________________
secedetected storest fastessessessmtosesdassed festowedoshooting diseasessed
શ્રી ભાવસાગરસૂરિ રચિત “શ્રી વીરવંશાનુક્રમ પટ્ટાવલી”:
ભાવસાગરસૂરિના અનેક પ્રતિષ્ઠા લેખો ઉપલબ્ધ થાય છે. ભાવસાગરસૂરિ કૃત ૨૩૧ પ્રાકૃત કંડિકા પ્રમાણ વીર વંશાનુક્રમ પટ્ટાવલી,” અપર નામ અચલગચ્છ ગુર્નાવલી” . પ્રાપ્ત થ ય છે. આ પટ્ટાવલી અચલગચ્છના ઇતિહાસનું મહત્વનું અને વિશ્વસનીય અંગ બની રહી છે. ચરમ તીર્થકર શ્રી ભગવાન મહાવીર દેવના પંચમ ગણધર શ્રી સુધર્મા રવામથી લઈને શ્રી સિદ્ધાંતસાગરસૂરિ સુધીને આચાર્યોની ઐતિહાસિક માહિતી ઉકત ગુર્નાવલીમાં સંગૃહીત છે. આ ગ્રંથ ઉપલબ્ધ છે, પણ હજી સુધી પ્રકાશિત થયો નથી. શ્રી ભાવસાગરસૂરિનું પ્રાકૃત પરનું પ્રભુત્વ જોતાં તેમણે સંસ્કૃત–પ્રકૃતમાં અન્ય ગ્રંથ પણ રચ્યા હોય એ શક્ય છે. આ સમયે નવા ગચ્છ-મતો :
શ્રી ભાવસાગરસૂરિના સમયમાં અન્ય નવા ગ છે અને સંપ્રદાય સ્થાપાયા હતા, જેમાં લેકશાહે લેકા ગ૭, કડવા શાહે કડવા ગચ્છ, બીજા શાહે બીજ મત, અને પાર્શ્વ ચંદ્રસૂરિએ પાર્ધચંદ્ર ગ૭ પ્રવર્તાવ્યો. અનેક નવા ગી છે અને નવા મતે ઉભવ્યા હોવાથી આવા સમયે શ્રી ભાવસાગરસૂરિએ શુદ્ધ ક્રિયા અને તપને માર્ગ સ્વીકાર્યો. પટ્ટાવલીમાં તેમને યુગપ્રધાને કહ્યા છે.
સં. ૧૫૮૩ માં ખંભાત નગરમાં શ્રી ભાવસાગરસૂરિ કાળધર્મ પામ્યા હતા. ૧૬. શાસનપ્રભાવક શ્રી ગુણનિધાનસૂરિ સોનપાલને જન્માદિ વૃતાંત :
પાટણના શ્રીમાળી શ્રેષ્ઠી સંઘવી નગરાજની પત્ની લીલાદેવીની કુક્ષીથી સં. ૧૫૪૮ ના માઘ માસના શુકલ પક્ષમાં સેનપાલને જન્મ થયો હતે. એકદા શ્રી સાગરસૂરિ વિહાર કરતા પાટણ પધાર્યા, ત્યારે ધર્માનુરાગી ઉક્ત દંપતીએ પોતાના બાળક સેનપાલ સૂરિજીને સમર્પિત કરી દીધે; અને સંવત ૧૫૫૨ માં સેનપાલે પાટણમાં દીક્ષા સ્વીકારી. થોડા જ વખતમાં મુનિ ગુણનિધાન જિનાગમના સારા અભ્યાસી થયા હતા.
મુનિ ગુણનિધાનને સં. ૧૫૬૫ માં જંબુસરમાં ભાવસાગરસૂરિએ સૂરિપદે આરૂઢ કર્યા હતા અને સં. ૧૫૮૪ માં ખંભાતમાં પ્રાગ્વાટે શ્રેષ્ઠી વિદ્યાધર શાહે કરેલા ઉત્સવમાં તેઓ ગચ્છનાયક પદ પામ્યા હતા.
ગુણનિધાનસૂરિના વખતના અચલગચ્છીય શ્રેમણે સુમતિસાગરસૂરિ : જ આ આચાર્યશ્રી ૬૧ મા પટ્ટધર શ્રી ભાવસાગરસૂરિના શિષ્ય હતા. તેમને જન્મ સં. ૧૫૫૪ માં પાટણના શ્રીમાલીજ્ઞાતીય શ્રેષ્ઠી વસ્તાની પત્ની વિમલાદેની કક્ષીથી થયે હતે.
ADS
આર્ય કલ્યાણગૌતમ ઋતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org