________________
1
s
testedadesh dastastestestadodesteste dotata dastastestostestestado de dadosastostadtestosteste statodada
destestatestostestedade dadest dieses de dados
તેમને વંદન કરવા આવતા બધા સંઘે જાલેરના રાજા સમરસિંહને ભેટશું-નજરાણું ધરતા હતા. આથી રાજાને જાણવા મળ્યું કે જાલેરમાં છ અઠ્ઠમ ઉગ્ર તપની આરાધના કરનાર આચાર્ય શ્રી અજિતસિંહસૂરિ ચાતુર્માસે બિરાજમાન છે. આથી રાજા સમરસિંહ સૂરિવરને વંદન કરવા ઉપાશ્રયે આવે. સૂરિજીનો ધર્મોપદેશ સાંભળી નૃપતિ ખૂબ પ્રભાવિત થયે. આ રાજાએ પોતાની આજ્ઞા ચાલતી હતી, એ પ્રદેશમાં સર્વત્ર અમારીની ઘેષણ કરાવી. વળી તે રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો તેથી તેની પ્રજા પણ ધર્મના આચારો પાળવા લાગી એક ઉલ્લેખ મુજબ આ સમરસિંહ રાજાએ શ્રી અજિતસિંહસૂરિના પંદર શિષ્યને આચાર્ય–ઉપાધ્યાયાદિ પદો અપાવ્યાં હતાં. રાજા સમરસિંહ અને અજિતસિંહસૂરિના સમાગમને ઇતિહાસકારોએ પોતાના ગ્રંથોમાં ગૌરવ સાથે નેધેલ છે. “મેવાડના ઈતિહાસમાં ઓઝાએ એવો ઉલ્લેખ કર્યો છે કે, અજિતસિંહસૂરિના ઉપદેશથી ત્યાંના રાજાએ ચિત્તોડ ઈત્યાદિ મેવાડના પ્રદેશમાં રાત્રિભેજન બંધ કરાવેલું.
પટ્ટાવલીઓમાં એ ઉલ્લેખ મળે છે કે, જાલેર (સુવર્ણગિરિ) ના રાજા સમરસિંહને પ્રતિબોધીને અજિતસિંહસૂરિએ દેશમાં થતી જીવહિંસા બંધ કરાવી હતી. એટલે ત્યાંના લેકે પરમહંત મહારાજા કુમારપાળના સમયને યાદ કરવા લાગ્યા. શ્રી ભટેવા પાશ્વનાથ તીર્થની સ્થાપના :
મહાપ્રભાવક શ્રી અજિતસિંહસૂરિના સમયમાં તેમના ઉપદેશથી ચાણસ્મા જૈન તીર્થ પ્રસિદ્ધિમાં આવ્યું. વિશા શ્રીમાળી જ્ઞાતિની એક પ્રાચીન વહીમાં આવો ઉલ્લેખ છે:
પૂવિ વર્ધમાનભાઈ જયતા ઉચલી ચાહણસેમિ વાસ્તવ્ય: સાસરમાંહી તવશ્રી ભટ્ટવા શ્રી પાર્શ્વનાથ ચત્ય કારાપિત. સં. ૧૩૩પ વર્ષ અંચલગચ્છ શ્રી અજિતસિંહસૂરિણામુપદેશેન પ્રતિષ્ઠતમ
આ ઉલ્લેખથી એ નક્કી થાય છે કે, વર્ધમાનભાઈના ભાઈ જયતાએ ઉચાળા ભરી પિતાના સસરાના ગામ ચાણસ્મામાં નિવાસ કર્યો. ત્યાં તેમણે સં. ૧૩૩૫ માં શ્રી ભટેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું અને અંચલગચ્છીય આચાર્યશ્રી અજિતસિંહસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. શકુન ગ્રંથના કર્તા શ્રી માણિજ્યસૂરિ :
ચારિત્રનાયકશ્રીના શિષ્ય શ્રી માણિજ્યસૂરિએ સં. ૧૩૩૮ માં ૫૦૮ લેક પ્રમાણે શકુનસાદ્ધાર’ નામે તિષ ગ્રંથ સંસ્કૃતમાં લખ્યું. તેમના અન્ય શિષ્યો અને આચાર્યોનાં નામ પ્રાપ્ત થતાં નથી.
શ્રી અજિતસિંહસૂરિના વખતમાં તેમના ઉપદેશથી અનેક જિનમંદિરોનું નિર્માણ અને અનેક જિનપ્રતિમ એની પ્રતિષ્ઠા થઈ હતી.
TDS
આર્ય કરયાણા ગોતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org