________________
shabdo we easy sabha balidaded [111] કચ્છમાં શાસન પ્રભાવના :
આચાર્ય શ્રી પુનઃ કચ્છ પધાર્યા, ત્યારે તેમણે કચ્છમાં ધાર્મિક ક્ષેત્રે નવચેતનના આણી. સ. ૧૬૫૧ માં આચાર્ય શ્રી કચ્છ જખૌમાં ચાતુર્માસ રહેલા ત્યારે મહાપાધ્યાય રત્નસાગરજીના સંસારી કાકા શાહ રસિ’હ નાગડાએ શ્રાવકનાં ખાર ત્રત સ્વીકાર્યાં.
સૌરાષ્ટ્રમાં વિહાર :
સં. ૧૬૫૨ માં આચાર્ય શ્રી જામનગર પધાર્યા ત્યારે શાહ રાયસિંહ નાગડાએ શત્રુંજય તીના છ'રી સંઘ કાઢયો. તેમાં બે લાખ કારી ખરચીને પછી આગ્રહપૂર્વક જામનગરમાં આચાર્યશ્રીને ચાતુર્માસ કરાવ્યું. ખાદ ગિરનાર તીર્થ તથા સૌરાષ્ટ્રમાં વિચરી સ'. ૧૬૫૩ નું ચામાસું પ્રભાસપાટણ કર્યું.
કચ્છના રાજાને પ્રતિખેાધ, અમારી પાલન, દીક્ષા-પ્રતિષ્ઠાનાં કાર્યાં :
સ. ૧૬૫૪ માં કચ્છના પાટનગર ભુજનગરમાં આચાર્ય શ્રી પધાર્યા. વાત રાગથી પીડાતા કચ્છના મહારાએ (રાજા) ભારમલ (પ્રથમ)ને મંત્રેલા પાણીથી રાગરહિત કરી, પ્રતિબાધી આચાર્ય શ્રીએ જૈનધર્માનુરાગી બનાવેલા. રાજાએ કચ્છભરમાં પર્યુષણ પર્વના આઠ દિવસે દરમ્યાન અમારી (અહિંસા) પળાવવાનું ફરમાન બહાર પાડયું. રાજાએ પ્રસન્ન થઈ આચાર્યશ્રીના ઉપદેશથી ‘રાજવિહાર' નામે જિનાલય બંધાવ્યું. રાજાએ રાજમહેલમાં આચાર્ય શ્રીને જે પાટ પર બિરાજમાન કરેલ હતા, તે પાટ આજે પણ ભુજના અચલગચ્છ ઉપાશ્રયમાં વિદ્યમાન છે. સ’. ૧૬૫૪ થી સ. ૧૬૬૭ પ‘તમાં આચાર્ય શ્રીએ કચ્છમાં વિચરી ૭૫ પુરુષા અને ૧૨૭ શ્રીએને પરમ પવિત્ર દીક્ષા આપી અને તેર પ્રતિજ્ઞાએ કરાવી. આ રીતે કચ્છની ભૂમિ પર એમણે મહાન ઉપકાર કર્યા. ભુજ-માંડવીનાં જિનાલયેા પણ આચાર્યશ્રીની પ્રેરણાથી નિર્મિત થયેલાં છે. વચ્ચે સં. ૧૬૬૫ માં જામનગરથી રાયશી શાહે શત્રુંજય તીર્થાંના સંધ કાઢેલ
જામનગરમાં અર્ધશત્રુંજય તુલ્ય તીથ જિનાલયના નિર્માણ માટે પ્રેરણા :
સ. ૧૬૬૮ વૈશાખ સુદ ૩ ના રાયશી શાહે સૂરિજીની પ્રેરણાથી વિશાળ જિનાલય અંધાવવાનુ ખાતમુહૂર્ત કરેલું. જામનગરમાં ૭૨ જિનાલયના પાયો :
સ. ૧૬૬૮ ના શ્રાવણ સુદ ૫ ના આચાર્યશ્રીના ઉપદેશથી અને પદ્મસિ’હ શાહની ભાર્યા કમલાદેવીની પ્રેરણાથી ઉકત ખાંધવાએ જામનગરમાં મહાત્સવપૂર્વક બેતેર જિનાલચવાળા મહાન જિનાલયના પાયા નાખ્યા. આ જિનાલય બાંધવામાં છ સે કારીગરા (સલાટા) રાકવામાં આવેલા. જિનાલય બાંધતાં આઠ વરસ પસાર થયેલાં.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org