________________
stestados obsedastasteste dedestes
de dodededededeedesteste-testostestosteste tooded.estoster
odede dedostotesterbostade destes
સૂરિજીને મને રથ પૂર્ણ કર્યો. આથી સૂરિજીને પિતાના આગમનનું જ્ઞાન કરાવ્યું, જેથી ભાવિ ગોદય થશે એમ જાણી સૂરિજીને સંતોષ થે. શ્રી જ્યકીર્તિસૂરિ રચિત સાહિત્ય :
શ્રી જયકીર્તિસૂરિ ઉગ્ર તપસ્વી હોવા સાથે સફળ ગ્રંથકાર હતા. તેમના રચેલા ગ્રંથમાં (૧) ઉત્તરાધ્યયન સૂત્ર દીપિકાવૃત્તિ, (૨) ક્ષેત્રસમાસ ટકા, (૩) સંગ્રહણી ટીકા, (૪) પાશ્વદેવ સ્તોત્ર આદિ છે. આ સ્તોત્ર પર અવચૂરિ ટીકા પ્રાપ્ત થાય છે.
શ્રી જયકીર્તિસૂરિ સં. ૧૫૦૦ માં ૬૭ વર્ષની વયે પાટણમાં કાળધર્મ પામ્યા હતા. ૫૯. અનેક જિનબિંબની પ્રતિષ્ઠાના ઉપદેશક શ્રી જયકેશરસૂરિ ધનરાજને જન્મ :
પાંચાલ દેશના થાન નગરમાં શ્રીમાલી શેઠ દેવસિંહ અને તેમની પત્ની લાખણદેને ત્યાં સં. ૧૪૭૧ માં ધનરાજ નામે પુત્રને જન્મ થયે હતે. જન્મકાળ પહેલાં માતાએ કેશરી સિંહનું સ્વપ્ન જોયું હતું. સં. ૧૪૭૫ માં લઘુ વયે બાળક ધનરાજે શ્રી જયકીતિસૂરિ પાસે દીક્ષા સ્વીકારતાં તેમનું નામ જયકેશરી મુનિ શખવામાં આવ્યું હતું. દીક્ષા બાદ અલ્પ દિવસોમાં જ તેઓ નાગમના પારગામી થયા હતા. સં. ૧૮૯૪માં ગુરુએ તેમને સૂરિપદે આરૂઢ કર્યા હતા. (શ્રી ભાવસાગરસૂરિ કૃત પ્રાકૃત પટ્ટાવલી અનુસાર ચાંપાનેરના રાજા ગંગદાસના વચનથી તેમને સૂરિપદે આરૂઢ કરવામાં આવ્યા હતા.) સં. ૧૫૦૧ માં શ્રી જયકેશરી સૂરિ “ગણેશ પદ’ ધારક બન્યા હતા. આ પ્રસંગે પાવાગઢ તીર્થના શ્રી વીરજિનાલયમાં શાલાપતિ જ્ઞાતીય સંઘવી કાલાગરે ભવ્ય મહોત્સવ કર્યો હતે. અમદાવાદમાં મંત્રના બળે બાદશાહની રોગમુક્તિ :
એકદા શ્રી જયકેશરીસૂરિ અમદાવાદમાં બિરાજતા હતા. તે વખતે ત્યાનો બાદશાહ મહંમદશાહ જ્વર રોગથી પીડાતો હતો. અનેક ઉપાયો કરવા છતાં તે રોગમુક્ત ન થયો. શ્રી જયકેશરીસૂરિને પ્રભાવશાળી જાણીને બાદશાહે પિતાને ત્યાં પધારવા વિનંતિ કરી. શાસનપ્રભાવનાનું કારણ જાણી સૂરિજી બાદશાહને ત્યાં પધાર્યા. સૂરિજીએ “વરાપહાર મંત્ર ભણીને શાસનદેવીને સમરીને પિતાનું રજોહરણ ત્રણ વખત બાદશાહના શિર પર ફેરવ્યું. તરત જ રાજા રોગરહિત થયો. ગુરુએ પોતાનું રજોહરણ પથ્થરની શિલા પર ખંખેર્યું, એટલે જવરની ઉષ્ણતા શિલામાં પ્રવેશી અને શિલાના બે ટુકડા થઈ ગયા. આથી પ્રભાવિત થયેલે સ્વસ્થ બાદશાહ સૂરિજીના ચરણોમાં નમી પડયો. આ સૂરિજીના ઉપદેશથી બાદશાહે અમદાવાદમાં ઝવેરીવાડમાં અચલગચ્છીય સાધુઓ માટે ઉપાશ્રય બંધાવી આપે. આજે પણ આ ઉપાશ્રય મોજુદ છે. આ ઉપાશ્રયની નજીક શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય પણ છે.
કોઈ એ આર્ય કયા ગોતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org