________________
seemed
desi dhoopinstersstori
e s
ofessociaoasthanslate-
સં. ૧૫૮૭, વૈશાખ વદ ૬, રવિવારના જીર્ણોદ્ધાર કરાવ્યા. તે વખતે આ બન્ને મુનિવરહ પણ હાજર હતા. સર્વ ગોએ સર્વાનુમતે નકકી કર્યું હતું કે, શત્રુંજય તીર્થ બધા વેતાંબર ગોનું છે. આ લેખની નકલ આ મુજબ છેઃ “શત્રુંજય તીર્થ ઉપરકા મૂલગઢ ઔર મૂલકા શ્રી આદિનાથ ભગવાન કા મંદિર સમસ્ત જૈન કે લિયે હૈ, ઔર બાકી સબ દેવકુલિકા ભિન્ન ભિન્ન ગચ્છવાલકી સમઝની ચાહિયે. યહ તીર્થ સબ જેને કે લિયે એક સમાન હૈ. એક વ્યક્તિ ઈસ પર અપના અધિકાર જમા નહીં સકતી. અસા હોને પર ભી યદિ કેઈ અપની માલિકી સાબિત કરના ચાહે તે હસે ઈસ વિષયકા કઈ પ્રામાણિક લેખ યા ગ્રંથાક્ષર દિખાના ચાહિયે. વૈસા કરને પર હમ ઉસકી સત્યતા સ્વીકાર કરેંગે. અંચલગરછીય યતિ તિલક ગણિ ઔર પંડિત ગુણરાજ ગણિ લિખિત. (વિશેષ માટે જુઓ, અંચલગચ્છ દિગ્દર્શન પૃ. ૩૪૩) અન્ય શ્રમણનાં નામે :
શ્રી ગુણનિધાનસૂરિના સમયના ઉપરોક્ત શ્રમણે ઉપરાંત અન્ય અચલગરછીય શ્રમણોનાં નામાભિધાન આ મુજબ છેઃ ઉપાધ્યાય શ્રી વિદ્યાસાગરજી, વાચક વિદ્યાવલ્લભ ગણિ, વાટ રંગતિલક ગણિ, પં. ભાવરત્ન, વાચક કમલમેરુગણિ તથા તેમના શિષ્ય પં. સંયમમૂતિ, વાઈ: હેમકુશલ ગણિ તથા તેમના શિષ્ય પં. વિનયરાજ, પંડિત વિકમંડન ગણિ, પં. વિદ્યાશીલ અને તેમના શિષ્ય વિવેકમેરુ, પં. મુનિશીલ, વાચક ભાનુભ ગણિ તથા તેમના શિષ્ય લાભ ગણિ અને તેમના શિષ્ય શિવસી, મુનિ દયાશીલ, કવિ સેવક આદિ
ઉપરોક્ત ઉલ્લેખ પરથી તે વખતના શ્રમણ ગણુનો અનેક આચાર્યો, ઉપાધ્યાય, વાચક અને પંડિતો ઇત્યાદિ પદસ્થાને સામાન્ય પરિચય મળી રહે છે. ઉપરોક્ત શ્રમણ દ્વારા રચિત ગ્રંથો પણ પ્રાપ્ત થાય છે. આ અંગે અતિહાસિક ને દ્વારા વિગતો બહાર આવે તે જરૂરી છે. એ અરસામાં અચલગચ્છીય શ્રાવકો દ્વારા ધર્મોન્નતિનાં કાર્યો :
ગુણનિધાનસૂરિના સદુપદેશથી જાંબુવાસી ખોડાયણગોત્રીય મંત્રી ધરણે સં. ૧૫૬૫ માં ધર્મકાર્યોમાં વિપુલ ધન ખસ્યું હતું. યોગાનુયોગ એ જ વરસે ચારિત્ર નાયકશ્રીના પદમહોત્સવ વખતે પણ ધરણે ધન ખરચીને લાભ લીધો. ધરણના પૂર્વજ જગદેવ શેઠ પ્રતાપી પુરુષ હતા. જગદેવના સુપુત્રો સોમચંદ અને ગુણચંદે આબુ તથના વસ્તુપાલતેજપાલ કારિત જિનાલયોને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
આ આર્ય કરયાણાગો મસ્મૃતિ ગ્રંથ 2D ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org