________________
- events.....some
eeeeeeeeee..dishekelected to the s
d
[
૭]
સં. ૧૫૭૯ માં ૨૫ વર્ષની યુવાન વયમાં ભાવસાગરસૂરિના શિષ્ય તરીકે દીક્ષિત થયા હતા. સં. ૧૫૯૮ માં તેમણે સૂરિપદ પ્રાપ્ત કર્યું હતું. સં. ૧૬૧૪ માં ૬૧ વર્ષની વયે તેઓ દિવંગત થયા હતા. ગચ્છમાં તેઓ પ્રભાવક શાખાચાર્ય તરીકેનું માન પામ્યા હતા. તેમને પટ્ટ શિષ્ય શ્રી ગજસાગરસૂરિ ઇત્યાદિ અંગે આગળ ઉલ્લેખ કરીશું. સુમતિસાગરસૂરિના શિષ્ય હેમકાંતિ મુનિવરે “શ્રાવક વિધિ ચપઈ ' ગ્રંથ રચ્યો હતો. ભાવવÁનસૂરિ :
મારવાડમાં વિચરતા મેદપાટી અચલગચ્છીય શાખાના તેઓ ગચ્છનાયક હશે, એવું અનુમાન કરી શકાય છે. મારવાડ-મેવાડમાં આ શાખાના આચાર્યો અને મુનિવરોના ઘણું જ ઉપકાર છે. એ પ્રદેશના જ્ઞાનભંડારોની હસ્તપ્રતોની પ્રશસ્તિઓ અને અને ઉત્કીણિત લેખો પરથી આ શાખાના મુનિવરોના ઉ૯લેખ પ્રાપ્ત થાય છે. શ્રી ભાવવદ્ધનસૂરિ અચલગચ્છના હતા.” એવો ઉલ્લેખ તેમના દ્વારા લિખિત એક હસ્તપ્રત દ્વારા જાણી શકાય છે. અચલગચ્છની આ પરંપરા અંગે વિદ્વાનોએ સંશોધન કરવું ઘટે. વાચક પુણ્યચંદ્ર ગણિઃ
શ્રી ગુણનિધાનસૂરિના સમયમાં તેમના શિષ્ય વાચક પુણ્યચંદ્ર ગણિ મંત્રવાદી અને પ્રભાવક મુનિવર થઈ ગયા. તેમણે અનેક ચમકારે દર્શાવ્યા હતા. એવો ઉલ્લેખ છે કે તેમણે અમાસને દિવસે પૂનમનો ચંદ્ર બતાવ્યો હતો. એના પરથી એમની શાખા ચંદ્ર શાખા” નામે પ્રસિદ્ધ થઈ હતી. આ શાખામાં અનેક પ્રભાવક મુનિવરો થઈ ગયા. પુણ્યચંદ્રની પરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છે: (૧) પુણ્યચંદ્ર, (૨) માણિક્યચંદ્ર, (૩) વિનયચંદ્ર, (૪) રવિચંદ્ર, (૫) વાચક દેવસાગરજી, (૬) વાચક જયસાગરજી, (૭) વાચક લહમીચંદ્ર, (૮) વાચક લાવણ્યચંદ્ર.
બીજી પરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છેઃ (૧) પુણ્યચંદ્ર, (૨) વિમલચંદ્ર, (૩) કુશલચંદ્ર, (૪) ભક્તિચંદ્ર, (૫) માનચંદ્ર, (૬) કલ્યાણચંદ્ર, (૭) સૌભાગ્યચંદ્ર.
ત્રીજી પરંપરા આ પ્રમાણે છેઃ (૧) પુયચંદ્ર, (૨) કનકચંદ્ર, (૩) વીરચંદ્ર, (૪) રથાનસાગર.
નવાંગ વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ ખરતર ગ૭ના હતા, એવું વિધાન સં. ૧૬૧૭ માં પાટણ અને ખંભાતમાં સર્વ ગ છાના આચાર્યોએ મળીને સિદ્ધ કર્યું હતું. ખંભાત મતપત્ર અચલગચ્છ વતીથી પુણ્યચંદ્ર સહી કરી હતી એવો ઉલેખ સમયસુંદર ગણિ રચિત “સમાચાર શતક' ગ્રંથમાંથી મળી રહે છે. જ્યારે પાટણ મતપત્રમાં ધવલ પવિયા
મા શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org