SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] odeded foodlesed foddessfefassesforls.ssed Medless deffereddedosedseasessofessfeofessodedeos શ્રી ધર્મપ્રભસૂરિ સં. ૧૨૯૩ માં આસેટી ગામમાં કાળધર્મ પામ્યા હતા. ધનરાજને જન્મ: ૫૪. “કાલકાચાર્ય પ્રાકૃત કથાના રચયિતા શ્રી ધર્મપ્રભસૂરિ મારવાડના ભીનમાલ નગરસાં શ્રીમાળી શ્રેષ્ઠી લીંબા શાહની પત્ની વિજલદેની કુક્ષીથી સં. ૧૩૩૧ માં ધનરાજ નામે પુત્રને જન્મ થયે. સં. ૧૩૪૧ માં ધનરાજે લઘુ વયમાં શ્રી દેવેન્દ્રસિંહસૂરિ પાસે જાલેરમાં દીક્ષા લીધી સં. ૧૩૫૯માં તેઓ આચાર્ય પદને પ્રાપ્ત થયા અને સં. ૧૩૭૧ માં પાટણમાં જ તેઓ ગચ્છનાયક પદથી ભૂષિત થયા હતા. વર્ધમાન શ્રેષ્ઠિનાં ધર્મકાર્યો: સં. ૧૩૪૫ માં ધર્મ પ્રભસૂરિના ઉપદેશથી ખેરાલુમાં શ્રીમાળી લાછિલ ગોત્રીય વર્ધમાન શ્રેષ્ઠીએ ભવ્ય જિનાલય બંધાવેલું હતું. આ શ્રેષ્ઠીને શત્રુંજય તીર્થને માટે સંઘ કાઢવ્યો હતો અને કુલ ત્રણ કરેડ રૂપિયા વર્ધમાન શેઠે ધર્મકાર્યોમાં ખર્ચા હતા. આ વખતમાં આ ગચ્છના શ્રાવકમાં “કામસા ગોત્ર પ્રચલિત બન્યું હતું. શ્રી જયાનંદસૂરિ: - ધર્મપ્રભસૂરિના શિષ્ય શ્રી જયાનંદસૂરિએ બાહડમેરમાં પરમારવંશીય ડાંગર શાખાના સમરથ નામના રજપૂતને પ્રતિબોધીને જનધર્માનુયાયી બનાવ્યું હતું. ક્ષત્રિય પ્રતિબોધ: શ્રી ધર્મપ્રભસૂરિ ઉગ્ર વિહારી હતા. તેઓ સિંધના નગરપારકરમાં પધારેલા, ત્યારે ત્યાંના પરમારવંશીય નવ ક્ષત્રિય કુટુંબને પ્રતિબોધી તેમણે તેમને જીવહિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરાવી હતી. ઉગ્ર તપસ્વી અને અપ્રમત્ત: તેઓ ઉગ્ર તપસ્વી અને ક્રિયાપાત્ર આરાધક આત્મા હતા. તેમના ચરણજલથી બધી વ્યાધિઓ નાશ પામી જતી. તેમને વચનસિદ્ધિ વરી હતી. તેઓ સેળભે પહોરે એક ઠામે એક ટંક આહારપાણી વાપરતા. તેમ જ તેઓ દિવસે તથા રાત્રિના નિદ્રા તે કરતા જ નહીં, માટે જ તેઓ અપ્રમાદી હતા. તેઓ “પ્રજ્ઞાતિલકસૂરિ' એવા અપર નામથી પ્રસિદ્ધ હતા. તેમના ઉગ્રતમ તપ અને અપ્રમાદી જીવનની રાજસભામાં પણ પ્રશંસા થતી. ચિત્રમય શ્રી કાલભાચાર્ય કથા શ્રી ધર્મા પ્રભસૂરિજીએ સં. ૧૩૮૯ માં પ્રાકૃતમાં ૫૭ કલેકપ્રમાણ શ્રી કાલકાચાર્યની કથા રચી હતી. આ કથાની સુવર્ણ ચિત્રિત અનેક પ્રાચીન પ્રતે ઉપલબ્ધ હોવાથી જેનાશ્રિત ચિત્રકળા જાણવા માટે તે ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. ધર્મપ્રભસૂરિ કૃત કાલકાચાર્ય શ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથ S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy