________________
rastestastasestestestostestastasted dosasto costabadadestasteste testostestastest test tehdesetodeslas sustesstaste testostastastestostestestetista
મહા સુદ ૧૩ ના પાર્શ્વનાથ પ્રભુ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. આ જિનાલય અત્યારે પણ છે. શ્રી ધર્મભૂતિસૂરિના ઉપદેશથી તેજશી શાહ દ્વારા ધર્મ પ્રવૃત્તિ :
નવાનગર (જામનગર) ના શ્રેષ્ઠી તેજશી નાગડા પણ ધર્મમૂર્તિસૂરિના ભક્ત હતા. સૂરિજીના ઉપદેશથી જામનગરમાં તેમણે બે લાખ સોનામહોરે ખચી શાંતિનાથ પ્રભુનું ભવ્ય અને વિશાળ જિનાલય બંધાવ્યું હતું, જેની પ્રતિષ્ઠા સંવત ૧૬૨૪, પોષ સુદ ૮ ના થઈ હતી. તેજશી શાહે પાંચ લાખ મુદ્રિકાઓ ખચી શત્રુંજય મહાતીર્થને સંઘ કાઢયો હતો. તેજશી શાહના પુત્ર રાજશી શાહે પણ અઢળક નાણું ખચી પુણ્યોપાર્જન કર્યું હતું. શ્રી ધર્મમૂર્તિસૂરિજીના શાસનપ્રભાવક વિહાર-ચાતુર્માસ :
મેટી પટ્ટાવલીમાં તેમને વિહારકમ આ પ્રમાણે છે :
શ્રી ધર્મમૂર્તિસૂરિ આબુ તીર્થની યાત્રા બાદ સં. ૧૬૧૨ માં સિરોહીમાં ચાતુર્માસ રહ્યા હતા. સં. ૧૬૧૩ માં તેજશી શાહના આગ્રહથી નવાનગર ચાતુર્માસ રહ્યા હતા. એ જ અરસામાં જામનગરમાં તેજશી શાહે જિનાલય બંધાવવાની શરૂઆત કરી હતી. સં. ૧૬૧૪ માં શત્રુંજય તીર્થ પર કિદ્ધાર કર્યો હતો, અને વિશાળ પરિવાર સાથે પાલીતાણામાં જ ચાતુર્માસ રહ્યા હતા. ત્યાંથી વિહાર કરી સં. ૧૬૧૫ માં અમદાવાદ, સં. ૧૬૧૬ માં ઉદયપુર, સં. ૧૬૧૭ માં આગ્રા પધાર્યા હતા. અહીં સમ્રાટ અકબરની સભામાં માનવંતુ સ્થાન પામનાર લોઢા શ્રેષ્ઠી ઋષભદાસ અને તેમના ભાઈ પ્રેમને શિખરજી મહાતીર્થને સંઘ કાઢયો હતો. શિખરજીની યાત્રા કરી ધર્મમૂર્તિસૂરિ સં. ૧૬૧૮ માં વારાણસી ચાતુર્માસ રહ્યા હતા. સં. ૧૬૨૪ માં જામનગર પધાર્યા હતા. એ જ વર્ષે નાગડા ગેત્રના તંજશી શાહ કારિત શ્રી શાંતિનાથ પ્રભુ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ હતી. સં. ૧૬૨૮ માં આગ્રા પધાર્યા હતા. અહીં લોઢા ગોત્રીય ઋષભદાસના સુપુત્ર કુરપાલ અને સેનપાલે ચાતુર્માસ કરાવ્યું હતું અને ચાતુર્માસ બાદ આગ્રામાં વિશાળ એવાં બે જિનાલયો બાંધવાને શુભ આરંભ કરાયો હતો. ઉકત મંત્રી બાંધવોએ આગરામાં અચલગચ્છ ઉપાશ્રય પણ બંધાવેલ. આ સમયમાં ધર્મ મૂર્તિસૂરિ પાવાપુરી, રાજગૃહી ઇત્યાદિ સ્થળોએ પધાર્યા હતા. સં. ૧૯૨૯માં અમદાવાદ અને ત્યાર બાદ માંડલ, ખંભાત, સુરત, રાણપુર, વઢવાણ અને પાલીતાણામાં તેઓ ચાતુર્માસ રહ્યા હતા. સં. ૧૬૪૭ માં પોરબંદર, સં. ૧૬૪૮માં માંડવી (કચ્છ) થઈ પુનઃ નવાનગર પધાર્યા હતા. અને અહીં યાદગાર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા હતા. સં. ૧૯૫૩
કહS શ્રી આર્ય કરયાણાગોમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org