________________
offreshsmsfededesdel-develow.slides/feedleshdose
f
aff select followesholes test
selflesslesI ક્ષા
શ્રી સિદ્ધાંતસાગરસૂરિના સમુદાયમાં ઉપાધ્યાય ભાવવધનથી ‘વર્ધન શાખા અને કમલરૂપ ગણિથી “રૂપ” શાખા અને ધનલાભથી “લાભ શાખા અસ્તિત્વમાં આવી હતી
ઉગ્રવિહારી શ્રી સિદ્ધાંતસાગરસૂરિ બધા ગુજરાત અને માળવામાં વિચર્યા હતા. સં. ૧૫૬૦માં તેઓ પાટણમાં પધાર્યા. એ જ નગરમાં કાળધર્મ પામ્યા હતા. તેઓ માંડલમાં કાળધર્મ પામ્યા હતા એ બીજે ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે.) ૬૧. પ્રાકૃત પટ્ટાવલીના રચયિતા શ્રી ભાવસાગરસૂરિ : ભાવડકુમારને જન્માદિ વૃત્તાંત :
મારવાડના ભિન્નમાલ નગરમાં શ્રીમાલી શ્રેષ્ઠી સાંગરાજ અને તેની પત્ની શૃંગારદેવીને ઘેર સં ૧૫૧૬ માં ભાવડકુમારને જન્મ થયે હતે.
સં. ૧૫૪૦ માં ખંભાતમાં ભાવડકુમારે શ્રી કેશરી સૂરિ પાસે દીક્ષા સ્વીકારી હતી. તેમનું નામ મુનિ ભાવસાગર રાખવામાં આવ્યું હતું.
સં. ૧૫૬૦ માં શ્રી સિદ્ધાંતસાગસૂરિ કાળધર્મ પામતાં માંડલના સંઘે મુનિશ્રી ભાવસાગરજીને સૂરિપદ સાથે ગચ્છશપદે આરૂઢ કર્યા હતા. આ પ્રસંગ વૈશાખ સુદ ૩ ના ઉજવાય હતે. માંડલના રહીશ શ્રેષ્ઠી વાઘા અને હરખચંદે શ્રી ભાવસાગરસૂરિના પદમહોત્સવ પ્રસંગે ૫૦ હજાર દ્રવ્ય ખર્યું હતું. ઉક્ત શ્રાવકોએ એ જ દિવસે શ્રી શીતલનાથ પ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી ભાવસાગરસૂરિને શ્રમણ પરિવાર :
શ્રી ભાવસાગરસૂરિના શ્રમણ પરિવારમાં શ્રી સમરત્નસૂરિ, વાચનાચાર્ય શ્રી લાભમંડન ગણિ, વાચક શ્રી નયસુદંર ગણિ આદિ નામે ઉલ્લેખનીય છે. શ્રી ભાવસાગરસૂરિ પછી અન્ય એક પટ્ટપરંપરા :
તેમના શિષ્ય સુમતિસાગરસૂરિ પણ પ્રભાવક આચાર્ય હતા. પ્રાચીન ગ્રંથકારેએ રચનાની પ્રશસ્તિઓમાં તેમને “ગચ્છનાયક કહ્યા છે. તેમની પરંપરા આ પ્રમાણે છે :
(૧) ગજસાગરસૂરિ, (૨) પુણ્યરત્નસૂરિ, (૩) ગુણરત્નસૂરિ, (૪) ક્ષમારત્નસૂરિ ઇત્યાદિ. જ્ઞાનસાગરજી રચિત ગ્રંથ :
શ્રી ગજસાગરસૂરિજીના શિષ્ય પં. લલિતસાગરજીના શિષ્ય પંડિત મણિદ્મસાગરજીના શિષ્ય ૫. જ્ઞાનસાગરજી ઉચ્ચ કેટિના કવિ થઈ ગયા. પં. જ્ઞાનસાગરજીએ ગૂર્જર ભાષામાં અનેક રાસે રચ્યા. તેમણે ‘શ્રીપાલ રાસ પણ રચ્યો. સત્તર જેટલા રાસ અને ચરિત્ર ઉપરાંત તેઓ દ્વારા રચિત “સ્તવન ચોવીશી, “અબુંદ ચૈત્યપરિપાટી' આદિ કૃતિઓ પણ પ્રાપ્ત થાય છે.
આ શ્રી આર્ય ક યાણાગામ સ્મૃતિગ્રંથ
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org