SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ assle of std 6.0..dessesses Messagesd efsfvdssfe stdessessed this. T૬૫] કથાને પ્રથમ પ્રકાશિત કરવાનો યશ વિદેશી વિદ્વાનોને ફાળે જાય છે. ડો. લેયમેને તથા ડૉ. ડબલ્યુ નર્મન બ્રાઉને સને ૧૯૩૩ માં પ્રકટ કરેલી આ કથા “નયરશ્મિ ધરા વાસે થી શરૂ થાય છે. સાધ્વી તિલકપ્રભા ગણિની : આ ગચ્છના પ્રવર્તક શ્રી આર્યક્ષિતસૂરિના સમયમાં ગચ્છનાં પ્રથમ સાધ્વીજી સમયશ્રીજી થઈ ગયાં, તે આપણે આગળ જોઈ ગયા. પણ ત્યાર બાદ દીર્ઘ સમયને અંતરે અચલગચ્છનાં સાધ્વીજીને નામે લેખ પ્રાપ્ત થાય છે. શ્રી શાંતિનાથ ચરિત્ર' તથા પર્યુષણ કલ્પ ટિપ્પનકની પ્રતની પ્રશસ્તિ મુજબ સં. ૧૩૮૪, ભા. સુ. ૧ શનિવારના અચલગચ્છીય સાધ્વીશ્રી તિલકપ્રભા ગણિની વિદ્યમાન હતાં. ચરિત્રનાયક સં. ૧૩૯૩ના મહા સુદ ૧૦ ના આસેટી ગામમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ૫૫. શાસન-પ્રભાવક શ્રી સિંહતિલકસૂરિ શાસનપ્રભાવક મારવાડના આદિત્યપુરમાં શ્રીમાળી શ્રેષ્ઠી આશાધરની પત્ની ચાંપલદેની કુક્ષીથી સં. ૧૩૪૫ માં સિંહતિલકસૂરિને જન્મ થયો હતે. સં. ૧૩૫ર માં તેમણે શ્રી ધર્મપ્રભસૂરિ પાસે દીક્ષા સ્વીકારી હતી. સં. ૧૩૭૧ માં તેઓ સૂરિપદ પામ્યા હતા. સં. ૧૩૩ માં તેઓ ગચ્છનાયક પદ પામ્યા હતા. શ્રી સિંહતિલકસૂરિના ઉપદેશથી અનેક જિનમંદિરનું નિર્માણ અને અનેક પ્રતિષ્ઠા થઈ હતી. સં. ૧૩૭૧ માં શ્રી સિંહતિલકસૂરિના ઉપદેશથી ખંભાતના જાજા ગોત્રીય છાહડ શ્રેષ્ઠીએ શત્રુંજય તીર્થને સંઘ કાઢયો હતો, અને ખંભાતમાં શ્રી મહાવીરદેવનો જિનપ્રાસાદ બંધાવ્યો હતો. તેમના સમયની વિશેષ હકીકતે પ્રાપ્ત થતી નથી. તેમની ગચ્છનાયકપદની અવધિ લાંબી નહોતી. સં. ૧૩૯૫ માં ચૈત્ર સુદ ૯ ના પોતાની પાટે શ્રી મહેંદ્રપ્રભસૂરિને નિયુક્ત કરી પ૦ વરસની ઉંમરે તેઓ ખંભાતમાં કાળધર્મ પામ્યા હતા. પદઅનેક વિદ્વાન શિના ગુરુ શ્રી મહેન્દ્રપ્રભસૂરિ : મહેન્દ્રકુમારને જન્મ : મારવાડના શ્રી અરાવલ્લી મહાતીર્થ નજીકના વડગામમાં વિ. સં. ૧૩૬૩ માં તેઓ જમ્યા હતાતેમના પિતા ઓશવાળ શ્રેષ્ઠી આભા અને માતા જીવણ (નિમિણ) દેવી હતાં. તેમનું સંસારી નામ મહેદ્રકુમાર હતું. - મહેન્દ્રકુમારે વઈજલપુરમાં સં. ૧૩૭૫ માં શ્રી ધર્મપ્રભસૂરિ પાસે દીક્ષા સ્વીકારી હતી. તે વેળાએ તેમનું દીક્ષાનામ “મહેંદ્રપ્રભ મુનિ રાખવામાં આવ્યું હતું. તેમનું જીવન ગમ ગ્રી આર્ય કદવાઘગોતમ સ્મૃતિ ઝાંથી આ. ક, સ્મૃ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy