________________
છે.............softsessesse
s
sless stelessessful silhouses, slist...
[
૩]
આ વખતમાં તપાગચ્છની સ્થાપના :
આ આચાર્યશ્રીના વખતમાં તપાગચ્છની સ્થાપના થઈ. સં. ૧૨૮૫ માં શ્રી જગરચંદ્રસૂરિએ ઉગ્ર તપ આદર્યું. તેથી મેવાડના રાજાએ તેને “તપા” બિરુદ આપ્યું અને તેમનાથી “તપાગચ્છ” સ્થપાયે.
પૃથ્વી પટ પર વિચરતા શ્રી અજિતસિંહસૂરિ સં. ૧૩૩૯ માં પાટણ પધાર્યા. તે જ વરસે તેઓ દેહથી અસ્વસ્થ થયા. છપ્પન વર્ષની વયે તેઓ પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા. ૫૩. કાવ્યમય પ્રવચનકાર શ્રી દેવેન્દ્રસિંહસૂરિ :
પાલનપુરમાં શ્રીમાળી વેહરા શ્રેષ્ઠી શ્રી સાંતુની પત્ની સંતોષશ્રીએ સં. ૧૨૯૯ માં દેવચંદ્ર નામે પુત્રને જન્મ આપ્યો.
સંવત ૧૩૦૬ માં દેવચંદ્ર દીક્ષા સ્વીકારી. સં. ૧૩૨૩ માં તેઓ સૂરિપદથી અલંકૃત થયા. શ્રી અજિતસિંહસૂરિએ પંદર મુનિઓને પદવીઓ આપી, તે વખતે આ ચારિત્રનાયક પણ સૂરિપદથી અલંકૃત થયા હોય એ સ્વીકાર્ય લાગે છે.
સં. ૧૩૩૯ માં શ્રી અજિતસિંહસૂરિ દિવંગત થતાં શ્રી દેવેન્દ્રસિંહસૂરિ ગરછનાયકપદે નિયુક્ત થયા હતા. મહાપ્રભાવક પ્રવચનકાર :
શ્રી દેવેન્દ્રસિંહસૂરિએ સૂત્રબદ્ધ કાવ્યોવાળી જિનસ્તુતિઓ અને જિન મેઘદૂતાદિ કાવ્યો રચ્યાં છે, એવા ઉલેખ પટ્ટાવલીઓમાંથી પ્રાપ્ત થાય છે. દેવેન્દ્રસિંહસૂરિ અજોડ અને સચોટ વક્તા હતા. તેઓ જ્યારે વ્યાખ્યાન આપતા ત્યારે વિદ્વાનનાં મસ્તક ડેલી ઊઠતાં. તેમનાં વ્યાખ્યાનોને રસાસ્વાદ માણવા અનેક દેશથી આવેલા આચાર્યોથી, ઉપધ્યાયોથી અને વિદ્વાનેથી આખી સભા ભરાઈ જતી. સામાન્ય શ્રોતાને તો એમાં જગા મેળવવી જ મુશ્કેલ હતી. સિરેિહમાં તીર્થ રૂપ જિનાલયની સ્થાપના :
શ્રી દેવેન્દ્રસિહસૂરિના વખતમાં સં. ૧૩૨૩ માં સિરોહી (રાજસ્થાન) માં અર્ધશત્રુંજય તુલ્ય અચલગચ્છીય તીર્થનું નિર્માણ થયું. અર્થાત્ ભગવાન આદીશ્વરના ભવ્ય જિનાલયને શિલાન્સાસ થયે. તેની પ્રતિષ્ઠા પણ સં. ૧૩૩૯, અષાઢ સુદ ૧૩ ના મંગળવારે થઈ. સિરોહીમાં આ જિનાલય અત્યારે પણ મોજુદ છે. બાજુમાં અચલગચ્છને ઉપાશ્રય પણ છે.
આ આચાર્યશ્રીના સમયમાં ભારતભરમાં અલ્લાઉદ્દીન ખીલજીએ ખળભળાટ મચાવી. દીધું હતું. આથી જન સાહિત્યને પણ ખૂબ મેટું નુકસાન થયું હતું.
મ શ્રી આર્ય કયાણાગતમ સ્મૃતિગ્રંથ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org