________________
f૦૦]કહeeeeeeeeeeeeeeeeeeeeeeeeeesthesed toddessedeedeesadeddess શત્રુંજય તીર્થ પર જિનાલયનું નિર્માણ:
આ અરસામાં થયેલા અચલગચ્છીય શ્રાવક જશવંતનો ઉલ્લેખ કરવો પ્રસ્તુત છે. તે અત્તરને વેપારી હતો. શત્રુંજય તીર્થ જ્યારે મજાહિદખાનને જાગીરમાં મળ્યા, ત્યારે તેની પાસે લાગવગ ધરાવનાર શ્રેષ્ઠિ જશવંતે વિનંતી કરી. જે માન્ય થતાં જશવંતે સં. ૧૫૬૪ ના ફાગણ સુદ 3 ને શુક્રવારે ભવ્ય અને વિશાળ જિનમંદિર બંધાવવાનો પ્રારંભ કર્યો. શિખરયુક્ત જિનાલય તથા પાંત્રીસ દેવકુલિકાઓ પણ બંધાવી. ત્યાર બાદ અન્ય અચલગરઝીય શ્રાવક ચૌહત, વીરપાલ આદિએ પણ જિનાલય બંધાવવાને પ્રારંભ કર્યો. ત્રણ વર્ષ બાદ ત્રણ વિશાળ જિનાલયો અને નવ લઘુ જિનમંદિરનું નિર્માણ થયું. આ જિનાલયે શત્રુંજય તીર્થ પર ક્યાં આવ્યા તે શોધવા ઘટે. ઉક્ત જિનાલયો શત્રુંજય તીર્થની વિમલવસહીમાં હોવા અંગેની સંભાવનાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
ગુણનિધાનસૂરિ રચિત એક પણ ગ્રંથ અદ્યાપિ પર્યત પ્રકાશમાં આવ્યો નથી.
સં. ૧૬૦૨ માં પાટણમાં ૫૪ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ રવર્ગવાસ પામ્યા હતા. ૬૩. પરમ જિદ્ધારક શ્રી ધર્મમૂર્તિસૂરિ : શ્રી ધર્મદાસને જન્મ આદિ વૃતાંત : - ખંભાત નગરમાં શ્રીમાળી શ્રેષ્ઠી હંસરાજની પ ની હાંસલદેવી કુક્ષીથી સં. ૧૫૮૫, પોષ સુદ ૮ ના એમનો જન્મ થયો હતે. મૂળ નામ ધર્મદાસ હતું. ધર્મદાસે સં. ૧૫૯૯ માં ગુણનિધાનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. નૂતન મુનિનું નામ “ધર્મદાસ” રાખવામાં આવ્યું, પણ વડી દીક્ષા વખતે “ધર્મમૂર્તિ મુનિ” એવું નામ રાખવામાં આવ્યું હતું. સં. ૧૬૦૨ માં રાજનગરમાં સૂરિપદની પ્રાપ્તિ સાથે તેઓ ગચ્છનાયક પદ પામ્યા હતા. ગછન્નતિ માટે પ્રશસ્ય પ્રયત્નો અને દિયોદ્વાર :
ગચ્છનાયક થયા બાદ શ્રી ધર્મમૂતિસૂરિ ગચ્છને ઉંનતિની દિશામાં લઈ જવા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહ્યા હતા. તે વખતે અન્ય ગો અને સંપ્રદાયના વધતા જતા જેને કારણે સાધુઓમાં શિથિલતા પ્રવેશી હતી, પણ ધર્મમૂર્તિસૂરિએ પોતાના આજ્ઞાવતી બાવન સાધુઓ અને ચાળીસ સાદવીઓ મળીને એકંદરે ૯૨ ના પરિવાર સહિત સં. ૧૬૧૪ માં ક્રિોદ્ધાર કર્યો હતો. કિદ્ધાર સ્થળ તરીકે પટ્ટાવલીમાં શત્રુજ્ય તીર્થને ઉલેખ પ્રાપ્ત થાય છે. ' પ્રાચીન ગચ્છમાં ક્રિોદ્ધાર :
એ સમયમાં અનેક નવા ગચ્છો અને મતોની ઉત્પત્તિ, પ્રતિમા અને સાધુજન નિષેધ ઇત્યાદિ છિન્નભિન્નતાનાં કારણે પ્રાચીન ગચ્છોમાં પણ શિથિલતા પ્રવેશી હતી. * જુઓ, “અચલગચ્છ દિદન” પૃ. ૩૩૯
૧ ર
ર આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org