________________
sustastastelastedes sostestedodestostestestostesteste tostado dedostosledbestostestosteste sostestosteostesteste dostoso ste dostosostestestestesbestostestosteetete de
પત્નીને ઉપવાસ હતો. ત્યાં આવેલ અતિથિ વગેરેએ ભજન કરતાં સહુ મૃત્યુ પામ્યા. ત્યાં પધારેલા શ્રી જયકીર્તિસૂરિને વિનંતિ કરતાં સૂરિજીએ વિષાપહાર મંત્રના પ્રભાવથી સને સચેતન ર્યા. આ પ્રસંગ પરથી સહસાકના વંશજો “વિષાપહાર ગોત્ર' થી પ્રસિદ્ધ થયા. સહસાકના વંશજ સાલિગે સાર તીર્થમાં શ્રી જયકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી મહાવીર પ્રભુનું વિશાળ જિનાલય બંધાવ્યું. સં. ૧૪૯૩, જેઠ સુદ ૧૦ને તેની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે પચીસ હજાર પીરેજીને ખર્ચ થ.
શ્રી જયકીર્તિસૂરિના ઉપદેરાથી અનેક જિનમંદિરો અને અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા થયેલી. શ્રી જીરાવલ્લી તીર્થના ઉદ્ધારમાં તેમની પ્રેરણા મુખ્ય હતી. શ્રી જયકીર્તિસૂરિના શિષ્યો :
તેમના શિષ્યમાં શ્રી જયકેસરીસૂરિ, શ્રી શીલરત્નસૂરિ, શ્રી ત્રિષિવર્ધનસૂરિ, ઉપાધ્યાય શ્રી લાવણ્યકીતિ, શ્રી ક્ષમારત્ન મુનિ આદિનાં નામે ઉલ્લેખનીય છે. શ્રી શીલરત્નસૂરિ કૃત જૈન મેઘદૂત મહાકાવ્યની ટીકા, “તુતિ વીસી' આદિ ગ્રંથો ઉપલબ્ધ થાય છે. શ્રી ષિવર્ધનસૂરિ રચિત શૈત્યવંદન ચોવીશી,” “નલદમયંતીરાસ,” “જિનાતિશય પંચાશિકા,” અને પાદપૂતિ સહ “મહિમ્ન જિનસ્તોત્ર' આદિ પ્રસિદ્ધ છે. ગચ્છના અન્ય આચાર્યોને ઉલ્લેખ:
શ્રી જ્યકીતિસૂરિના સમકાલીન અચલગચ્છના અન્ય આચાર્યોમાં શ્રી ધર્મશખરસૂરિ, શ્રી મહીતિલકસૂરિ, શ્રી માણિજ્યશેખરસૂરિ, શ્રી માણિક્ય સુંદરસૂરિ, શ્રી માણિજ્યકુંજરસૂરિ, શ્રી માનતુંગસૂરિ, શ્રી મેરુનંદનસૂરિ, શ્રી ભુવનતુંગસૂરિ, ઉપાધ્યાયશ્રી ધર્મનંદન ગણિ, પં. શ્રી મહિનંદન ગણિ આદિનાં નામો ઉલલેખનીય છે. “ગચ્છનાયક ગુરુરાસ’માં તે વખતના અન્ય આચાર્યોને નામે લેખ આ મુજબ પ્રાપ્ત થાય છે : પુણ્યપ્રભસૂરિ, સુમતિસિંહસૂરિ, વીરસિંહસૂરિ, ધર્મસિંહસૂરિ, અભયદેવસૂરિ, પ્રજ્ઞાતિલકસૂરિ, ચંદ્રપ્રભસૂરિ, ધર્મદેવસૂરિ સોમચંદ્રસૂરિ. આ નામોમાંથી શ્રી જિનચંદ્રસૂરિ, પદ્મદેવસૂરિની પરંપરામાં થયેલા આચાર્યોનાં નામ છે. બાકીના આચાર્યો અંગે વિશેષ માહિતી મેળવવી જરૂરી રહે છે. શાસન રક્ષા માટે શત્રુંજય પર આયંબિલ તપ :
શ્રી મેરૂતુંગસૂરિએ શાસનદેવીને પ્રત્યક્ષ આવાગમનને નિષેધ કરેલ હતા. પરંતુ શાસન રક્ષા માટે શ્રી જયકીર્તિસૂરિએ શત્રુંજય મહાતીર્થ ઉપર ઘણાં વર્ષો સુધી આયંબિલ તપ કર્યું હતું. આથી પ્રસન્ન થઈને મધ્યરાત્રિએ ચકેશ્વરી દેવીએ પ્રગટ થઈને કહ્યું : “હું આપની પાસે આવીશ. પરંતુ આપ મને ઓળખશે નહીં.” બીજે દિવસે ખંભાતથી સંધ આવ્યા. તેમાં દેવીએ શ્રાવિકાનું રૂપ ધારણ કરીને સુવર્ણ મુદ્રાથી મિશ્રિત પાંઆ વહોરાવીને
મરી શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ રચE.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org