________________
૮૪
offeelesed deseofessoastafofessessessessessedeces
socidoddefecadesle storeseedseases
કર્યા હતા. તેઓ સં. ૧૪૩૦ ની આસપાસમાં જન્મ્યા હશે અને તેમની જન્મભૂમિ ગૂજરાત હશે એમ અનુમાન કરી શકાય છે. સં. ૧પ૦૦ સુધી તેમની વિદ્યમાનતા માની શકાય. શ્રીધરચરિત મહાકાવ્યમાં તેઓ પોતાના વિદ્યાગુરુ શ્રી જયશેખરસૂરિને નમસ્કાર કરે છે. ' આ ઉલ્લેખથી માની શકાય છે કે તેઓશ્રીએ શ્રી જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતે. શ્રી મેરૂતુંગસૂરિના શિષ્ય પરિવારમાં તેઓ માનભર્યું સ્થાન પામ્યા હતા. ઉપાધ્યાય શ્રી ધર્મનંદનગણિ, વાચક શ્રી કીર્તિસાગરજી, વાચકશ્રી રાજકીર્તિગણિ આદિ શ્રી માણિક્યસુંદરસૂરિના શિષ્ય હતા. શ્રી માણિક્યસુંદરસૂરિ રચિત સાહિત્ય :
શ્રી માણિક્યસુંદરસૂરિના સાહિત્યની સમીક્ષા કરવા જતાં વિસ્તૃત લખાણ થાય એમ છે. તેમણે રચેલા સાહિત્યનું અવગાહન કરતાં કે એની સૂચિ જોતાં આપણને તેમના પ્રત્યે માન ઉત્પન્ન થાય છે. તેમણે રચેલા થે આ પ્રમાણે છે :
(૧) શ્રી શ્રીધરચરિત મહાકાવ્ય: (નવ સર્ગમાં સંસ્કૃત પદ્યબદ્ધ મહાકાવ્ય છે.) ૧૬૮૫ શ્લોક પ્રમાણ આ ગ્રંથની સં. ૧૪૬૩ માં તેઓએ રચના કરી. આ ગ્રંથનું ગચ્છાધીશ શ્રી મેરૂતુંગસૂરિએ સાચેરમાં સંશોધન કરી આપેલું છે.
(૨) શ્રીધરચરિત મહાકાવ્યું પણ – દુર્ગપદ વ્યાખ્યા : (સં. ૧૪૮૮ માં પાટણમાં રહીને તેમણે સ્વરચિત ગ્રંથ પર ટીકા લખી.)
(૩) શ્રી ચતુઃપવી ચમ્પ : આ ગ્રંથ ચાર પર્વો સંબંધે કથાનકો પર સંસ્કૃતમાં ર. છે. આ ગ્રંથની એક હસ્તપ્રત કટાના સંગ્રહમાં ઉપલબ્ધ છે.
(૪) શ્રી ગુણવર્મા ચરિત્ર અપર નામ સત્તર ભેદી પૂજાકથા : ૧૯૪૮ શ્લેક પ્રમાણની સંસ્કૃત ભાષામાં સં. ૧૪૮૪ માં આ કૃતિ સારમાં રહીને રચી.
(૫) શ્રી શંકરાજ કથા : ૫૦૦ કલેક પ્રમાણને સંસ્કૃત ચરિત્રગ્રંથ. (૬) શ્રી મહાબલ મલયાસુંદરી કથા : આ સંસ્કૃત કૃતિ ચાર ખંડમાં રચવામાં આવી છે.
(૭) ચંદ્રધવલભૂપ-ધર્મદત્તકથા : સંસ્કૃતમાં ગદ્યપદ્યમાં રચના. આ કથા અતિથિસંવિભાગ વ્રત પર રચાઈ છે. (ઉપરોક્ત ચરિત્રગ્રંથ શ્રી આર્ય જય કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ તરફથી પ્રતાકારે પ્રકાશિત કરવામાં આવેલા છે.)
(૮) શ્રી પૃથ્વીચંદ્ર ચરિત્ર : ગૂર્જર ગદ્ય કૃતિ ૯૫૮ લેક પરિમાણુની છે. આ કૃતિ સં. ૧૪૭૮, શ્રાવણ સુદ ૫ રવિવારે પુરુષપત્તનમાં પાંચ ઉલ્લાસમાં રચાયેલી છે. આ ગ્રંથનું અપરનામ “વાવવિલાસ છે. પ્રે. કાપડિયા આ ગ્રંથને ગદ્યકાદંબરી કહે છે, તે ગ્ય જ છે. આ ગ્રંથે અનેક વિદ્વાનેનું ધ્યાન આપ્યું છે. બે ત્રણ પ્રકાશન સ્થળેથી આ ગ્રંથ
શ્રી આર્ય ક યાણ ગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org