________________
[૭૪] . cbsessess.bbs.bbc.testsebsbxbs.bestpreschoose chheeeeeeeboo ks પાકિસ્તાનનું યુદ્ધ થતાં ભારતના જવાને નગર પારકર પ્રદેશને જીતી લીધેલે, પરંતુ સમાધાન થતાં પુનઃ એ પ્રદેશ પાકિસ્તાન હસ્તક ગયા છે. શ્રી ગોડી પાર્શ્વનાથનું ચઢાળિયું અચલગચ્છના શ્રાવકશ્રાવિકાઓ દર દશમ તિથિનાં સ્તવનોને સ્થાને પ્રતિક્રમણમાં બેલે છે. આ ગચ્છમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથને મહિમા ખૂબ જ વર્ણવાયે છે.
આપણે જોયું કે મહેંદ્રપ્રભસૂરિના નિર્દેશથી અને શાખાચાર્ય શ્રી અભયસિંહસૂરિની પ્રેરણાથી શ્રી ગોડી પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા થઈ અને શ્રી મેરુતુંગસૂરિની પ્રેરણાથી આ તીર્થની સ્થાપના થઈ. અપ્રગટ શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતિમાજી શીવ્ર પ્રગટ થઈ અનેકેના તારક બને !
શ્રી મહેન્દ્રપ્રભસૂરિના સમુદાયના શ્રી રંગરત્નસૂરિના ઉપદેશથી પાટણવાસી શ્રેષ્ઠી દેવશીએ શ્રી શત્રુંજય તીર્થને છરી પાળતો સંઘ કાઢેલ હતે. પ્રભાવક શ્રી મહેંદ્રપ્રભસૂરિ :
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ સં. ૧૪૦૯ માં નાણી ગામમાં ચાતુર્માસ બિરાજમાન હતા. એ વર્ષે વરસાદની ઋતુ હોવા છતાં વરસાદ પડ્યો નહીં. તેઓશ્રીએ ધ્યાનબળથી જાણ્યું કે ચાલીસ દિવસનું વિન છે. તેઓ ધ્યાનમાં સ્થિર થયા. ધ્યાનના પ્રભાવથી સારી વૃષ્ટિ થઈ અને સુકાળ થયો તેમ જ લેકે સુખી થયા. એ જ ચાતુર્માસમાં આસો વદ ૮ ના તેઓશ્રી ધ્યાનમાં સ્થિર હતા, ત્યારે એક ઝેરી સાપે ડંખ દીધો. પિતાને સમજ હોવા છતાં તેઓએ ધ્યાન મૂક્યું નહિ. ધ્યાનના પ્રભાવથી દશમે પહોરે તેમના પુણ્યગાત્રમાં પ્રવેશેલું વિષ મુખ દ્વારા રમાઈ ગયું. સવારના બધાને સમજ પડતાં સૌ સૂરિજીના પ્રભાવથી ચમત્કૃત થયાં. સંઘવી ચૂણા આદિ શ્રાવકેએ આ પ્રસંગે વિવિધ વ્રત સ્વીકાર્યા અને નાણી ગામમાં મહા મહોત્સવ થયો. સૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો :
શ્રી મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી ગોભલેજના શ્રીમાલી વંશીય ભાદા શેઠે સં. ૧૩૫ આસપાસમાં શ્રી શત્રુંજય મહાતીર્થ પર પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય બંધાવેલું. ખેરાલુના શ્રીમાલી ઝાલા શેઠે પણ એ તીર્થ પર શ્રી કષભદેવ પ્રભુનું જિનાલય બંધાવેલું. આ શ્રેષ્ઠીએ ધર્મકાર્યોમાં અગિયાર કરોડ ખરચીને અપૂર્વ લહાવે લીધે. સં. ૧૪૨૫ માં દુષ્કાળ વખતે ઝાલા શેઠે ખૂબ જ દાનપુણ્ય કર્યું. માણકાણી, મહેતા, પારીખ અને રાણાણું એડકે :
સં. ૧૪૪૧ માં કરછ ખાખરના દેઢીઆ મીમણે ઉક્ત સૂરિજીના ઉપદેશથી શત્રુંજય તથા ગેડીજી તીર્થના છરી પાળતા સંઘ કાઢયા હતા. એ વંશના મણુશીના પુત્ર માણકથી માણુકા એડક નીકળી છે.
છે. આર્ય ક યાણામસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org