SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ beste deste dosedastestosteste stedestedslede stedeste destedodeste destosteskestestostese soseskededastedade dedostosodobe de dedesbadede desde પ્રકાશિત થયેલ છે. ગૂર્જર ભાષાનું સ્વરૂપ જાણવા માટે આ ગ્રંથ અભ્યસનીય છે. આ એક જ કૃતિ દ્વારા માણિક્યસુંદરસૂરિ ગૂજરાતીને આદ્ય ગદ્યકાર કવિ મનાયા છે. શ્રી જયશેખરસૂરિ પણ “ત્રિભુવનદીપક પ્રબંધ'ની રચનાથી ગૂજરાતી ભાષાના આદ્યકવિ ગણાયા છે. શ્રી પૃથ્વીચંદ્ર ચરિત્ર” ગ્રંથ અંગે ડો. ભેગીલાલ સાંડેસરા લખે છે : ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ ગ્રંથ ઉપયોગી છે એટલું જ નહિ, તે એક વિસ્તૃત વર્ણનપ્રધાન ગ્રંથ હોવાને કારણે ઉપયોગી માહિતી પણ તેમાંથી મળી આવે છે. (૯) શ્રી નેમીશ્વર ચરિત ફાગબંધ : આ ફાગુ કાવ્ય પ્રાચીન ગૂર્જર ભાષામાં ૯૧ પદ્યપ્રમાણ છે. વચ્ચે સંસ્કૃત લેકે પણ રચાયા છે. આ સંસ્કૃત લેકે પર અવચૂરિ પ્રાપ્ત થાય છે. (આ સ્મૃતિપંથમાં જ એ ફાગુ પ્રકાશિત કરાયેલું છે. જુઓ, દ્વિતીય ખંડ, પૃષ્ઠ ૪૨૧) (૧૦) શ્રી સિંહસેન કથા : (વસ્ત્રદાન ઉપર) આ કથા સંસ્કૃત ગદ્યપદ્યમાં રચાઈ છે. (૧૧) શ્રી અજાપુત્ર કથાનકચરિત્ર : આ કથા પણ સંસ્કૃતમાં છે. (૧૨) શ્રી સિંહાવલેક રાષભજિન સ્તોત્ર: આ મનહર સ્તોત્ર “પંચપ્રતિકમણ સૂત્રાણિ” પુસ્તકમાં પ્રકાશિત છે. આ નાનકડા તેત્રમાં પણ તેમણે પિતાના વિદ્યાગુરુ શ્રી જયશેખરસૂરિને ઉલ્લેખ કર્યો છે. (૧૩) શ્રી વિચારસાર સ્તવન : ૨૨ શ્લેક પ્રમાણ. (૧૪) શ્રી પાર્શ્વજિન સ્તવ : સંસ્કૃતમાં આ ગ્રંથ અને કૃતિઓ ઉપરાંત શ્રી ધર્મશખરસૂરિ કૃત “શ્રી જનકુમારસંભવ મહાકાવ્યની ટીકાનું, શ્રી શીલરત્નસૂરિ કૃત “શ્રી જૈન મેઘદ્દત મહાકાવ્યરની ટીકાનું શ્રી માણિક્યસુંદરસૂરિએ સંશોધન કરી આપેલું. શ્રી માણિક્યસુંદરસૂરિ કૃત ગ્રંથે બહુધા પ્રસિદ્ધ થઈ ગયા છે. જૈનાગમના બહુશ્રત શ્રી માણિક્યશેખરસૂરિ અને તેમના ગ્રંથ : શ્રી મેરૂતુંગસૂરિના શિષ્ય શ્રી માણિક્યશેખરસૂરિ જૈનાગના પ્રખર અભ્યાસી, માન્ય બશ્રત વિદ્વાન થઈ ગયા. શ્રી મેરૂતુંગસૂરિએ તેમને અનુક્રમે ઉપાધ્યાયપદ અને સૂરિપદથી અલંકૃત કર્યા હતા. સાથે સાથે શ્રી મેરુનંદનસૂરિને પણ સૂરિપદે આરૂઢ કરવામાં આવ્યા હતા. આ પત્સવ વખતે શ્રેષ્ઠી શ્રી ખીમરાજ સંઘવીએ મહોત્સવ કર્યો હતે. શ્રી માણિજ્યશેખરસૂરિએ જૈન આગમ પર રચેલ દીપિકાઓ અને વૃત્તિઓ સુપ્રસિદ્ધ છે. તેમના ગ્રંથની સૂચિ આ પ્રમાણે છે : (૧) શ્રી આવશ્યક નિર્યુક્તિ દીપિકા: સં ૧૪૭૨ માં રચાયેલી, સંસ્કૃતમાં ૧૧૭૫૦ લેક પ્રમાણુ થી શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથો નહી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy