________________
իսիի: :ի:ի:
:ի ::::
: իմիդինի սի։ Չիսի մի տեսակ միսիսի :ի: : :«4»-
Իդրի ::ի:ի:ի
(92)
એ જ અરસામાં અચલગચ્છીય શ્રીમાલી એષ્ટિ શ્રી જગદેએ અનેક ધર્મનાં કાર્યો કર્યા. આ જગદે શ્રેષ્ઠિના વંશજો “મહેતા ઓડક તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીમાલી શ્રેષ્ઠિ શ્રી નેપાલ શેઠ પણ પ્રતાપી પુરુષ થઈ ગયા. તેમનાથી “પારીખ ઓડક અસ્તિત્વમાં આવી. કચ્છ છસરાના દેઢીઆ રાણા શેઠે પણ શત્રુંજય અને ગોડીજીના સંઘે કાઢયા અને ઘેર આવીને દેશતેડું કર્યું. રાણુ શેઠના વંશજો “રાણુણ” એડકથી ઓળખાય છે.
શ્રી મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી અનેક જિનબિંબ અને જિનાલયેની પ્રતિષ્ઠાઓ થઈ હતી તથા અનેક છરી પાળતા સંઘે નીકળ્યા હતા. શ્રી મહેંદ્રપ્રભસૂરિ રચિત સાહિત્ય :
ચરિત્ર નાયકે રચેલ સાહિત્યમાં એક માત્ર કૃતિ પ્રાપ્ત થાય છે. પ્રભુ જરીકાપલ્લી થી શરૂ થતું “શ્રી જીરાવલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર” એ એમની જીવંત કૃતિ છે. શ્રી જીરાવલ્લી પાર્શ્વનાથ ઑત્રની ૪૫ કંડિકાઓ છે અને તે ભક્તામર સ્તોત્રની ઝાંખી કરાવે તેવું ભાવસભર, મધુર અને ગેય છે. આ એક જ કૃતિ દ્વારા તેમની કવિત્વશક્તિને પરિચય મળી રહે છે. તેમણે અન્ય કૃતિઓ પણ રચી હશે. ઉક્ત તેત્ર પર ઉપા. શ્રી ધર્મનંદન ગણિ તથા મંત્રી પંચાયણ (વાડવ) કૃત અવસૂરિ ટીકા પ્રાપ્ત થાય છે. આ સ્તંત્ર પર પ્રાચીન ગુર્જરમાં બાલાવબોધ પણ રચાયા છે.
અનેક વિદ્વાન આચાર્યો અને શિષ્ય મંડળીના નાયક મડાપ્રભાવક શ્રી મહેંદ્રપ્રભસૂરિ સં. ૧૪૪૪ કા. સુદ ૧૩ ના પાટણમાં કાળધર્મ પામ્યા. ૫૭. મહિમાનિધિ, મંત્રપ્રભાવક શ્રી મેરૂતુંગસૂરિ : વસ્તિગકુમારને જન્મ :
મારવાડના નાણી ગામમાં પ્રાગ્વાટ વંશીય શ્રેષ્ઠી વયરસિંહ વેરાની સુશીલ પત્ની શ્રીમતી નલદેવીએ સં. ૧૪૦૩ માં વસ્તિગકુમારને જન્મ આપે. રાસકાર લખે છે કે વસ્તિગના જન્મ પહેલાં માતા નાલદેવીએ સ્વપ્નમાં સહસ્ત્ર કિરણવાળા સૂર્યને પોતાના મુખમાં પ્રવેશતે જે. પણ તરત જ ચક્રેશ્વરી દેવીએ આવીને માતાને સ્વપ્નનું ફળ સમજાવ્યું અને કહ્યું : “મુક્તિમાર્ગ પ્રકાશક, મહાન ગીશ્વર એ બાળક તમારી કુક્ષીમાં અવતરશે.” વસ્તિગકુમાર બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગે. વસ્તિગમાંથી મુનિ મેરૂતુંગ :
શ્રી મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી તેજસ્વી એવા વસ્તિગે સં. ૧૪૧૦ માં નાણું ગામમાં સંયમ સ્વીકાર્યો. તેમનું નામ મેરૂતુંગ મુનિ રાખવામાં આવ્યું. દીક્ષા વખતે તેઓ સાત વરસના જ હતા. ગુરુના સાનિધ્યમાં નવોદિત બાલ મુનિવર એક પછી
મિ શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org