________________
delled off steadfads.deselected
fossilfedeffect stoddessfedeclosedsets fessess sese 6 sess T૯]
ચાંપાનેરના રાજા-મંત્રી આદિને પ્રતિબોધ :
પાવાગઢના રાજા ગંગરાજેશ્વરની પર્ષદામાં શ્રી જયકેશરીસૂરિ માનભર્યું સ્થાન ધરાવતા હતા. આ રાજાને પુત્ર જયસિંહ પણ આ સૂરિજીના સમાગમમાં આવ્યું હતું. ચાંપાનેરના રાજા ઉપરાંત ત્યાંના મંત્રીઓ પણ સૂરિજીના સમાગમમાં આવેલા અને જિનબિંબ ભરાવેલાં પાવાગઢ અને અચલગચ્છાધિષ્ઠાયિકા :
અચલગચ્છ પ્રવક શ્રી આર્ય રક્ષિતસૂરિની તપોભૂમિ તરીકેનો યશ પણ આ પાવાગઢને ફાળે જાય છે. તેમ જ મહાકાળી દેવીનું સ્થાન પણ પાવાગઢમાં હોવાથી મહાકાળી દેવીને અચલગચ્છાધિષ્ઠાયિકા' તરીકે સ્થાન મળ્યું છે. આ ઘટનાઓ સૂચક ગણી શકાય. શ્રી કેશરીરિને શિષ્યપરિવાર:
શ્રી જયકેશરીસૂરિના શિખ્યામાં શ્રી સિદ્ધાંતસાગરસૂરિ, શ્રી કીર્તિવલ્લભ ગણિ, શ્રી મહીસાગર ગણિ, શ્રી મહામેરુ ગણિ ઈત્યાદિ નામો ઉલ્લેખનીય છે. શ્રી કીતિવલભ ગણિ કૃત ઉત્તરાધ્યાયન દીપિકા, ઉપા. શ્રી મહીસાગર ગણિ કૃત ‘પડાવશ્યક વિવરણ આદિ ગો ઉપલબ્ધ છે. સૌથી વધારે જિનબિંબના પ્રતિષ્ઠાપક : - અચલગચ્છના આચાર્યોમાં સૌથી વધારે જિનબિંબના પ્રતિષ્ઠાપક તરીકે શ્રી
કેશરીસૂરિનું નામ સુવર્ણાક્ષરે લખાશે પ્રાય: પ્રત્યેક જિનાલમાં તેમને હાથે પ્રતિષ્ઠિત થયેલ ધાતુમૂર્તિઓ ઉપલબ્ધ થશે. આજ સુધીમાં શ્રી જયકેશરીસૂરિના સેંકડે પ્રતિષ્ઠાલેખ પ્રસિદ્ધિમાં આવ્યા છે અને ઉપલબ્ધ બનતા રહે છે. સ્તુતિકાર શ્રી જયકેશરીસૂરિ :
શ્રી જયકેશરી સૂરિ આદર્શ જિનભક્ત હતા. જિનભક્તિની પ્રસાદી રૂપે તેઓએ ચતુર્વિશતિ જિન તેત્રાણિ રચ્યાં હતાં, જે પ્રકાશિત થયેલ છે. આ તેત્રાવલિમાં ઉત્તમ કાવ્ય તરીકે અને ભક્તિરસથી મનહર સ્તોત્ર તરીકે પ્રસિદ્ધ સ્તોત્રો તેમાં સ્થાન પામે તેવાં છે. ઉપરાંત તેમણે રચેલ શ્રી આદિનાથ તેત્ર,” “શ્રી સાધારણ જિન સ્તોત્ર પણ ઉપલબ્ધ બને છે. તેઓશ્રીએ “અષ્ટોતરી તીર્થમાળા” પર સંસ્કૃતમાં ટીકા રચેલી છે, જેની અનેક હસ્તપ્રતે ઉપલબ્ધ થાય છે. આ ગ્રંથ શીધ્ર પ્રકાશિત થાય એ જરૂરી છે.
સં. ૧૫૪૧, પિષ સુદિ ૮ ના ૭૨ વરસની વયે ખંભાતમાં શ્રી કેશરસૂરિ કાળધર્મ પામ્યા હતા. * આ ઑત્રાવલિ ગ્રંથ મૂળ અને ગુજરાતી અનુવાદ સાથે અનેક વિષયો પર પ્રકાશ પાડતી પ્રસ્તાવના
એ સાથે શ્રી અય-જય-કલ્યાણ કેન્દ્ર દ્રસ્ટ તરફથી પ્રગટ થયેલ છે..
આ ગ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org