________________
I૮legesteemested to do
desde ste bd . sts..ist. stove stodemoleselsodedge
આંચલિયા ગચ્છના પંન્યાસ રંગાએ સહી કરી હતી, એ ઉલ્લેખ પણ “સમાચારી શતક” ગ્રંથમાં છે. ચંદ્ર શાખાના મુનિવરો દ્વારા રચિત અનેક ગ્રંથો પ્રાપ્ત થાય છે, જેને પ્રસંગોપાત ઉલેખ કરીશું. હર્ષનિધાનસૂરિ:
ગુણનિધાનસૂરિના શિષ્ય હર્ષનિધાને લોલાડા નગરમાં રહીને “રત્નસંચય પ્રકરણ” નામક ગ્રંથ શાસગ્રંથમાંથી ઉધત કર્યો. પ૫૦ પ્રાકૃત ગાથાઓના પરિમાણુના આ ગ્રંથમાં કર્તાએ જૈન શાસનના પદાર્થો, વિષયો ઈત્યાદિ અંગે અનેક ઉપયોગી માહિતી રજૂ કરી છે. અચલગચ્છ-વિધિપક્ષગચ્છની માન્યતા પર્યુષણ પર્વ પાંચમ, ક્ષય તિથિ આદિ માન્યતાઓ અને “ચંદપન્નતિ સૂત્રના આધારે રજૂ કરી છે. આ મૂળ ગ્રંથ અને તેને ગુજરાતી અનુવાદ જૈન ધર્મ પ્રસારક સભા” (ભાવનગર) તરફથી પ્રકાશિત થયેલ છે. શાસ્ત્રીય વિષયોને વિષદતાથી જાણવા આ ગ્રંથ ખાસ મનનીય મનાય છે. આ ગ્રંથ પર બાલાવબોધે પણ પ્રાપ્ત થાય છે. ગ્રંથના અંતે કર્તાએ પ્રશસ્તિ જ છે. જેમાં તેઓનો ‘સૂરિ તરીકે ઉલ્લેખ ખાસ ધ્યાન ખેંચે એવે છે. આ ગ્રંથ પરથી એમ અનુમાન કરી શકાય છે કે તેઓ જનાગમોના પ્રખર અભ્યાસી અને ગીતાર્થ હતા. ઉપાધ્યાય ઉદયરાજ :
અચલગચ્છની મેદપાટી શાખાના તેઓ પ્રભાવક મુનિરાજ થઈ ગયા. નાડોલ ગામમાં પ્રવેશતાં જ આવતા વિશાળ અને ભવ્ય જિનાલયની બહારની ડાબી બાજુમાં ખાસ બંધાયેલ દેવકુલિકામાં તેમની તથા તેમના શિષ્યોની પાદુકાઓ પ્રતિષ્ઠિત છે, તે પરથી આ પ્રદેશમાં તેમનાં શાસનપ્રભાવક કાર્યોની ઝાંખી કરી શકાય છે. આખું મહાતીર્થના (વિમલવસહી) જિનાલયના સ્તંભલેખ દ્વારા જાણી શકાય છે કે વાચક ઉદયરાજ, વાવ વિમલરંગ, પં. દેવચંદ્ર, પં. જ્ઞાનરંગ, પં. તિલકરાજ, પં. સેમચંદ્ર, હર્ષરત્ન, ગુણરત્ન, દયારત્ન ઇત્યાદિ મુનિવરોએ આબુ તીર્થની યાત્રા કરી અને ગુણનિધાનસૂરિના પ્રસાદથી જ્ઞાનરંગ અને હર્ષરને આબુ પર ચાતુર્માસ કર્યું. “કાલકાચાર્ય” ગ્રંથની પ્રશસ્તિ દ્વારા જાણવા મળે છે કે સં. ૧૫૭૭ માં કે તે પહેલાં તેઓ ઉપાધ્યાય પદે આરૂઢ થયા હતા. ઉપાધ્યાય ઉદયરાજના શિષ્ય હર્ષરન ગણિ અને તેમના શિ. સુમતિહષ ગણિએ
તિષ ગ્રંથ પર ટીકાઓ રચી. પંડિત તિલકગણિ અને પંડિત ગુણરાજ :
જિનવિજયજી સંપાદિત “શંત્રુજય તીર્થોદ્વાર પ્રબંધ” ગ્રંથ દ્વારા જાણી શકાય છે કે આ મુનિવરો સં. ૧૫૮૭ માં વિદ્યમાન હતા. કર્મશાહ શ્રેષ્ટિએ શત્રુજ્ય તીર્થને
રાએ
આર્ય કલ્યાણા ગામસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org