસમાં કોઈ ચમત્કાર નહીં દેખાડે, તો આ દેવાલાના હું ભુક્કા બોલાવી દઈશ.” આ વાત સાંભળીને બને મંત્રી બાંધવો સચિંત બન્યા અને શીઘ્રવેગી ઊંટ પર સોનપાલ કાશી પહોંચ્યા. આચાર્યશ્રીને અગરામાં બનેલી હકીકત સમજાર. આચાર્ય શ્રીએ આશ્વાસન આપતાં કહ્યું: ‘તમે ચિંતા છોડી દો. હું જાતે જ ત્યાં પહુંચી આવીશ.” ગુરુદેવ પર શ્રદ્ધાવાળા સેનપાળ આગરા આવ્યા. આટલા દિવસોમાં આગરા પહોંચવું અશક્ય હોવાથી પૂજ્ય આચાર્ય દેવશ્રી કલ્યાણસાગરસૂરિ પાલેપ કરી આકાશગામિની ર) શ્રી આર્ય કયાોગોમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy